વિસાવદર ખાતે મોટી સંખ્યામાં ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો સહિત અનેક ગામોના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા
અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: રેશમા પટેલ
જુનાગઢ : આજરોજ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું એક કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ કાર્યકર્તા સંમેલન દરમિયાનમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાથે સાથે જુદા જુદા ગામોના સરપંચો પણ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ભાજપના હોદ્દેદાર જગદીશભાઈ ભુવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના ચંદુભાઈ ઝિંઝુવાડીયા અને કિર્તીભાઈ મહેતા, પ્રદીપભાઈ રાઠોડ ભરતભાઈ અને પરેશભાઈ કાચા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સિવાય ડુંગરપુરના સરપંચ રવજીભાઈ ધોળકિયા, નુરમહંમદ હિંગોરા, શૈલેષ મકવાણા, દેવશીભાઈ અઘોલા, રાયમલભાઈ શિહોરા, નીતિનભાઈ લુદરિયા, અરજણભાઈ માણસુરીયા, કરસનભાઈ મકવાણા, અમરીશભાઈ અદગામા, કારાભાઈ નાગાણી અને ચોરવાડીના આહીર કમિટી મેમ્બર ટીનુભાઈ આહીર, બટુકભાઈ ખેતાણી, જગમલભાઈ ઢોલા અને દેવરખી ભાઈ ધૂલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી પૂરી તૈયારી સાથે આ ચૂંટણી લડવા જઈ રહી છે. લોકસભાની સાથે સાથે વિસાવદર વિધાનસભા ખાતે પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આ પેટા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો તથા અનેક ગામોના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે એક સ્પષ્ટ સંદેશ આપે છે કે, આવનારી વિસાવદરની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી જીતવા જઈ રહી છે. આજે ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર લોકો પણ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીની વિચારધારાને આગળ લઈ જવા માટે મક્કમ છે.
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ આજે દિલ્હી સરકારને ઘેરી લીધી. તેમણે કહ્યું કે અમે વિરોધ નથી કરી રહ્યા. મોદીજીએ કહ્યું હતું કે મહિલાઓના બેંક ખાતામાં 2500 રૂપિયા જમા કરવામાં આવશે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.
જામિયા નગરમાં પોલીસ ટીમ પર હુમલો કરવાના આરોપમાં નોંધાયેલી FIRના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે ભવાનીગઢ પહોંચ્યા જ્યાં તેમણે મૃતક સૈનિક હર્ષવીર સિંહના પરિવારને મળ્યા અને 1 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો.