એકતાનગર ખાતે નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમાના વૈકલ્પિક રૂટ અંગે બેઠક યોજી
નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ, ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એકતાનગર સર્કિટ હાઉસ ખાતે શ્રીમતી શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમા માટે વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનું જાતનીરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ, ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે એકતાનગર સર્કિટ હાઉસ ખાતે નર્મદા
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમા માટે વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનું જાતનીરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.
બેઠકમાં ભાવિકોની સુવિધામાં વધારો કરવા વૈકલ્પિક માર્ગ સહિત પ્રાથમિક સુવિધાઓ, પાર્કિંગની સુવિધાઓ, પોલીસ બંદોબસ્ત, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતની વ્યવસ્થાને આયોજનબદ્ધ પૂર્ણ કરવા અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
કલેકટર શ્રીએ સર્વ પ્રથમ રામપુરા ઘાટ પર સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વૈકલ્પિક રૂટ અંગે ચર્ચા કરીને રૂબરૂ વૈકલ્પિક રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ બેઠકમાં પ્રાયોજના અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી સી. કે. ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. જાદવ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.