એક્સિસ બેંકે ક્લિયરટ્રિપ સાથે હાથ મિલાવ્યા; 12.5 મિલિયન વપરાશકર્તાઓ માટે ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ લાભો રજૂ કર્યા
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે ફ્લિપકાર્ટની કંપની ક્લિયરટ્રિપે તમામ વર્તમાન અને નવા એક્સિ બેંક ક્રેડિટ કાર્ડધારકો માટે ક્લિયરટ્રિપ દ્વારા બુકિંગ પર મુસાફરીને લગતા લાભો પ્રદાન કરવા માટે એક અનન્ય પ્રકારની દરખાસ્ત રજૂ કરશે.
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે ફ્લિપકાર્ટની કંપની ક્લિયરટ્રિપે તમામ વર્તમાન અને નવા એક્સિ બેંક ક્રેડિટ કાર્ડધારકો માટે ક્લિયરટ્રિપ દ્વારા બુકિંગ પર મુસાફરીને લગતા લાભો પ્રદાન કરવા માટે એક અનન્ય પ્રકારની દરખાસ્ત રજૂ કરશે. આ સહયોગ ગ્રાહકોને ડોમેસ્ટિક ફ્લાઇટ બુકિંગ માટે અનેક વિશેષાધિકારો આપે છે, જેમાં સીટ્સ બુકિંગ માટે રૂ. 1,200 સુધી ડિસ્કાઉન્ટ, રૂ. 500 સુધીના ફ્રી મીલ્સ, કન્વિનિયન્સ ફીથી મુક્તિ અને સીટી ફ્લેક્સમેક્સ હેઠળ માત્ર રૂ. 1માં કેન્સલ અને રિશિડ્યુલ ફ્લાઈટની પસંદગી સહિતના ડોમેસ્ટિક ફ્લાઈટ બુકિંગના અનેકવિધ પ્રિવિલેજ ઓફર કરે છે. વધુમાં, એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકો લાભોનો આનંદ માણવા માટે પોઈન્ટ ભેગા કરવા/રિડીમ કરવાની રાહ જોયા વિના ખાસ ક્યુરેટેડ ટ્રાવેલ ઓફર્સનો ઉપયોગ કરી શકે છે.
વ્યૂહાત્મક ભાગીદારી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે બુકિંગ ડિસ્કાઉન્ટના પરંપરાગત ધોરણોથી તદ્દન અલગ છે. વર્તમાન માર્કેટ લેન્ડસ્કેપમાં, મોટાભાગની ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ (ઓટીએ) બેંકો સાથેની ભાગીદારી દ્વારા ત્વરિત રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે, તેઓ નોંધપાત્ર કન્વિનિયન્સ ફી તથા સીટ્સ અને ભોજન માટે વધારાના ચાર્જીસ લાદીને આ ડિસ્કાઉન્ટને સરભર કરે છે. વધુમાં, તેઓ ઘણી વખત ફ્લેક્સિબલ બુકિંગ માટે પ્રીમિયમની માગણી કરે છે, જે માત્ર કેન્સલેશન અથવા તારીખના ફેરફારો સુધી મર્યાદિત હોય છે. તેનાથી વિપરિત, અમારો પ્રોગ્રામ રૂ.1 ની નજીવી ફી પર સેવાઓના વ્યાપક સંપુટ સાથે બધાથી અલગ તરી આવે છે. આ અનોખો અભિગમ આપવામાં આવેલ ભારે ડિસ્કાઉન્ટને આવરી લેવા માટે કન્વિનિયન્સ ફીની વધારાની જરૂરિયાતને દૂર કરે છે.
આ જાહેરાત વિશે એક્સિસ બેંકના હેડ-કાર્ડ્સ અને પેમેન્ટ્સ, શ્રી સંજીવ મોઘેએ જણાવ્યું હતું કે, “અમે ક્લિયરટ્રિપ સાથે ભાગીદારી કરીને આનંદ અનુભવીએ છીએ, જે ગ્રાહકોને અજોડ અનુભવો આપવાનું અમારા જેવું જ વિઝન ધરાવે છે. અમે ગ્રાહકોને વધુ સગવડતા અને વધુ લાભો પ્રદાન કરવા સાથે તેમની વિકસતી જરૂરિયાતોને સંતોષવા ખાસ કરીને ડિઝાઇન કરાયેલી વેલ્યુ પ્રપોઝિશન ઓફર કરવા માટે નવીનતાની આગેવાની હેઠળના ભાગીદારી મોડલ્સ પર નિર્માણ કરવાનું ચાલુ રાખીએ છીએ. અમારા અવલોકન મુજબ ટ્રાવેલ સેગમેન્ટ અમારા ગ્રાહકો માટે ખાસ કરીને તહેવારો દરમિયાન એક ઉચ્ચ જોડાણ ક્ષેત્ર છે અને ક્લિયરટ્રિપ સાથેનો આ એક પ્રકારનો પ્રસ્તાવ અમારા ગ્રાહકોની મુસાફરી યોજનાઓમાં ખૂબ જ મૂલ્ય ઉમેરશે.”
આ ભાગીદારી વિશે વિગતવાર માહિતી આપતાં ક્લિયરટ્રિપના સીઈઓ શ્રી અયપ્પન આરે. જણાવ્યું હતું કે, “ક્લિયરટ્રિપ એ પારદર્શક અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ દ્વારા ઓટીએ સ્પેસને વિક્ષેપિત કરવા માટે ઊંડાણપૂર્વક રોકાણ કર્યું છે. એક્સિસ બેંક સાથેની અમારી ભાગીદારી આ પ્રતિબદ્ધતાનું વિસ્તરણ છે. આમાં કોઈપણ વધારાના ખર્ચ વિના ફ્લેક્સિબલ બુકિંગ, રદ
કરવાના વિકલ્પો અને તારીખના ફેરફારો જેવી સુવિધાઓ સામેલ હશે. આ અનોખી દરખાસ્ત ખરેખર અમને બજારમાં બધાથી અલગ પાડે છે અને લગભગ 12.5 મિલિયન ગ્રાહકોને લાભ આપવા માટે તૈયાર છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “એક્સિસ બેંક ફ્લિપકાર્ટ સાથે મજબૂત જોડાણ અને વિશાળ વપરાશકર્તા આધાર સાથે વિશ્વસનીય નાણાંકીય કંપની છે. અમે આ નવા ચેપ્ટર વિશે ઉત્સાહિત છીએ અને આ સહયોગને વધુ મજબૂત કરવા અને અમારા મૂલ્ય પ્રસ્તાવને વધારવા માટે આતુર છીએ.”
ક્લિયરટ્રિપ-એક્સિસ બેંક સહયોગ તેના વિશેષાધિકારોના વ્યાપક સંપુટ સાથે મુસાફરીના ભાવિને આકાર આપવા માટે તૈયાર છે. ગ્રાહક-કેન્દ્રિતતાના લીધે કંપનીના વિકાસને વેગ મળી રહ્યો છે ત્યારે ક્લિયરટ્રિપ તેના વપરાશકર્તાઓ માટે અનન્ય વેલ્યુ પ્રપોઝિશન્સ આપવાનું ચાલુ રાખશે તથા વ્યવસાયમાં સતત વૃદ્ધિને સુનિશ્ચિત કરશે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.