એક્સિસ બેંકે ગ્રામીણ અને અર્ધ-શહેરી ગ્રાહકો માટે 'સંપન્ન' પ્રીમિયમ બેંકિંગ સેવાઓ શરૂ કરી
ગ્રાહકો કૃષિ ઇનપુટ્સ પર ડિસ્કાઉન્ટ, પર્સનલાઈઝ્ડ ફાઈનાન્શિયલ ઓફરિંગ અને લોન પર પ્રેફરન્શિયલ પ્રાઇસિંગ વગેરે જેવા વિશિષ્ટ લાભો મેળવી શકે છે, બેંકનો ઉદ્દેશ્ય ઉભરતા ભારતના ગ્રાહકોને તેમની આજીવિકા વધારીને અને હેલ્થકેર પેકેજ, ફેમિલી બેંકિંગ અને સમર્પિત રિલેશનશિપ મેનેજર જેવા પ્રીમિયમ લાભો દ્વારા જીવનના બહેતર ધોરણો સુધી ઉન્નત કરીને સશક્ત બનાવવાનો છે
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકોમાંની એક એક્સિસ બેંકે આજે 'સંપન્ન' લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સ્થિત વૃદ્ધિ કેન્દ્રિત અને પ્રગતિશીલ ગ્રાહક સેગમેન્ટ માટે તૈયાર કરાયેલ પ્રીમિયમ બેંકિંગ પ્રપોઝિશન છે. આ નવી ઓફર એક્સિસ બેંકની આરયુએસયુ (ગ્રામીણ અને અર્ધ-શહેરી) ગ્રાહકો માટે ગ્રાહક કેન્દ્રિત મોડલ પ્રત્યેની ચાલુ પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. સંપન્ન એ એક્સિસ બેંકના નવા યુગના ભારતને સેવા પૂરી પાડવાના મિશનનો એક ભાગ છે અને તેમાં નાણાંકીય સોલ્યુશન્સ માટે ક્યુરેટેડ અને સરળ એક્સેસ હોય તે સુનિશ્ચિત કરે છે.
સંપન્ન દ્વારા, એક્સિસ બેંક ખેતીના ઉપકરણો પર ડિસ્કાઉન્ટ, જંતુનાશકો, બિયારણ જેવા કૃષિ ઇનપુટ્સ અને પાક અંગેની માર્ગદર્શિકા, હવામાનની આગાહી અને મંડીની કિંમતો વિશે વાસ્તવિક સમયની માહિતી વગેરે જેવી વિવિધ મૂલ્યવર્ધક સેવાઓ જેવા વિશિષ્ટ લાભો ઓફર કરશે. ગ્રાહકોને કૃષિ લોન, ગોલ્ડ લોન, ટ્રેક્ટર ફંડિંગ, ઓટો અને ટુ-વ્હીલર લોન માટે પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ આપીને ક્રેડિટ સુલભતાની સુવિધા પણ આપે છે. સંપન્ન ખાસ કરીને એ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે કે ગ્રાહકોને તેમની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી નાણાંકીય સંસાધનોની સરળ એક્સેસ મળી શકે, પછી ભલે તેઓ તેમનો વ્યવસાય વિસ્તારતા હોય, વાહન ખરીદતા હોય અથવા ઘર ધરાવતા હોય.
આ ઉપરાંત, સંપન્ન કૌટુંબિક બેંકિંગ પ્રોગ્રામ, લોકર ડિસ્કાઉન્ટ, ફ્રી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ સાથે ઉચ્ચ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન મર્યાદા, ડિસ્કાઉન્ટેડ ડીમેટ સેવાઓ, એક સમર્પિત રિલેશનશિપ મેનેજર અને ઘણું બધું પણ ઓફર કરશે. એકંદર બેંકિંગ અનુભવને પૂરક બનાવતા, તે કોમ્પ્લિમેન્ટ્રી હેલ્થકેર અને પ્રોટેક્શન કવરેજ, જેમ કે રૂ. 3000 સુધીના 7-દિવસીય હોસ્પીકેશ કવર, ચોવીસે કલાક ડોક્ટર કન્સલ્ટેન્શન અને કોમ્પ્લીમેન્ટ્રી ફુલ-બોડી ચેક અપ સહિતના પ્રીમિયમ લાભો પ્રદાન કરશે.
સંપન્નના લોન્ચિંગ પર એક્સિસ બેંકના ગ્રુપ એક્ઝિક્યુટિવ અને હેડ – ભારત બેંકિંગ શ્રી મુનીશ શારદા, એક્સિસ બેંકના ગ્રુપ એક્ઝિક્યુટિવ અને હેડ – બ્રાન્ચ બેંકિંગ, રિટેલ લાયબિલિટીઝ એન્ડ પ્રોડક્ટ્સ શ્રી રવિ નારાયણે જણાવ્યું હતું કે, “સંપન્નના લોન્ચ સાથે અમે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા અમારા ગ્રાહકો માટે પ્રીમિયમ બેંકિંગ સેવાઓની સમાન એક્સેસની ખાતરી કરવા માંગીએ છીએ. કૃષિ ઇનપુટ્સ પર લાભો આપીને અને કૃષિ વૃદ્ધિને પ્રોત્સાહન આપીને, અમે ખેડૂત સમુદાયની પ્રગતિ અને ઉત્પાદકતામાં યોગદાન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સંપન્ન લોંચ એ ગ્રાહક કેન્દ્રિત પ્રોડક્ટ્સ દ્વારા ભારત બેંકિંગ ફ્રેન્ચાઇઝીનું નિર્માણ કરવા અને અંતરિયાળ ભૌગોલિક વિસ્તારોમાં પ્રવેશવાની અમારી પ્રતિબદ્ધતા છે.”
સંપન્ન દ્વારા, એક્સિસ બેંક ખેડૂતો, વેપારીઓ, સૂક્ષ્મ સાહસો વગેરે જેવા વિવિધ ગ્રાહક વર્ગો સુધી પહોંચશે, તેમના જીવનધોરણને ઉન્નત કરવાની સાથે તેમના સપનાં અને આકાંક્ષાઓને સમર્થન આપવા માટે તેના પ્રોડક્ટ સ્યુટને સંરેખિત કરશે. બેંક સમગ્ર રૂરલ વેલ્યુ ચેઈનમાં સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે ઇકોસિસ્ટમ ભાગીદારી પર ભાર આપવાનું ચાલુ રાખશે. વધુમાં, બેંક તેના બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ મોડલનો લાભ ઉઠાવશે જેથી કિફાયતી ખર્ચે હાજરી સ્થાપિત કરી શકાય અને દૂરના ગ્રામીણ સ્થળોએ સર્વિસ ડિલિવરી બહેતર બનાવી શકાય.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.