અશોક લેલેન્ડને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) પાસેથી 1282 બસનો ઓર્ડર મળ્યો
હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશિપ કંપની અને દેશની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે જાહેરાત કરી હતી કે તેને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) તરફથી 1282 સંપૂર્ણ રીતે નિર્મિત બસોનો ઓર્ડર મળ્યો છે. રાજ્ય પરિવહન નિગમ તરફથી એક માત્ર ઓઇએમને મળેલા આ મોટા ઓર્ડરથી ભારતીય બસ માર્કૈટમાં અશોક લેલેન્ડનાં પ્રુભત્વને વધુ મજબૂત કરશે.
હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશિપ કંપની અને દેશની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે જાહેરાત કરી હતી કે તેને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) તરફથી 1282 સંપૂર્ણ રીતે નિર્મિત બસોનો ઓર્ડર મળ્યો છે. રાજ્ય પરિવહન નિગમ તરફથી એક માત્ર ઓઇએમને મળેલા આ મોટા ઓર્ડરથી ભારતીય બસ માર્કૈટમાં અશોક લેલેન્ડનાં પ્રુભત્વને વધુ મજબૂત કરશે.
આ ઓર્ડરની શરતો પ્રમાણે, અશોક લેલેન્ડ તબક્કાવાર રીતે 55 સીટર ફુલ્લી એસેમ્બલ્ડ BS VI ડિઝલ બસો ડિલિવર કરશે. આ બસો પ્રવાસીઓને અત્યંત આરામ આપવા બનાવવામાં આવી છે અને તેમાં એડવાન્સ iGen6 BS VI ટેકનોલોજી, મજબૂત 147 kW (197 hp) H-સિરીઝ એન્જિન છે, જેને કારણે સલામતી અને આરામદાયકતા વધે છે અને એકંદર માલિકી ખર્ચ TCO) ઘટે છે.
અશોક લેલેન્ડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શેણુ અગરવાલે જણાવ્યું હતું કે, “જીએસઆરટીસી તરફથી ઓઇમ બિલ્ટ ફુલ્લી બિલ્ટ બસનો મોટો ઓર્ડર મેળવવા બદલ અમે ખુશ છીએ. અમારી બસો તેનું ટકાઉપણું, મજબૂતી અને અત્યાધુનિક ટેકનોલોજી માટે જાણીતી છે, જેને કારણે અશોક લેલેન્ડ બસ સેગમેન્ટમાં સરકાર અને ખાનગી ગ્રાહકો માટે પસંદગીનો વિકલ્પ છે. અતુલનીય ખર્ચ અસરકારકતા ઓફર કરવામાં અને પ્રોડક્ટનો અપવાદરૂપ અનુભવ પૂરો પાડવા બદલ અને ઉદ્યોગનાં ઊંચા માપદંડો પ્રસ્થાપિત કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. અમારા બજાર અને ગ્રાહકો અંગે અમારી ઊંડી સમજ અમને બીજાથી અલગ પાડે છે અને આ ઓર્ડર્સ મેળવવામાં અમારી સફળતામાં તે મદદરૂપ છે.”
આ ઓર્ડર અંગે અશોક લેલેન્ડના પ્રેસિડન્ટ સંજીવ કુમારે જણાવ્યું હતું કે, “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) તરફથી ઓર્ડર સ્વીકારતા અમે રોમાંચ અનુભવીએ છીએ. GSRTCનું અશોક લેલેન્ડ સાથે વર્ષો જૂનું જોડાણ છે, જેમાં અમે 2600થી વધુ બસો પૂરી પાડી છે. તેમનાં કાફલામાં 320 ફુલ્લી બિલ્ટ મિડિ બસ સહિતની BSVI બસો કામ કરી રહી છે. આ લેટેસ્ટ ઓર્ડર સાથે અમે રાજ્ય પરિવહન નિગમોની ઓર્ડર બુકનો આંક 4,000 બસને પાર કરી લીધો છે. GSRTC અમારું વર્ષો જૂનું ભાગીદાર છે અને તેમને હાઇ પર્ફોમન્સ વ્હિકલ્સ પૂરાં પાડવાનો સાતત્યપૂર્ણ ટ્રેક રેકોર્ડ હોવાનો ગર્વ છે. આ 11 મીટર લાંબી ફુલ્લી એસેમ્બલ્ડ ડિઝલ બસોમાં અમે ઇન-હાઉસ વિક્સાવેલી iGen6 BS VI OBD II ટેકનોલોજી છે, જે કડક AIS 052 અને AIS 153 CMVR બસ બોડી સ્ટાન્ડર્ડ્સનું પાલન કરે છે.”
અશોક લેલેન્ડ ભારતની સૌથી મોટી અને વિશ્વની ચોથા ક્રમની બસ ઉત્પાદક છે. આ ઓર્ડર લીડરશીપ સ્થિતિને મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું દર્શાવે છે. તે અમારા ગ્રાહકો અશોક લેલેન્ડની અપવાદરૂપ પ્રોડક્ટસ અને સેવાઓમાં સતત વિશ્વાસ પણ પ્રતિપાદિત કરે છે.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જ્યારે દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય મહાનગરોમાં ભાવ સ્થિર છે, અન્ય શહેરોમાં વધઘટ નોંધવામાં આવી છે.
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બેન્ક, કેપિટલ ગુડ્સ, આઈટી, ફાર્મા 1-1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ, મીડિયા 1-1 ટકા વધ્યા હતા.