એક્સિસ બેંકે અમદાવાદમાં ‘પ્લાન્ટ-અ-ટ્રી’ અભિયાનનું આયોજન કર્યું
ભારતમાં ખાનગીક્ષેત્રની સૌથી મોટી બેંક પૈકીની એક એક્સિસ બેંકે અમદાવાદમાં શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ ખાતે ‘પ્લાન્ટ-અ-ટ્રી’, વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું.
ભારતમાં ખાનગીક્ષેત્રની સૌથી મોટી બેંક પૈકીની એક એક્સિસ બેંકે અમદાવાદમાં શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ ખાતે ‘પ્લાન્ટ-અ-ટ્રી’, વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ અભિયાનમાં બેંકની બ્રાન્ચના કર્મચારીઓ, સેનાના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક સત્તાવાળાઓ અને સ્વયંસેવકો સામેલ થયાં હતાં, જેમણે વિસ્તારમાં 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ પહેલ પર્યાવરણ સુરક્ષા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપતાં બેંકના દેશવ્યાપી કેમ્પેઇનનો હિસ્સો છે અને તેનાથી સહભાગીઓ વચ્ચે પર્યાવરણીય જાગૃતિની ભાવનાને બળ અપાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ – અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના પ્રેસિડેન્ટ કમાન્ડર બ્રિગેડિયર અનિલ કાકડે, અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના સીઇઓ ગોકુલ મહાજન અને એન્જિનિયર ઇનચાર્જ જયેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પહેલ વિશે વાત કરતાં એક્સિસ બેંકના બ્રાન્ચ બેંકિંગ, રિટેઇલ લાયાબિલિટીઝ અને પ્રોડક્ટના ગ્રૂપ એક્ઝિક્યુટિવ રવી નારાયણે કહ્યું હતું કે, “અમે દ્રઢતાથી માનીએ છીએ કે આપણા ગ્રહની સુરક્ષા કરવાની જવાબદારી દરેક વ્યક્તિની છે અને આ પહેલ દ્વારા અમે સાથી નાગરિકો વચ્ચે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવા માગીએ છીએ. આ પહેલ હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય માટેના ઘણા વૈશ્વિક પ્રયાસોમાં ઉમેરો કરશે તેમજ સુરક્ષિત અને તંદુરસ્ત પૃથ્વીની રચનાની અમારી કટીબદ્ધાને મજબૂત કરશે, જેનો શ્રેય અમે આગામી પેઢીને આપીએ છીએ.”
આ પહેલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને ટકાઉ વિકાસ પ્રત્યે એક્સિસ બેંકની વ્યાપક કટીબદ્ધતા દર્શાવે છે. બેંક વૃક્ષોના
વાવેતર વિશે જાગૃકતા ફેલાવવાની જરૂરિયાતને તથા હરિયાળી પૃથ્વીમાં ભેગા મળીને યોગદાન આપવાની મહત્વતાને સ્વિકારે છે.
ઓટોમેકર્સ 2025માં બે ડઝનથી વધુ નવા મોડલ રજૂ કરવાની યોજના સાથે વૈભવી કાર સેગમેન્ટમાં વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા છે. અહેવાલમાં જણાવાયું છે કે જો કે ઊંચા આધારને કારણે વૃદ્ધિ દર ધીમો હોઈ શકે છે, ઉદ્યોગ નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે પ્રથમ વખત વેચાણ 50,000 એકમોને વટાવી જશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે, તેથી જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કરી શકે છે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
ગાંધીનગર ખાતે આવેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ના સ્કુલ ઓફ ટેક્નોલોજીમાં ગણિત વિભાગના વડા ડૉ. પૂનમ મિશ્રાના માર્ગદર્શન હેઠળ, ડૉ. બ્રજેશ ઝા અને ડૉ. જ્વંગસર બ્રહ્મા દ્વારા તા. ૧૫-૧૭ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન "કોમ્પ્યુટેશનલ મોડલીંગ એન્ડ સસ્ટેનેબલ એનર્જી" પર ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.