રાજપીપળા નગરપાલિકા ખાતે સ્વાતંત્ર્ય દીને પાલિકા પ્રમુખના કુલદીપસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરાયું
77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપ્યા બાદ આઝાદી બાબતે સંબોધન કર્યું હતું અને પાલિકા નાં કર્મચારીઓ ની કામગીરી ને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઊજવણી ટાણે પાલિકા ખાતે ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડીયા સહીત પાલિકા સદસ્યો અને કર્મચારીઓએ હાજર રહી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી હતી.
રાજપીપળા : 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપ્યા બાદ આઝાદી બાબતે સંબોધન કર્યું હતું અને પાલિકા નાં કર્મચારીઓ ની કામગીરી ને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઊજવણી ટાણે પાલિકા ખાતે ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડીયા સહીત પાલિકા સદસ્યો અને કર્મચારીઓએ હાજર રહી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી હતી.
પાલિકા પ્રમુખના કુલદીપસિંહ ગોહિલે દેશની આઝાદી અપાવવામાં રાષ્ટ્રપુરૂષો સહિત મા ભોમ કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને માં ભોમ ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને મા ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ, આ તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી તેમણે હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી અને રાજપીપળા શહેરમાં થઇ રહેલા વિકાસના કામો બાબતે જાણકારી આપી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.