સાગબારાના ખોપી ગામે VHP, બજરંગ દળના કાર્યકરો એ ગાયો ભરેલી ગાડી પકડી પોલીસને સોંપી
ખોપી ગામમાં એક હિંમતવાન બચાવ થયો, કારણ કે VHP અને બજરંગ દળના કાર્યકરોએ ગાયોથી ભરેલી એક ગાડી પકડી લીધી, તેમને ઝડપથી સ્થાનિક સત્તાવાળાઓને સોંપી.
પ્રતિનિધિ ભરત શાહ: નર્મદા જિલ્લાના સાગબારા તરફ મૂંગા પશુઓ ને કતલ ખાને લઈ જવાની પ્રવુત્તિ ચાલી રહી છે ત્યારે આ પ્રવુત્તિ માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નાં કાર્યકરો બાઝ નજર રાખી તેને અટકાવવા અવાર નવાર પ્રયાસ કરે છે અને ઘણીવાર ગાડીઓ પકડી પણ છે ત્યારે હાલમાં પણ ખોપી ગામ થી એક ગાયો ભરેલી ગાડી પકડી પોલીસ ને હવાલે કરી છે
જેમાં જાણવા મળ્યા મુજબ સાગબારા ના ખોપી ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તાઓએ ગેરકાયદેસર એકજ પીકઅપ ગાડી મા 8 ગૌ માતા ભરી જતી ગાડી ને પકડી હતી તેને અટકાવી તપાસ કરતા અંદર આઠ પૈકી એક ગાય મૃત હાલતમાં મળી આવી હતી અને ગાડી નો ચાલક ત્યાંથી નાશી છૂટ્યો હતો ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તા ઓએ આ ગાડી સાગબારા પોલીસ ને સોંપી ગુનો દાખલ કરવા જણાવ્યું હતું જોકે કાર્યકર્તાઓનું કહેવું છે કે પોલીસ આ તસ્કરી કરનાર પર યોગ્ય કાર્યવાહી અને ગાડી માં જે એક ગાય મૃત હાલતમાં મળી છે એ બાબતે આ તસ્કરી કરનાર સામે હત્યાનો ગુનો દાખલ કરી કડક સજા અપાવે જેથી આવી પ્રવુતિ પર રોક લાગે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુરુવારે અમદાવાદમાં છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં હાજરી આપીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "એક ભારત-શ્રેષ્ઠ ભારત"ના વિઝનના મૂર્ત સ્વરૂપ તરીકે ઉજવણીની પ્રશંસા કરી હતી.
વીરપુર, સુપ્રસિદ્ધ યાત્રાધામ, સંત જલારામ બાપાની 225મી જન્મજયંતિ શુક્રવાર, 8મી નવેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવવા માટે તૈયાર છે. ગામ પહેલેથી જ રંગબેરંગી રોશનીથી શણગારેલું છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને પાન-મસાલા ખાનારા અને જાહેર રસ્તાઓ પર થૂંકનારા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.