આતમ વાલ્વ્સે નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિકમાં વાર્ષિક ધોરણે 26% આવક વૃદ્ધિ હાંસલ કરી
મુંબઈ : આતમ વાલ્વ્સ લિમિટેડના (BSE – 543236 NSE – ATAM), ઔદ્યોગિક અને પ્લમ્બિંગ વાલ્વ્સ અને ફીટીંગ્સના પ્રખ્યાત ઉત્પાદકે, નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક અને બીજા ત્રિમાસિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
મુંબઈ : આતમ વાલ્વ્સ લિમિટેડના (BSE – 543236 NSE – ATAM), ઔદ્યોગિક અને પ્લમ્બિંગ વાલ્વ્સ અને ફીટીંગ્સના પ્રખ્યાત ઉત્પાદકે, નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક અને બીજા ત્રિમાસિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
મુખ્ય નાણાકીય અંશો:
• નાણાકીય વર્ષ 24 પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹23.17 કરોડ કુલ આવકની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹18.45 કરોડ હતી,25.58%ની વૃદ્ધિ
• નાણાકીય વર્ષ 24 પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹3.89 કરોડના EBITDAસામે નાણાકીય વર્ષ 23 પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹3.69 કરોડ હતો,5.44%ની વૃદ્ધિ
• EBITDA માર્જિન 16.80%
• કર બાદનો નફો ₹2.16 કરોડ
• કર બાદ નફા માર્જિન 9.32%
• શેર દીઠ કમાણી ₹1.84
• નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિકમાં ₹11.01 કરોડની કુલ આવકની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં કુલ આવક ₹12.76 કરોડ હતી, 15.96%ની વૃદ્ધિ
• નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિકમાં ₹2.39 કરોડના EBITDAની સામે નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિકમાં ₹2.29 કરોડ, 4.16%ની વૃદ્ધિ
• EBITDA માર્જિન 18.70 %
• કર બાદનો નફો ₹1.30 કરોડ
• કર બાદ નફા માર્જિન 10.34%
• શેર દીઠ કમાણી ₹1.12
પ્રદર્શન અંગે ટિપ્પણી કરતા, આતમ વાલ્વ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિત જૈને જણાવ્યું,“અમને નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન આતમ વાલ્વ્સ લિમિટેડમાં સકારાત્મક પ્રગતિની જાહેરાત કરવામાં આનંદ થઇ રહ્યો છે, જ્યાં ઔદ્યોગિક વાલ્વ્સની માંગમાં વધારો થવાને કારણે અમારી કુલ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સંચાલકીય કાર્યક્ષમતા અને અમારા વાલ્વ્સની સ્થિર ગુણવત્તા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા એ અમારૂં પ્રાથમિક ધ્યાન છે.
અમે વ્યૂહાત્મક રીતે અમારી ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને આગળ વધારી રહ્યા છીએ અને લાર્જર-સાઇઝ્ડ વાલ્વ્સના ઉત્પાદનમાં સાહસ કરવા માટે સક્રિયપણે મહત્વપૂર્ણ વિસ્તરણની યોજના બનાવી રહ્યા છીએ.
અમારા ગ્રાહકો દ્વારા પ્રદર્શિત કરાયેલા અડગ વિશ્વાસે ન માત્ર અમારી ચાલુ કામગીરી માટે નક્કર પાયો પૂરો પાડ્યો છે, પરંતુ નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં અત્યંત આશાસ્પદ સમય માટે પણ અમને સ્થાન આપ્યું છે.”
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.