ઓડી ઈન્ડિયાએ નવી ઓડી Q8 માટે બુકિંગ શરૂ કર્યા
જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી દ્વારા આજે ભારતમાં નવી ઓડી Q8 માટે બુકિંગ શરૂ કર્યા હોવાની ઘોષણા કરી હતી.
મુંબઈ : જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી દ્વારા આજે ભારતમાં નવી ઓડી Q8 માટે બુકિંગ શરૂ કર્યા હોવાની ઘોષણા કરી હતી. ઓડી Q-રેન્જની નવી એડિશન અત્યાધુનિક ડિઝાઈન, આધુનિક ટેકનોલોજી અને મજબૂત પરફોર્મન્સને જોડે છે. નવી ઓડી Q8 INR 5,00,000ની આરંભિક રકમ સાથે બુક કરી શકાશે.
ઓડી ઈન્ડિયાના હેડ શ્રી બલબીર સિંહ ધિલ્લોંએ જણાવ્યું હતું કે, “ઓડી Q8 લક્ઝરી અને ઈનોવેશનની સરાહના કરતા અમારા ગ્રાહકો સાથે હંમેશાં મજબૂત રીતે કનેક્ટેડ રહી છે, જેણે ફ્લેગશિપ ઓફર તરીકે પોતાને દ્રઢતાથી સ્થાપિત કરી છે અને પ્રીમિયમ એસયુવી સેગમેન્ટમાં અમારી બ્રાન્ડની વૃદ્ધિ પ્રેરિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. તેની બોલ્ડ ડિઝાઈન, આધુનિક ટેકનોલોજી અને અસમાંતર કામગીરી સાથે અમને વિશ્વાસ છે કે નવી ઓડી Q8 મજબૂત રીતે શ્રેષ્ઠતમથી ઓછું કશું જ નહીં ચાહતા અમારા ગ્રાહકો સાથે સુમેળ સાધશે.”
નવી ઓડી Q8 3.0L TFSI એન્જિન દ્વારા પાવર્ડ હોઈ 340 hp અને 500 Nm ટોર્ક પ્રદાન કરે છે અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ તથા કાર્યક્ષમતા માટે 48V માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમ ધરાવે છે. તે ઉક્ત 5.6 સેકંડ્સમાં 0થી 100 km/h સુધી એક્સિલરેટ થાય છે અને ટોપ સ્પીડ 250 km/h છે.
નવી ઓડી Q8 આઠ એક્સટીરિયર રંગોમાં મળશે, જેમાં સખીર ગોલ્ડ, વાઈતોમો બ્લુ, માયથોઝ બ્લેક, સમુરાય ગ્રે, ગ્લેશિયર વ્હાઈટ, સેટેલાઈટ સિલ્વર, ટેમરિંડ બ્રાઉન અને વિકુના બીજનો સમાવેશ થાય છે. ઈન્ટીરિયર ચાર રંગ વિકલ્પમાં ઓફર કરાશે, જેમાં ઓકાપી બ્રાઉન, સાયગા બીજ, બ્લેક અને પાંડો ગ્રેનો સમાવેશ થાય છે.
ગ્રાહકો ઓડી ઈન્ડિયાની વેબસાઈટ (www.audi.in) અને ‘myAudi connect’ એપ થકી ઓનલાઈન બુકિંગ દ્વારા ઓડી Q8 બુક કરી શકે છે.
દેશની બે સૌથી મોટી કાર કંપનીઓ મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયાની હાલત આ દિવસોમાં ખૂબ જ ખરાબ છે. જ્યારથી ટાટા અને મહિન્દ્રાએ માર્કેટમાં પોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી મારુતિ અને હ્યુન્ડાઈ માટે મોટો પડકાર ઉભો થયો છે.
ઑસ્ટ્રિયન ટુ-વ્હીલર બ્રાન્ડ બ્રિક્સટન તેના મૉડલ Crossfire 500, Crossfire 500 X, Cromwell 1200 અને Cromwell 1200X સાથે ભારતમાં પ્રવેશી છે. આ બાઈક ભારતમાં રોયલ એનફીલ્ડ અને KTM જેવી બ્રાન્ડ સાથે સીધી સ્પર્ધા કરશે.
Toyota Camry Launching: અગાઉના વર્ઝનની જેમ, નવી ટોયોટા કેમરીને માત્ર ભારતમાં જ એસેમ્બલ કરી શકાય છે, જે મજબૂત હાઇબ્રિડ વર્ઝનમાં ખરીદી શકાય છે. આ કાર અનેક અપડેટ ફીચર્સ સાથે એન્ટ્રી કરશે.