એશિયન પેઇન્ટ્સએ ‘સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફ’ માટે નવી કેમ્પેન અને ટીવીસી લોન્ચ કરી
હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ચોમાસુ પણ બહુ દૂર નથી ત્યારે ઘર માલિકોએ વરસાદ અને છત લિકેજીસ સામે પોતાની જાતને તૈયાર કરવાની જરૂર છે. આ બાબતને ધ્યાનમાં રાખતા એશિયન પેઇન્ટ્સએ ‘સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફ’ માટે નવી કેમ્પેન અને ટીવીસી લોન્ચ કરી છે
હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ચોમાસુ પણ બહુ દૂર નથી ત્યારે ઘર માલિકોએ વરસાદ અને છત લિકેજીસ સામે પોતાની જાતને તૈયાર કરવાની જરૂર છે. આ બાબતને ધ્યાનમાં રાખતા એશિયન પેઇન્ટ્સએ ‘સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફ’ માટે નવી કેમ્પેન અને ટીવીસી લોન્ચ કરી છે જેમાં બ્રાન્ડ એમ્બેસેડર રણબીર કપૂર અને સર્વતોમુખી મનોજ પાહવાનો સમાવેશ કરાયો છે. વ્યસ્ત રાખતી અને મનોરંજન આપતી મ્યુઝિકલ ફેસ-ઓફ મોસમી ભેજ અને છત અને ધાબામાં પડતી લીકેજ માટેના અસરકારક ઉકેલ પર ભાર મુકે છે.
Ogilvy દ્વારા રચના કરાયેલ આ ટીવીસીમાં રણબીર કપૂર અને મનોજ પાહવા એક કવ્વાલી યુદ્ધમાં સામેલ થાય છે. તેઓ દર્શકોને છતમાંથી પડતા પાણી અને ભીની છતની ઘર માલિકની દુર્દશા સંબંધિત મુસાફરી પર લઇ જાય છે. આ ટીવીસી ‘એશિયન પેઇન્ટ્સ સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફ’ની પ્રચંડ શક્તિને ઘરને છત અને ધાબાના વોટરપ્રૂફીંગમાંથી બચાવતા અંતિમ તારણહાર તરીકે રજૂ કરે છે.
આ ફિલ્મ અસરકાર રીતે એવો સંદેશો આપે છે કે આ પ્રોડક્ટ લીકેજની સમસ્યાઓ સામે અંતિ ઉકેલ પૂરો પાડતા, આખરે ઘર માલિકોને તણાવમુક્ત રહેવાનો અનુભવ પૂરો પાડે છે. ટ્રિપલ લેયર ફ્લેક્સ આર્મર®ટેકનોલોજી સાથે આ પ્રોડક્ટ ચડીયાતી ક્રેક બ્રિજીંગ અને મજબૂત વળગણની ખાતરી કરે છે અને તેની વિશ્વસનીયતા સાબિત કરવા માટે 8 વર્ષની વોરંટી સાથે આવે છે.
નવા રાષ્ટ્રીય લોન્ચ કેમ્પેન પર ટિપ્પણી કરતા એશિયન પેઇન્ટ્સ લિમીટેડના એમડી અને સીઇઓ અમિત સિંગ્લેએ જણાવ્યું હતુ કે “દાયકાઓથી અમારી સતત સમર્પિતતા મારફતે એશિયન પેઇન્ટ્સએ ઘરમાલિકોને ઘરમાં આરામદાયક, હૂંફ અને તણાવમુક્ત જીવન બનાવવા માટે નવીન ઉકેલો પ્રદાન કર્યા છે. અમારા મૂલ્યવાન ગ્રાહકો પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા અમે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે જે ઉકેલો બનાવીએ છીએ તેમાં પ્રતિબિંબિત થાય છે.
‘એશિયન પેઇન્ટ્સ સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફ ઘરમાલિકોને ધાબામાંથી લીકેજ અને ભેજની સમસ્યાનો લાંબાસમયનો ઉકેલ આપે છે. અમારી નવીનતમ કેમ્પેન સાથે, અમારો ઉદ્દેશ્ય સમયસર રીતે લીકેજ ને ઠીક કરવાના મહત્વ પર ભાર આપવા માટે ઉચ્ચ કક્ષાનું મનોરંજન પીરસનાર, રણબીર કપૂર અને મનોજ પાહવા વચ્ચે કવ્વાલી ફેસ-ઑફ દ્વારાદર્શકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. અમારો પ્રયાસ, ચોમાસુ તેમના દરવાજા પર દસ્તક દે તે પહેલા ગ્રાહકો પસંદ કરી શકે તેવા ઉકેલો ઓફર કરવાનો છે..”
નવી ટીવીસીની લિંક માટે નીચે જુઓ:
https://www.youtube.com/watch?v=YjSTzx6Bfmw
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.