એક્સિસ બેન્કે તેની ડિજિટલ રૂપી એપ્લિકેશન પર UPI ઇન્ટરઓપરેબિલિટી રજૂ કર્યું
ડિજિટલ રૂપિ સાથે UPI ઇન્ટરઓપરેબિલિટી સાથે લાઇવ થનારી ખાનગી ક્ષેત્રની પ્રથમ બેન્ક, યુઝર્સ ડિજિટલ રૂપિની મદદથી કોઈપણ મર્ચન્ટ યુપીઆઈ ક્યુઆર પર ચૂકવણી કરી શકશે.
ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્કોમાંની એક, એક્સિસ બેન્કે આજે તેની CBDC એપ (એક્સિસ મોબાઈલ ડિજિટલ રૂપિ) પર UPI ઈન્ટરઓપરેબિલિટીનું ફંક્શન રજૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ચાલુ CBDC (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) પહેલનો એક ભાગ છે.
આ સુવિધાની રજૂઆત સાથે, ગ્રાહકો વેપારીના હાલના UPI QR કોડને ચૂકવણી કરવા માટે ડિજિટલ રૂપિનો સીમલેસ ઉપયોગ કરી શકશે. વધુમાં, આ ક્ષમતા વેપારીઓને તેમના હાલના QR કોડ્સ પર બોર્ડિંગ પર ફરિજ્યાત જરૂરિયાતને દૂર કરતાં ડિજિટલ રૂપિની ચૂકવણીની સ્વીકૃતિ સ્વીકારવામાં મદદ કરશે. આ જાહેરાત અંગે, એક્સિસ બેન્કના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર રાજીવ આનંદે જણાવ્યું હતું કે, “અસંખ્ય ઈનોવેટિવ તકનીકી પ્રગતિઓને સ્વીકારવામાં અગ્રણી એક્સિસ બેન્ક એવા ઉકેલો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે, કે જે ડિજિટલ ભારતના વિઝનને આગળ ધપાવવામાં મદદ કરી શકે. ડિજિટલ રૂપિ અને UPI ઇન્ટરઓપરેબિલિટીની આ ગ્રાઉન્ડ બ્રેકિંગ સુવિધાની રજૂઆત, સમગ્ર દેશમાં ડિજિટલ રૂપિયાને વ્યાપક રીતે અપનાવવા માટે તૈયાર કરે છે.
UPIની વિસ્તૃત પહોંચ અને યુઝર ફ્રેન્ડલી ડિજિટલ રૂપિની સુરક્ષા અને ઝડપ ગ્રાહકો તથા વેપારીઓ બંને માટે વિશ્વની શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરશે. Axis Mobile Digital Rupee એપ પર UPI ઇન્ટરઓપરેબિલિટી કાર્યક્ષમતા Androidથી શરૂ કરીને તબક્કાવાર રીતે યુઝર માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે, આગામી દિવસોમાં તમામ ડિજિટલ રૂપિ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. આ 26 પાયલોટ શહેરોમાં નિર્ધારિત યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે.
સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) ડિજિટલ રૂપિ એ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પહેલ છે. ડિજિટલ રૂપિ એ કાનૂની ટેન્ડર છે જે સેન્ટ્રલ બેન્ક દ્વારા ડિજિટલ સ્વરૂપમાં જારી કરવામાં આવે છે. ડિજિટલ રૂપિ (e₹) એ ભૌતિક રોકડ જેવી જ સુરક્ષા, વિશ્વસનીય, અને ઝડપી સેટલમેન્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. ‘Axis Mobile Digital Rupee’ એપ એન્ડ્રોઇડ અને iOS ઉપકરણો માટે ઉપલબ્ધ છે. એપ્લિકેશન યુઝર્સને લિંક કરેલ એક્સિસ બેન્ક સેવિંગ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટ્સમાં જમા કરવાની મંજૂરી આપે છે. યુઝર્સ સીમલેસ રીતે અન્ય ઓન બોર્ડેડ યુઝર્સ પાસેથી ડિજિટલ રૂપિ ટ્રાન્સફર કરી શકે છે અને પ્રાપ્ત/સ્ટોરેજ કરી શકે છે. તેઓ બોર્ડેડ મર્ચન્ટ QR પર કોઈપણ CBDC અથવા UPI ચૂકવવા માટે ડિજિટલ રૂપિનો ઉપયોગ પણ કરી શકે છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.