એવરો ઈન્ડિયા લિમિટેડે બોલિવૂડ સ્ટાર સોનુ સૂદની બ્રાન્ડ એસોસિએશન તરીકે નિમણૂંક કરી
પ્લાસ્ટિક મોલ્ડેડ ફર્નિચર પ્રોડક્ટ્સના અગ્રણી ઉત્પાદકો અને પ્લાસ્ટિક રિસાયકલર પૈકીના એક એવરો ઈન્ડિયા લિમિટેડે (NSE–AVROIND &BSE – 543512) જાણીતા બોલીવુડ અભિનેતા સોનુ સૂદને પોતાના બ્રાન્ડ એસોસિએશન તરીકે નિમણૂંક કરી હોવાની જાહેરાત કરી છે.
પ્લાસ્ટિક મોલ્ડેડ ફર્નિચર પ્રોડક્ટ્સના અગ્રણી ઉત્પાદકો અને પ્લાસ્ટિક રિસાયકલર પૈકીના એક એવરો ઈન્ડિયા લિમિટેડે (NSE–AVROIND &BSE – 543512) જાણીતા બોલીવુડ અભિનેતા સોનુ સૂદને પોતાના બ્રાન્ડ એસોસિએશન તરીકે નિમણૂંક કરી હોવાની જાહેરાત કરી છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા સોનુ સૂદે બે દાયકાથી વધુની કારકિર્દી સાથે વ્યાપક રીતે મનોરંજન જગત અને સમાજ બંને પર અમીટ છાપ છોડી છે. પોતાની અસાધારણ અભિનય કુશળતા ઉપરાંત, સોનુ સૂદ માનવતાવાદી અને પરોપકારી તરીકે ઓળખાય છે. અનેકવિધ સખાવતી પહેલો સાથે જરૂરિયાતમંદોને મદદ કરવા માટેના તેમના અતૂટ સમર્પણે વ્યાપક સન્માન અને પ્રશંસા મેળવી છે.
આ સહયોગ વિશે બોલતા, એવરો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન શ્રી સુશીલ અગ્રવાલે જણાવ્યું, અમને એવરો ઈન્ડિયા લિમિટેડમાં અમારા બ્રાન્ડ એસોસિએશન તરીકે સોનુ સૂદનું સ્વાગત કરતાં આનંદ થઇ રહ્યો છે. આ ભાગીદારી અમારી કંપનીના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રસંગનું પ્રતિક છે. એક સફળ અભિનેતાથી માનવતાવાદી પ્રતિક બનવા સુધીની સોનુ સૂદની અદભૂત સફર કરૂણા અને નવીનતાના અમારા મૂળ મૂલ્યો સાથે ઊંડાણપૂર્વક પડઘો પાડે છે. ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન સમાજની સેવા કરવા માટેનું તેમનું અતૂટ સમર્પણ ખરેખર પ્રેરણાદાયી છે.
એવરો ખાતે, અમે હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાસ્ટિક મોલ્ડેડ ફર્નિચર પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે, જે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. સોનુ સૂદ સાથે, અમને વિશ્વાસ છે કે ઉત્કૃષ્ટતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડવાનું અમારૂં મિશન નવી ઊંચાઈએ પહોંચશે. સાથે મળીને, અમે લોકોને વધુ આરામદાયક અને હેતુપૂર્ણ જીવન જીવવા માટે સશક્તિકરણ અને પ્રેરણા આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.
એવરો સાથેના સહયોગ અંગે બોલતા શ્રી સોનુ સૂદે જણાવ્યું, “તાકાત સાથે શક્તિ પણ આવી છે, કારણ કે એવરો છેલ્લા 20 વર્ષોમાં 5 કરોડથી વધુ પરિવારોનો વિશ્વાસ જીતી રહ્યું છે. પછી ભલે તે આપના ઘર, ઓફિસ, વર્ગખંડ અથવા કેન્ટીન માટે હોય, એવરો આપણા વડીલો અને યુવાનો બંને માટે પસંદગીનો વિકલ્પ છે, જે તેને તમામ માટે બહુમુખી વિકલ્પ બનાવે છે. 30 હજારથી વધુ ડીલરો એવરોમાં વિશ્વાસ દાખવ્યો છે, તમે પણ એવરો ફર્નિચર પરિવારમાં જોડાઈ શકો છો. તે વર્ષોવર્ષ સુધી આપની સંભાળ રાખશે અને 3 વર્ષની ગેરંટી સાથે આવે છે.
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.