અશોક લેલેન્ડે યુઝ્ડ કમર્શિયલ વિહિકલ માટે ઇ-માર્કેટપ્લેસ Re-AL લોંચ કર્યું
હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને દેશની અગ્રણી કમર્શિયલ વિહિકલ નિર્માતા અશોક લેલેન્ડે યુઝ્ડ કમર્શિયલ વિહિકલ્સ માટે તેનું ઇ- માર્કેટપ્લેસ લોંચ કર્યું
ચેન્નાઈ : હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને દેશની અગ્રણી કમર્શિયલ વિહિકલ નિર્માતા અશોક લેલેન્ડે યુઝ્ડ કમર્શિયલ વિહિકલ્સ માટે તેનું ઇ- માર્કેટપ્લેસ લોંચ કર્યું છે. આ માર્કેટપ્લેસ ગ્રાહકોને યુઝ્ડ વિહિકલ એક્સચેન્જ કરવામાં અને તેને નવી અશોક લેલેન્ડ ટ્રક અને બસમાં અપગ્રેડ કરવામાં મદદ કરશે. આ ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેતાં અશોક લેલેન્ડ અસંગઠિત યુઝ્ડ વિહિકલ ઇકોસિસ્ટમમાં પારદર્શિતા વધારવાની આશા રાખે છે.
ઇ-માર્કેટપ્લેસ ગ્રાહકોને તેમની પસંદગીના વાહનો સરળતાથી શોધવા સંખ્યાબંધ વિશેષતાઓ ઓફર કરે છે, જેમકે વેરિફાઇ કરાયેલી વાહનોની ઇમેજ, માન્ય દસ્તાવેજો તથા મૂલ્યાંકન રિપોર્ટ વગેરે. વધુમાં, થોડી સરળ ક્લિક દ્વારા વેચાણકર્તા લિક્વિડેશન માટે તેમના વાહનો લિસ્ટ કરી શકે છે. નવી ડિજિટલ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં અશોક લેલેન્ડના એમડી અને સીઇઓ શેનુ
અગ્રવાલે કહ્યું હતું કે, “યુઝ્ડ કમર્શિયલ વિહિકલ ઇન્ડસ્ટ્રી જબરદસ્ત હલચલ માટે સજ્જ છે.
અમારા ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેતાં ગ્રાહક કેન્દ્રિત ઉકેલો પ્રદાન કરવા માટે અમારી પાસે ઘણી તકો છે. આ યુઝ્ડ વિહિકલ ઇ-માર્કેટપ્લેસ સોલ્યુશન અમારી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સફરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે તથા તે અમને ગ્રાહક લાઇફ સાઇકલમાં નોંધપાત્ર મૂલ્ય ઉમેરવામાં મદદ કરશે.” યુઝ્ડ વિહિકલ ડિજિટલ પ્લેટફોર્મ વિશે વિચારો વ્યક્ત કરતાં અશોક લેલેન્ડના
પ્રેસિડેન્ટ – એમએચસીવી સંજીવ કુમારે કહ્યું હતું કે, “અમારા માટે યુઝ્ડ વિહિકલ બિઝનેસ મુખ્ય ફોકસ ક્ષેત્ર છે કારણકે તે અમારા ગ્રાહકોને સારા રીસેલ વેલ્યુ સાથે તેમના વાહનો લિક્વિડેટ કરવા સક્ષમ કરે છે.
અમારું માનવું છે કે આ ઇ-માર્કેટપ્લેસ બ્રાન્ડ ન્યૂ અશોક લેલેન્ડ ટ્રક અને બસ માટે ગ્રાહકોને સરળ અને પારદર્શી પ્રક્રિયા દ્વારા તેમના જૂના વાહનો એક્સચેન્જ કરવાના એકંદર અનુભવમાં સુધારો કરવામાં મદદ કરશે, જેના પરિણામે વિશ્વાસ પેદા કરી શકાશે.” અશોક લેલેન્ડ ઇન્ડસ્ટ્રીમાં તેની કુશળતા, મજબૂત ભાગીદારી અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે કમર્શિયલ વિહિકલ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સારી સ્થિતિમાં છે. ઇ-માર્કેટપ્લેસ નવીનતા, ઉત્કૃષ્ટતા અને ગ્રાહક સફળતા પ્રત્યે તેની કટીબદ્ધતાનો પુરાવો છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.