છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે અં. 14 અને 17 ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ
રાજપીપલાના છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાના પટાંગણમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી શ્રી કરણસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 2.0નું શાનદાર ઉદ્ઘાટન કરાયું હતું.
રાજપીપલા : રાજપીપલાના છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાના પટાંગણમાં ગુજરાત
વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી શ્રી કરણસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 2.0 નું શાનદાર ઉદ્ઘાટન કરાયું હતું. દક્ષિણ ઝોનના અં. 14 અને 17 ના ભાઈઓ માટે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાની ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ કબડ્ડી, કબડ્ડી, કબડ્ડીથી રાજપીપલાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી શ્રી કરણસિંહ ગોહિલે જણાવ્યું કે, નર્મદા
જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના બાળકો, યુવાનો રમતક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપીને રાજ્ય- રાષ્ટ્રકક્ષાએ મેડલો હાંસલ કરી રહ્યાં છે. ત્યારે રમતવીરો ખેલદિલીની ભાવના જાળવીને પોતાની સંસ્થા, કોચ અને જિલ્લાનું ગૌરવ જાળવે તે પણ અતિમહત્વપૂર્ણ છે. વધુમાં શ્રી ગોહિલે રમતવીરોને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવાએ પણ દક્ષિણ ઝોનના કબડ્ડીના
સ્પર્ધકો માટે રહેવા, જમવા સહિત અન્ય ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર રજૂ કરીને બાળકોને રમતક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આદરેલા પ્રયાસો વિશે માહિતગાર કર્યા હતા.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ
ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા દક્ષિણ ઝોનના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉદ્ઘાટન કાર્યક્રમમાં સી.પી.ડિગ્રી કોલેજના પ્રાચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દિલીપભાઈ દેસાઈ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી ભરતભાઈ પરમાર, કબડ્ડી કોચ શ્રી મિતેષભાઈ દેસાઈ, નર્મદા જિલ્લાના કોચ શ્રી સુમિત ખારપાસ, શ્રી જૈમિન કંઠારીયા, શ્રીમતી મિકીતા પટેલ સહિત દક્ષિણ ઝોનના કોચ, ડી. એલ. એસ. એસ. ના વિદ્યાર્થીઓ, ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.
રવિવારે મુંબઈમાં એક ખાસ સ્ક્રીનિંગમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને બોલિવૂડ અભિનેતા સની દેઓલ ભારત-પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં તેમની બહુપ્રતિક્ષિત મુકાબલા પહેલા ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ પ્રત્યે ઉષ્માભર્યો ઈશારો કરીને ખેલ ભાવના દર્શાવી.
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન શુભમન ગિલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બેટિંગથી શાનદાર શરૂઆત કરી હતી અને બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર અણનમ સદી ફટકારી હતી. હવે, ગિલની આ ઇનિંગ પછી, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગે તેની પ્રશંસા કરી છે અને એક મોટી આગાહી પણ કરી છે.