Asian Games Cricket Schedule: ક્વાર્ટર ફાઈનલનું સંપૂર્ણ શેડ્યૂલ નક્કી, જાણો ટીમ ઈન્ડિયા કોની સામે ટકરાશે
Asian Games Cricket: રેન્કિંગના આધારે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી મળી છે. હવે તમામ મેચોનું શિડ્યુલ નક્કી થઈ ગયું છે.
Asian Games Cricket Schedule: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સની પુરૂષોની ક્રિકેટ સ્પર્ધા હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સોમવારે મલેશિયાએ થાઈલેન્ડને 194 રને હરાવીને ગ્રુપ સ્ટેજ સમાપ્ત કર્યું. આ સાથે ગ્રુપ સ્ટેજ બાદ ક્વાર્ટર ફાઈનલની તમામ આઠ ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ સારી રેન્કિંગના આધારે અંતિમ 8માં સીધા પ્રવેશ મેળવી ચૂક્યા છે. તેમજ હવે ક્વાર્ટર ફાઇનલમાં રમાનાર ચારેય મેચોના શેડ્યૂલને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે.
નેપાળ, હોંગકોંગ અને મલેશિયાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 3 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટીમો પોતપોતાની મેચ રમશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 4 ઓક્ટોબરે એક્શનમાં જોવા મળશે. પુરૂષ ક્રિકેટ સ્પર્ધાની સેમી ફાઈનલ મેચ 6 ઓક્ટોબરે અને ફાઈનલ મેચ 7 ઓક્ટોબરે રમાશે. પુરૂષોની ક્રિકેટ સ્પર્ધાની તમામ મેચો હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડમાં રમાઈ રહી છે.
1. ભારત વિ નેપાળ, 3 ઓક્ટોબર (IST સવારે 6.30)
2. પાકિસ્તાન વિ હોંગકોંગ, 3 ઓક્ટોબર (11.30 સવારે IST)
3. શ્રીલંકા વિ અફઘાનિસ્તાન, 4 ઓક્ટોબર (6.30 સવારે IST)
4. બાંગ્લાદેશ વિ મલેશિયા, 4 ઓક્ટોબર (11.30 સવારે IST)
રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મુકેશ કુમાર, આકાશદીપ, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અરશદીપ સિંહ, અવેશ ખાન.
રોહિત કુમાર પૌડેલ (કેપ્ટન), સંદીપ જોરા, કુશલ ભુર્તેલ, પ્રતિસ જીસી, બિબેક યાદવ, દીપેન્દ્ર સિંહ એરે, કુશલ મલ્લા (વિકેટકીપર), બિનોદ ભંડારી (વિકેટકીપર), આસિફ શેખ (વિકેટકીપર), ગુલશન કુમાર ઝા, લલિત રાજબંશી, કરણ કેસી. , સોમપાલ કામી, સંદીપ લામિછાને, અભિનાશ બોહરા.
સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં પોતાના આઠ હજાર રન પૂરા કર્યા છે. તેમના પહેલા ફક્ત ચાર ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યા છે. સૂર્યાએ KKR સામે ટૂંકી પણ આક્રમક ઇનિંગ રમી.
ઋષભ પંત અત્યાર સુધી પોતાની ટીમ માટે એવું કંઈ કરી શક્યો નથી, જેનાથી ખબર પડે કે તે 27 કરોડ રૂપિયાનો ખેલાડી છે. હવે ટીમ તેની આગામી મેચ ઘરઆંગણે એટલે કે લખનૌમાં પંજાબ કિંગ્સ સામે રમશે.
IPL 2025 ની 11મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ચેન્નાઈને ૧૮૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.