એક્સિસ બેંકે ભૂતપૂર્વ આરબીઆઇ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંક કરી
એક્સિસ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તેની મીટીંગમાં બેંકના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે સ્વતંત્ર ડાયરેક્ટર એન. એસ. વિશ્વનાથનની નિમણૂંકની મંજૂરી આપી છે, જે બેંકના શેરધારકો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરીને આધીન છે. આ નિમણૂંક 27 ઓક્ટોબર, 2023 અથવા 27 ઓક્ટોબર, 2023 પહેલાં મંજૂરી ન મળે તે કિસ્સામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળ્યાં તારીખથી લાગુ થશે.
એક્સિસ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તેની મીટીંગમાં બેંકના નોન-એક્ઝિક્યુટિવ (પાર્ટ-ટાઇમ) ચેરમેન તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે સ્વતંત્ર ડાયરેક્ટર એન. એસ. વિશ્વનાથનની નિમણૂંકની મંજૂરી આપી છે, જે બેંકના શેરધારકો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરીને આધીન છે. આ નિમણૂંક 27 ઓક્ટોબર, 2023 અથવા 27 ઓક્ટોબર, 2023 પહેલાં મંજૂરી ન મળે તે કિસ્સામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (“મંજૂરી”) દ્વારા મંજૂરી મળ્યાં તારીખથી લાગુ થશે.
વિશ્વનાથન વર્ષ 1981માં ભારતીય રિઝર્વ બેંક સાથે જોડાયા હતાં તથા મધ્યસ્થ બેંકમાં લગભગ ચાર દાયકાની બેજોડ કારકિર્દી બાદ ડેપ્યુટી ગવર્નર તરીકે માર્ચ 2020માં નિવૃત્ત થયાં હતાં. ડેપ્યુટી ગવર્નર તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે સેન્ટ્રલ બેંકિંગમાં વ્યાપક જ્ઞાન અને કુશળતા પ્રદર્શિત કરી હતી, જેમાં એડમિનિસ્ટ્રેશન, બેંકિંગ અને નોન-બેંકિંગ રેગ્યુલેશન, ગરર્નન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સહિતના ઘણાં મહત્વપૂર્ણ ડોમેન સામેલ હતાં.
વિશ્વનાથને તેમની કારકિર્દીમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી હતી, જેમકે બેંક ઓફ મોરેશિયસમાં ડાયરેક્ટર ઓફ સુપરવિઝન, ચીફ વિજિલન્સ ઓફિસર અને ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના હેડ ઓફ ઇન્ટર્નલ ઓડિટ વગેરે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના બોર્ડ મેમ્બર તરીકે જુલાઇ 2016થી માર્ચ 2020 દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રી સમર્પણ દર્શાવ્યું હતું.
એક્સિસ બેંકના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે, “અમે એક્સિસ પરિવારમાં વિશ્વનાથનનું સ્વાગત કરતાં ઉત્સાહિત અને સન્માનિત અનુભવીએ છીએ. તેમનું ગહન જ્ઞાન, ફાઇનાન્સિયલ સેક્ટર વિશેની સમજણ અને નિયમનકારી લેન્ડસ્કેપમાં આગળ વધવામાં કુશળતા વ્યૂહાત્મક નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે તથા અનુપાલન અને કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચ ધોરણોનું પાલન કરવાની અમારી કટીબદ્ધતામાં વધારો કરશે. બોર્ડ ઉપર તેમની ઉપસ્થિતિ સાથે અમે ટકાઉ વૃદ્ધિ અને નફાકારકતાના અમારા એજન્ડાને આગળ ધપાવવા યોગ્ય સ્થિતિમાં છીએ.”
પોતાની નિમણૂંક વિશે પ્રતિક્રિયા આપતાં નુરાની સુબ્રમનિયન વિશ્વનાથને કહ્યું હતું કે, “મને એક્સિસ બેંકના પ્રતિષ્ઠિત બોર્ડ સાથે જોડાતા ખુશી અનુભવાય છે, જે એક ઉત્કૃષ્ટ સંસ્થાન છે. કોર્પોરેટ ગવર્નન્સ અને ટકાઉપણા ઉપર બેંકનો નોંધપાત્ર ભારથી ઇન્ડસ્ટ્રીમાં તેની ઉપસ્થિતિ મજબૂત બની છે. હું બેંકના એજન્ડામાં યોગદાન આપવા તથા પ્રતિષ્ઠિત બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. આ સામૂહિત પ્રયાસો માર્કેટ લીડર તરીકે એક્સિસ બેંકની ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે તથા તમામ હીતધારકોને મૂલ્ય ડિલિવર કરશે.”
એક્સિસ બેંકમાં તેમની ભૂમિકા ઉપરાંત વિશ્વનાથને ફાઇનાન્સિયલ સેક્ટરમાં ઘણાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ ઉપર કામ કર્યું છે. હાલમાં તેઓ હૈદરાબાદમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેક્નોલોજી ખાતે ગવર્નિંગ કાઉન્સિલના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કાર્યરત છે. તેઓ મુંબઇમાં આરબીઆઇમાં એકેડેમિક કાઉન્સિલ ઓફ ધ કોલેજ ઓફ સુપરવાઇઝર્સ તરીકે પણ સેવા આપે છે. તેઓ મુંબઇમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇન્વેસ્ટમેન્ટ અપ્રૂવલ કમીટીના ઇન્ડિપેન્ડન્ટ એક્સપર્ટ પ્રોફેશ્નલ છે તેમજ મુંબઇ સ્થિત એક્યુઇટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પણ કાર્યરત છે. વધુમાં વિશ્વનાથન ભારતમાં અર્ન્સ્ટ એન્ડ યંગ એલએલપી અને બેંગ્લોરમાં રેઝરપે ખાતે એડવાઇઝરી ક્ષમતાઓ સાથે સેવા આપે છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર ખાતે સેન્ટર ફોર પબ્લિક પોલીસીમાં સિનિયર ફેલો પણ છે.
તેમની શૈક્ષણિક સિદ્ધિઓમાં બેંગ્લોર યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી અને આર્ટ્સમાં બેચરલ્સ ડિગ્રી સામેલ છે. તેમણે યુકેમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જજ બિઝનેસ સ્કૂલ ખાતે એડવાન્સ્ડ લીડરશીપ પ્રોગ્રામ પૂરણ કર્યો છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર શુક્રવારે બપોરે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવા જઈ રહી છે, જેના કારણે બજેટ 2025 ની રાહ આખરે પૂરી થઈ ગઈ છે.
શુક્રવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું અને મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સવારે 9:44 વાગ્યે, સેન્સેક્સ 86 પોઈન્ટ (0.11%) વધીને 76,606 પર હતો, જ્યારે નિફ્ટી 24 પોઈન્ટ (0.10%) વધીને 23,231 પર હતો.
સરકારી ઓઈલ કંપનીઓએ આજે 23 જાન્યુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશભરમાં સવારે 6 વાગ્યાની આસપાસ પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કરવામાં આવે છે.