એક્સિસ બેંક અને ફાઈબ ભાગીદારીમાં ભારતનું સૌથી પહેલું નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે
એક અભૂતપૂર્વ જોડાણ મારફતે ફાઈબ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની રજૂઆત કરવામાં આવશે, Fibeની ટેક આર્મ સોશિયલ વર્થ ટેક્નોલોજીસ પ્રા. લિમિટેડે આ કાર્ડ લોન્ચ કરવા માટે એક્સિસ બેંક સાથે ભાગીદારી કરી છે. RuPay-આધારિત કાર્ડ UPI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટની મંજૂરી આપે છે.Fibe ના હાલના 21 લાખ+ ગ્રાહકોને આ કાર્ડનીની એક્સેસ પ્રાપ્ત કરવા માટે સક્ષમ કરે છે.
મુંબઇ : ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક પૈકીની એક એક્સિસ બેંક અને ભારતની અગ્રણી ફિનટેક ફાઈબ, (અગાઉ અર્લી સેલેરી તરીકે ઓળખાતી), આજે ટેક-સેવી જનરેશન માટે ભારતનું સૌથી પહેલું નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોંચ કરવા માટે ભાગીદારી કરી છે.
નંબર વગરના ક્રેડિટ કાર્ડ સાથે, ગ્રાહકોને વધારાનું સુરક્ષા કવચ મળે છે કારણ કે કાર્ડ પ્લાસ્ટિક પર કોઈ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અથવા સીવીવી છપાયેલા નથી હોતા. તે સંપૂર્ણ સુરક્ષા અને ગોપનીયતાની ખાતરી કરીને ઓળખની ચોરી અથવા ગ્રાહકની કાર્ડ વિગતોની અનધિકૃત ઍક્સેસના જોખમને ઘટાડે છે. ગ્રાહકો તેમની માહિતી પર સંપૂર્ણ અંકુશ જાળવી રાખીને ફાઈબ એપ પર તેમના ફાઈબ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની વિગતો સરળતાથી ઍક્સેસ કરી શકે છે.
આ પાવર-પેક્ડ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મ પર એન્ટરટેઇન્મેન્ટ અને રાઈડ-હેલિંગ એપ્સ પર સ્થાનિક મુસાફરી, તમામ રેસ્ટોરન્ટ એગ્રીગેટર્સ પરથી ઓનલાઈન ફૂડ ડિલિવરી પર 3 ટકા કેશબેક જેવા ઇન્ડસ્ટ્રીઝના બેસ્ટ ફિચર્સ ઓફર કરે છે. આ ઉપરાંત, ગ્રાહકોને તમામ ઓનલાઈન અને ઓફલાઈન ટ્ર્રાન્ઝેક્શન પર 1 ટકા કેશબેક પણ મળે છે.
આ કાર્ડ રૂપે દ્વારા સંચાલિત છે, જે ગ્રાહકને આ ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. આ કાર્ડ તમામ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરાંત તમામ ઓફલાઇન સ્ટોર્સમાં સ્વીકારવામાં આવે છે. તે વધારાની સુવિધા માટે ટેપ-એન્ડ-પે ફિચર્સ પણ આપે છે. ઉપરાંત આ કાર્ડની જોઇનિંગ ફી શૂન્ય છે અને લાઇફટાઇમ માટે શૂન્ય વાર્ષિક ફી છે. આ કાર્ડ ફાઈબ ના હાલના 21 લાખથી વધુના ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.
આ કાર્ડની કેટલીક અન્ય ખાસિયતોમાં ત્રિમાસિક દીઠ ચાર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની ઍક્સેસ, 400 રૂપિયા થી 5000 રૂપિયા વચ્ચેના ફ્યૂઅલ ખર્ચ માટે ફ્યુઅલ સરચાર્જ માફીનો સમાવેશ થાય છે તેમજ એક્સિસ ડાઈનિંગ ડિલાઈટ્સ, વેડનેસડે ડિલાઈટ્સ, એન્ડ ઓફ સિઝન સેલ્સ અને રૂપે પોર્ટફોલિયો ઓફરિંગનો વધારાનો ફાયદો તેમના તમામ કાર્ડ પર ઉપલબ્ધ છે.
એક્સિસ બેન્ક સાથેની આ ભાગીદારી વિશે ફાઈબ ના સહ-સ્થાપક અને સીઈઓ અક્ષય મેહરોત્રાએ જણાવ્યું હતું કે, “અમને એક્સિસ બેન્ક સાથે મળીને ભારતનું સૌથી પહેલું નંબરલેસ ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં ખૂબ આનંદ થાય છે. આ અસાધારણ કાર્ડ ભારતના મહત્વાકાંક્ષી યુવાનોને સુરક્ષિત અને સાર્વત્રિક નાણાકીય સમાધાન પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. અમે અમારા યુઝર્સને યુપીઆઈ પેમેન્ટની સુવિધા સાથે એક સેફ અને સુરક્ષિત પેમેન્ટ ઇકોસિસ્ટમ સાથે સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જેનાથી ક્રેડિટ કાર્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો છે."
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.