એક્સિસ બેંકે એમએસએમઈ માટે મોબાઇલ-ફર્સ્ટ બિઝનેસ બેંકિંગ પ્રપોઝિશન ‘નિઓ ફોર બિઝનેસ’ લોન્ચ કર્યું
એક્સિસ બેંકે ‘નિઓ ફોર બિઝનેસ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક વિશિષ્ટ ટ્રાન્ઝેક્શન બેંકિંગ પ્લેટફોર્મ છે જે ખાસ કરીને ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે બનાવવામાં આવ્યું છે. એમએસએમઈની વાસ્તવિક, વર્તમાન અને ઊભરતી ટ્રાન્ઝેક્શન બેંકિંગ જરૂરિયાતોને પૂર્ણ કરતી આ એક અનન્ય પ્રકારની વ્યાપક ડિજિટલ પ્રપોઝિશન છે.
એક્સિસ બેંકે ‘નિઓ ફોર બિઝનેસ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક વિશિષ્ટ ટ્રાન્ઝેક્શન બેંકિંગ પ્લેટફોર્મ છે જે ખાસ કરીને ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે બનાવવામાં આવ્યું છે. એમએસએમઈની વાસ્તવિક, વર્તમાન અને ઊભરતી ટ્રાન્ઝેક્શન બેંકિંગ જરૂરિયાતોને પૂર્ણ કરતી આ એક અનન્ય પ્રકારની વ્યાપક ડિજિટલ પ્રપોઝિશન છે.
ભારતીય જીડીપીમાં 30% કરતાં વધુ યોગદાન આપતા 65 મિલિયનથી વધુ એમએસએમઈ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. 28% રોકડ વ્યવહારોની સરખામણીમાં 72% ચૂકવણીઓ ડિજિટલ મોડ દ્વારા કરવામાં આવે છે જે દર્શાવે છે કે તેઓ રોકડ કરતાં ડિજિટલ ચૂકવણીને ઝડપથી અપનાવી રહ્યાં છે. ડિજિટલ અપનાવવામાં વધારો એ ક્ષેત્રમાં વધુ વૃદ્ધિની સંભાવનાઓ રજૂ કરે છે અને અમે આને એક વિશાળ તક તરીકે જોઈએ છીએ. એક્સિસ બેંકમાં અમે અમારા કેન્દ્રિત એમએસએમઈ સેગમેન્ટમાં મજબૂત વેગ જોવાનું ચાલુ રાખીએ છીએ, જે બેંક માટે મુખ્ય ગ્રોથ ડ્રાઇવર તરીકે ચાલુ રહે છે.
એમએસએમઈની વિકસતી વ્યવસાયિક જરૂરિયાતો અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તેને ધ્યાનમાં રાખીને, એક્સિસ બેંકનું નિઓ ફોર બિઝનેસ પ્લેટફોર્મ બેંકિંગ અને બિયોન્ડ બેંકિંગ સુવિધાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે જેમ કે:
1. ડિજિટલ સેલ્ફ ઓન-બોર્ડિંગ
2. બલ્ક પેમેન્ટ્સ
3. જીએસટી કમ્પ્લાયન્ટ ઈન્વોઇસિંગ
4. પેમેન્ટ ગેટવે ઈન્ટિગ્રેશન
5. 360 ડિગ્રી કસ્ટમર વ્યૂ
6. એન્ડ ટુ એન્ડ ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ
7. ઓટો રિકન્સીલિએશન
8. રિકરિંગ કલેક્શન
9. કેશ ફ્લો રિપોર્ટ્સ અને બીજું ઘણું બધું…
આ વિશિષ્ટ ફીચર્સ સાથે એમએસએમઈ હવે વધુ સારી સગવડ અને પ્રોડક્ટિવિટીનો આનંદ માણી શકે છે, કારણ કે તેઓ બેંક શાખાની મુલાકાત લીધા વગર તેમના બેંકિંગ વ્યવહારો સરળતાથી પૂરા કરી શકે છે. એક્સિસ બેંકના હાલના ચાલુ ખાતાના ગ્રાહકો હવે મોબાઇલ પર મોબાઇલ એપ ડાઉનલોડ કરીને અથવા સરળ વેબ આધારિત ડિજિટલ રજિસ્ટ્રેશન દ્વારા નિઓ ફોર બિઝનેસની શક્તિનો અનુભવ કરી શકે છે. નિઓ ફોર બિઝનેસ હાલમાં એકમાત્ર માલિકીની સંસ્થાઓ અને વ્યક્તિઓને સેવાઓ પૂરી પાડે છે જેઓ ઉદ્યોગમાં એમએસએમઈ એડ્રેસેબલ પૂલનો નોંધપાત્ર હિસ્સો છે. એક્સિસ બેંક ટૂંક સમયમાં કંપનીઓ, ભાગીદારી અને એલએલપી માટે પ્લેટફોર્મનો વિસ્તાર કરશે.
બેંક પાસે તેના કોર્પોરેટ બેંકિંગ ગ્રાહકો/ક્લાયન્ટ્સ માટે તેના ડિજિટલ બેંકિંગ પ્રપોઝિશન ‘નિઓ બાય એક્સિસ બેંક’ પર પ્રોડક્ટ્સ અને સર્વિસીઝનો વ્યાપક સંપુટ છે. નિઓ ફોર બિઝનેસ આ સર્વગ્રાહી ઓફરિંગના ભાગ રૂપે નવીનતમ લોન્ચ છે. ‘નિઓ બાય એક્સિસ બેંક’ હેઠળની વિવિધ પહેલ વિકસતી ગ્રાહકોની પસંદગીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે અને વૈશ્વિક શ્રેષ્ઠતમ પ્રપોઝિશન સામે ઉત્કૃષ્ટતા ધરાવે છે. આ વ્યાપક ઓફરિગ્સમાં એપીઆઈ, કોર્પોરેટ ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ એપ, હોસ્ટ ટુ હોસ્ટ ઈન્ટિગ્રેશન અને ભાગીદારી આવરી લેવામાં આવી છે.
એક્સિસ બેંકના ગ્રૂપ એક્ઝિક્યુટિવ અને હેડ - ટ્રેઝરી, માર્કેટ્સ અને હોલસેલ બેંકિંગ પ્રોડક્ટ્સ, નીરજ ગંભીરે જણાવ્યું હતું કે, “એક્સિસ બેંક અમારા ગ્રાહકો માટે મોટાપાયે ડિજિટલ પ્રપોઝિશન પહોંચાડવા માટે અગ્રણી એજ ટેક્નોલોજી અને ડેટા એનાલિટિક્સ ક્ષમતાઓમાં સતત રોકાણ કરી રહી છે. અમારા ‘ઓપન’ નેરેટિવને અનુરૂપ, અમે અમારા કેન્દ્રિત બિઝનેસ સેગમેન્ટ્સમાં ઉચ્ચ વૃદ્ધિને આગળ ધપાવવા માટે ભાગીદારી, ઇકોસિસ્ટમ્સ અને વેલ્યુ ચેઇન્સનો લાભ
ઉઠાવીને ‘બિયોન્ડ બેંકિંગ’ સોલ્યુશન્સ ઓફર કરવા માટે ‘રેડી ટુ ઇન્ટીગ્રેટ’ અભિગમ અપનાવ્યો છે.”
“એમએસએમઈ બિઝનેસ બેંકિંગ લેન્ડસ્કેપ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે અને તેમની તમામ બેંકિંગ અને બિયોન્ડ બેંકિંગ જરૂરિયાતો માટે વ્યાપક ઉકેલની જરૂર છે. અમારો અભિગમ એક એવી પ્રપોઝિશન બનાવવાનો હતો જે એક જ પ્લેટફોર્મ પર પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની રેન્જમાં તેમની જરૂરિયાતો માટે ઓફર કરે અને સમાધાનો પૂરા પાડે. અમારા કોર્પોરેટ બેંકિંગ ગ્રાહકો માટે ડિજિટલ બેંકિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝનો સંપૂર્ણ સંપુટ ઓફર કરતા ‘નિઓ બાય એક્સિસ
બેંક’ એક પ્લેટફોર્મ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની અંદર, અમારું નવું લોન્ચ થયેલું ‘નિઓ ફોર બિઝનેસ’ એ એમએસએમઈની વ્યાપાર જરૂરિયાતો માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે. અમે માનીએ છીએ કે તેની પાસે ઘણા ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ સોલ્યુશન્સ છે જે હાલમાં ભારતમાં બેંકો પાસે ઉપલબ્ધ નથી. એમએસએમઈ બિઝનેસ બેંકિંગના નવા યુગનો અનુભવ કરશે અને તેમની વૃદ્ધિને વેગ આપશે” એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ જાહેરાત અંગે હોલસેલ બેંકિંગ પ્રોડક્ટ્સના પ્રેસિડેન્ટ અને હેડ વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “એક્સિસ બેંકમાં અમે અમારા તમામ પ્રયાસોના કેન્દ્રમાં ગ્રાહકને રાખવામાં વિશ્વાસ રાખીએ છીએ. નિઓ ફોર બિઝનેસ એ એમએસએમઈ માટે એક વિશિષ્ટ મોબાઇલ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન બેંકિંગ પ્લેટફોર્મ બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. તે બેંક ગ્રેડ સુરક્ષા સુવિધાઓ સાથે સમકાલીન યુઆઈ/યુએક્સ ધરાવે છે. શેલ્ફ સાથે ઓફર કરવામાં આવેલ, બિયોન્ડ બેંકિંગ સુવિધાઓ નિઓ ફોર બિઝનેસના મૂળમાં છે. જ્યારે ઉદ્યોગમાં પરંપરાગત ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ સાદી સુવિધાઓ પ્રદાન કરે છે ત્યારે બિયોન્ડ બેંકિંગ ઓફરિંગ કસ્ટમર વેલ્યુ
પ્રપોઝિશનને આગલા સ્તર પર લઈ જાય છે. નિઓ ફોર બિઝનેસ સાથે અમે એમએસએમઈની તમામ વિકસતી જરૂરિયાતોને ઉકેલવા માટે મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવીને એમએસએમઈ માટે ટ્રાન્ઝેક્શન બેંકિંગ લેન્ડસ્કેપમાં પરિવર્તન કરવાનું ચાલુ રાખીશું.”
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.