એક્સિસ બેન્ક રજૂ કરે છે ઇન્ફિનિટી સેવિંગ્સ એકાઉન્ટઃ ઝીરો ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન ફી આધારિત એકાઉન્ટ
ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે આજે સબસ્ક્રિપ્શન આધારિત મોડેલને વારંવાર અપનાવનાર અને ડિજિટલ ઉપયોગ કરનાર ગ્રાહકો માટે અનોખા પ્રકારાનું સેવિંગ એકાઉન્ટ- ‘ઇન્ફિનિટી સેવિંગ્સ એકાઉન્ટ’ લોંચ કર્યું છે.
ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે આજે સબસ્ક્રિપ્શન આધારિત મોડેલને વારંવાર અપનાવનાર અને ડિજિટલ ઉપયોગ કરનાર ગ્રાહકો માટે અનોખા પ્રકારાનું સેવિંગ એકાઉન્ટ- ‘ઇન્ફિનિટી સેવિંગ્સ એકાઉન્ટ’ લોંચ કર્યું છે. આ નવીન પ્રકારનાં સેવિંગ્સ એકાઉન્ટમાં એક્સિસ બેન્કનાં ગ્રાહકોને વિશેષ લાભ પૂરા પાડવામાં આવ્યા છે, જેમ કે એવરેજ મન્થલી બેલેન્સ (AMB) રાખવાની જરૂર નહીં, કોમ્પ્લિમેન્ટરી ડેબિટ કાર્ડ અને મહિને રૂ. 150 અથવા તો વર્ષે રૂ. 1650ની નાની રિકરીંગ ફી ચૂકવીને તમામ પ્રકારનાં ડોમેસ્ટિક ચાર્જ દૂર.
બેન્કિંગ અનુભવ મજબૂત બનાવવાનાં હેતુથી એક્સિસ બેન્કે નવા પ્રકારનું ખાતુ લોંચ કર્યું છે. ગ્રાહકો વિડીયો KYC પ્રોસેસ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે એકાઉન્ટ ખોલાવી શકે છે. આ અનોખી રજૂઆતમાં બેન્ક સબસ્ક્રિપ્શન આધારિત બે ફ્લેક્સિબલ પ્લાન્સ લાવી રહી છે-માસિક અને વાર્ષિક. માસિકમાં રૂ. 150 ચાર્જ લેવામાં આવે છે (જીએસટી સહિત) અને તેમાં લઘુતમ સબસ્ક્રિપ્શન પિરીયડ 6 મહિનાનો છે. પ્રારંભનાં છ મહિના બાદ આ પ્લાનમાં 30 દિવસની સાઇકલ શરૂ થાય છે, જેમાં દર 30 દિવસે રૂ. 150નો ચાર્જ લેવામાં આવશે. વાર્ષિક પ્લાનમાં રૂ. 1650 (જીએસટી સહિત) વસૂલવામાં આવે છે અને 360 દિવસ માટે તમામ લાભ મળે છે. સમયગાળો પૂરો થયા બાદ આ પ્લાન આપોઆપ રીન્યુ થઈ જાય છે.
આ અનોખી બેન્કિંગ પ્રોડક્ટમાં તમામ સ્થાનિક ચાર્જ ચૂકવ્યા વગર ચિંતામુક્ત બેન્કિંગ અનુભવ મેળવવા માંગતા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી છે, અને તે પારદર્શક બેન્કિંગ સેવા પૂરી પાડે છે. આ પ્રોડક્ટ ગ્રાહકોને દેશભરમાં કોઇ પણ એટીએમમાં અમર્યાદિત પ્રવેશ આપે છે, ગમે તેટલું બેલેન્સ રાખી શકાય છે અને વધારાના ચાર્જ ચૂકવવાની ચિંતા કરવાની જરૂર નથી પડતી. આનાથી ગ્રાહકોને સાચા અર્થમાં સ્વતંત્રતા અને સીમલેસ બેન્કિંગ અનુભવ મળે છે. ગ્રાહકો એક્સિસ બેન્ક ગ્રેબ ડીલ્સ પ્લેટફોર્મ પર કેશબેક જેવાં વધારાનાં લાભ લઈ શકે છે, જેમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ત્રાનો સમાવેશ થાય છે. વધુમાં, ગ્રાહકને ઇ ડેબિટ કાર્ડ પર તમામ ટ્રાન્ઝેક્શન પર એક ટકા કેશબેક અને ડેબિટ કાર્ડ સાથે સંકળાયેલાં તમામ લાભો મળે છે, જેમ કે, 30 દિવસમાં ડેબિટ કાર્ડનાં ઉપયોગ પર રૂ. 500નું ગ્રેબ ડીલ્સ વાઉચર, ઓનલાઇન રિવોર્ડ કાર્ડ સાથે રૂ. ઇઝી ડિનર ખાતે 15 ટકા ડિસ્કાઉન્ટ (મહત્તમ રૂ. 500).
આ અંગે ટિપ્પણી કરતા એક્સિસ બેન્કના ગ્રુપ એક્ઝિક્યુટિવ અને હેડ (બ્રાન્ચ બેન્કિંગ, રિટેલ લાયેબિલિટીઝ એન્ડ પ્રોડક્ટ્સ) રવિ નારાયણને જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકોનાં જીવનમાં અમારી ભૂમિકાને પુનઃવ્યાખ્યાયિત કરવા અમે ગ્રાહકોને જોડવા માટે નવાં ક્ષેત્રોમાં ડિજિટલ બેન્કિંગ લાવીને સતત ઇનોવેશન આધારિત મોડલ પર કામ કરી રહ્યા છીએ. સબસ્ક્રિપ્શન આધારિત મોડલ લાવીને અમે આજનાં ગ્રાહકોની બદલાતી જતી પ્રાથમિકતાઓ સાથે એકરૂપતા સાધીને ગ્રાહકોને પરિવર્તનશીલ બેન્કિંગ અનુભવ પૂરો પાડીએ છીએ. ”
ગ્રાહકો પાસે હવે સેવિંગ્સ એકાઉન્ટ માટે સબસ્ક્રિપ્શનનો પણ વિકલ્પ છે અને તેણે મિનિમમ બેલેન્સ જાળવવા કે સર્વિસિસ માટે ફીની ચિંતા કરવાની જરૂર નથી. આ અનોખી ઓફર અમારી એ માન્યતાનો પડઘો પાડે છે કે બેન્કિંગ સેવા સરળ, સુગમ હોવી જોઇએ અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતને સંતોષતી હોવી જોઇએ.”
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.