ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદી કાર્યક્રમનો શુભ પ્રારંભ
મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવા માટે અમદાવાદ જિલ્લા પંચાયતે એ AI/ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો નવકાર અભિગમ અપનાવ્યો. ડ્રોન ટેકનોલોજીથી વિસ્તારમાં સર્વે કરી મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવામાં આવશે.
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડ્રોન ટેકનોલોજી સર્વે તેમજ દવા છંટકાવ પ્રોજેક્ટનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે દ્વારા કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વાહકજન્ય રોગોને નિયંત્રણ કરવા ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની પહેલ આજના યુગમાં ડ્રોન દરેક ક્ષેત્રમાં પોતાની આગવી એપ્લિકેશન ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે ભારતને ૨૦૩૦ સુધીમાં ડ્રોન હબ બનાવવું . સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર ભરાયેલ પાણી મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે. તેમજ ચોમાસા બાદ સાનુકૂળ પાણીથી ભરાયેલ સ્થળો મચ્છરજન્ય રોગોને પ્રોત્સાહન આપે છે. તેના નિયંત્રણ માટે મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જ જરૂરી છે. 30 થી 35 ટકા વિસ્તાર જેમાં તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ લારવા સાઈડ સ્પ્રે કરવો સંભવ હોતું નથી. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા વાહક જન્ય મચ્છર જન્ય રોગોને કંટ્રોલ કરવા માટે એઆઈ /એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવાની કામગીરીનું કોઈ ઓનલાઇન મોનિટરની સુવિધા નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો જેમાં વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી એરીયલ ફોટોગ્રાફ, લેટીટુડ–લોજીટયુડ સાથે ગુગલ મેપ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. જેના આધારે મળેલ સાઈટ પર કરવાની થતી કામગીરી જેવીકે સાઈટ ની સફાઈ ખુલ્લા પાત્રોનું નિકાલ અથવા લારવી સાઈડનો છંટકાવ કરવાનું નિશ્ચિત કરી ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક અસાઇન થઇ જશે અને તેઓ દ્વારા કરેલી કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટર કરી શકાશે જે ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ સહાયરૂપ છે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય ન હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદીના શુભારંભ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારી જણાવે છે કે ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી કરવામાં નહીં આવે તો એપિડેમિક એક્ટ મુજબ સરકારના ધારણ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ જાહેર આરોગ્ય અને સુરક્ષા માટેના પ્રયાસોમાં એક નવીન પહેલ છે. આ પહેલ મચ્છરના બ્રીડિંગ સ્થળોની ઝડપી ઓળખ અને નિકાલ કરવામાં આ મોડલ અન્ય જિલ્લા પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બનશે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.