એક્સિસ બેન્કના ગ્રાહકો હવે રૂપે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકશે
ભારતની ત્રીજા ક્રમની મોટી ખાનગી બેન્ક એક્સિસ બેન્કે આજે જાહેરાત કરી હતી કે તેણે UPI પર સફળતાપૂર્વક રૂપે ક્રેડિટ કાર્ડ સપોર્ટ પૂરો પાડ્યો છે. બેન્કના ગ્રાહકો હવે મર્ચન્ટના યુપીઆઇ ચેકઆઉટ પેજ પર યુપીઆઇ ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે પેમેન્ટ મોડ તરીકે પોતાનાં રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશે.
નવી દિલ્હી : ભારતની ત્રીજા ક્રમની મોટી ખાનગી બેન્ક એક્સિસ બેન્કે આજે જાહેરાત કરી હતી કે તેણે યુપીઆઇ પર સફળતાપૂર્વક રૂપે ક્રેડિટ કાર્ડ સપોર્ટ પૂરો પાડ્યો છે. બેન્કના ગ્રાહકો હવે મર્ચન્ટના યુપીઆઇ ચેકઆઉટ પેજ પર યુપીઆઇ ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે પેમેન્ટ મોડ તરીકે પોતાનાં રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આનાથી ગ્રાહકો યુપીઆઇનાં ઇન્સ્ટન્ટ પેમેન્ટની સગવડતાનો અનુભવ કરતી વખતે ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સનાં લાભ મેળવી શકશે. બેન્ક તબક્કાવાર રીતે આ પ્રક્રિયા શરૂ કરી રહી છે.
જે રીતે ગ્રાહકો યુપીઆઇમાં પોતાનાં બેન્ક એકાઉન્ટ લિન્ક કરે છે તે જ રીતે એક્સિસનું સોલ્યુશન કામ કરે છે. ગ્રાહકે તેમની યુપીઆઇ એપ્સ*માં ક્રેડિટ કાર્ડ માટે ઉપલબ્ધ બેન્કોની યાદીમાંથી “એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ*” વિકલ્પની પસંદગી કરવાની રહેશે. ગ્રાહકના મોબાઇલ નંબરને આધારે રૂપે ક્રેડિટ કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે. ગ્રાહકે યુપીઆઇ પિન જનરેટ કરવાનો રહેશે. આ પીન ગ્રાહકના વર્તમાન ક્રેડિટ કાર્ડ પિન કરતાં અલગ હશે. આ ફીચર રૂપે ક્રેડિટ કાર્ડને સપોર્ટ કરતાં યુપીઆઇ એપ્સ* અને એક્સિસ બેન્ક સાથે રૂપે ક્રેડિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોને તેનો લાભ મળશે.
લોંચ અંગે ટિપ્પણી કરતા એક્સિસ બેન્કના પ્રેસિડન્ટ અને હેડ સંજીવ મોઘેએ જણાવ્યું હતું કે, “લોકો અને વેપારીઓને પેમેન્ટ કરવા માટે આશરે 25 કરોડ ગ્રાહકો યુપીઆઇનો ઉપયોગ કરતા હોવાથી યુપીઆઇ સાથે રૂપે ક્રેડિટ કાર્ડનાં લિન્કેજથી પાંચ કરોડ યુપીઆઇ મર્ચન્ટનાં વિશાળ નેટવર્ક દ્વારા સ્વીકાર્યતામાં વધારો થશે અને ગ્રાહકોને તેમનાં ક્રેડિટ કાર્ડ સ્વીકાર માટેનાં વધુ પોઇન્ટ્સ મળશે.
અત્યાર સુધી ગ્રાહકો તમામ સ્કેન એન્ડ પે તથા યુપીઆઇ મર્ચન્ટ પેમેન્ટનાં અન્ય સ્વરૂપ માટે પોતાનાં બેન્ક એકાઉન્ટનો જ ઉપયોગ કરતા હતા. ભવિષ્યમાં યુપીઆઇ સ્વતંત્ર પેમેન્ટ ગેટવે તરીકે કામ કરી શકે છે, જ્યાં બેન્ક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, પીપીઆઇ વોલેટ્સ લિન્ક થઈ શકે છે. ખાસ કરીને અર્ધ-શહેરી વિસ્તારોનાં મર્ચન્ટ્સ માટે પણ તે લાભદાયી છે, જ્યાં કાર્ડ પોઇન્ટ-ઓફ-સેલ ટર્મિનલ્સ વ્યાપક રીતે ઉપલબ્ધ નથી, જ્યારે યુપીઆઇ સૌથી સસ્તા એસેટ લાઇટ પેમેન્ટ એક્સેપ્ટન્સ સોલ્યુશનમાંનું એક છે. એક્સિસ બેન્ક હંમેશા તેનાં ગ્રાહકોને યુપીઆઇનાં મલ્ટીપલ પેમન્ટ્સ વિકલ્પ આપવામાં અગ્રેસર રહી છે અને અમે આ ઇનોવેશન સાથે અમારો યુપીઆઇ ગ્રોથ ચાલુ રાખીએ છીએ અને ભારતના લોકોનાં સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છીએ.”
લોંચ અંગે બોલતા NPCIના COO પ્રવિણા રાયે જણાવ્યું હતુ કે, “સંભાવનાઓની દુનિયાને ખોલતા યુપીઆઇ પરનાં રૂપે કાર્ડ આધુનિક ટેકનોલોજી સાથે થઈ રહેલી ચૂકવણીની પધ્ધતિને પુનઃ વ્યાખ્યાયિત કરી રહ્યા છે. યુપીઆઇની પહોંચનો લાભ ઉઠાવતા યુપીઆઇ પર રૂપે ક્રેડિટ કાર્ડ ક્રેડિટ સોલ્યુશન્સ મેળવવા માંગતા ગ્રાહકો માટે નવી તકો માટેનાં દ્વાર ખોલે છે. આ અનોખી પ્રોડક્ટ દ્વારા ક્રેડિટ લાઇન્સ અને રિવોર્ડ્સનાં સંદર્ભમાં ક્રેડિટ કાર્ડનાં લાભ અને સીમલેસ યુપીઆઇની સરળતા આપે છે. યુપીઆઇ પર રૂપે ક્રેડિટ કાર્ડ તમામ માટે ધિરાણ સુગમ બનાવવાનાં અમારા સ્વપ્નને સાકાર કરે છે અને આર્થિક વૃધ્ધિ તથા સામાજિક પ્રગતિને વેગ આપે છે. અમે યુપીઆઇ પર રૂપે ક્રેડિટ કાર્ડ પર એક્સિસ બેન્ક લાઇવ રજૂ કરવા બદલ આનંદિત છીએ.”
આરબીઆઇનાં વર્ષ 2025 માટેનાં પેમેન્ટ વિઝન પ્રમાણે, આગામી ચાર વર્ષ માટે ક્રેડિટ આધારિત પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સમાં વર્ષ પ્રતિ વર્ષ ધોરણે 16 ટકાનો વધારો થવાની સંભાવના છે. ભારત ઝડપથી દૈનિક વ્યવહારમાં ડિજિટલ પેમેન્ટ્સ અપનાવી રહ્યું હોવાથી ક્રેડિટ કાર્ડ-યુપીઆઇ લિન્કેજની જાહેરાતથી યુપીઆઇમાં નાની રકમનાં ટ્રાન્ઝેક્શન્સ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધશે. આનાથી વધુને વધુ ગ્રાહકો ક્રેડિટ કાર્ડનો વિકલ્પ અપનાવશે અને તેઓને યુપીઆઇની સગવડતા મળશે, જે અત્યાર સુધી તેમનાં બેન્ક ખાતા પૂરતી મર્યાદિત હતી.
હાલમાં યુપીઆઇ રૂપે ક્રેડિટ કાર્ડને મર્યાદિત યુપીઆઇ એપ્સ જ સપોર્ટ કરે છે અને નજીકનાં ભવિષ્યમાં વધુ યુપીઆઇ એપ્સ આ સોલ્યુશનને સક્ષન બનાવશે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.