એક્સિસ બેન્કે તેના 'કસ્ટમર ઓબ્સેશન'ના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવ્યા, સ્પર્શ વીક પહેલ શરૂ કરી
ભારતમાં ખાનગી ક્ષેત્રની ટોચની બેન્કો પૈકી એક એક્સિસ બેન્કે ‘કસ્ટમર ઓબ્સેશન’ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 'સ્પર્શ વીક' શરૂ કર્યું છે. જે બેન્ક અને ગ્રાહક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત છે.
ભારતમાં ખાનગી ક્ષેત્રની ટોચની બેન્કો પૈકી એક એક્સિસ બેન્કે ‘કસ્ટમર ઓબ્સેશન’ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 'સ્પર્શ વીક' શરૂ કર્યું છે. જે બેન્ક અને ગ્રાહક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત છે. આ પહેલના ભાગરૂપે, બેન્કે તેના કર્મચારીઓ માટે કસ્ટમર ઓબ્સેશનની ભાવના અને જુસ્સાને વધુ મજબૂત બનાવતાં ગ્રાહક કેન્દ્રિત પ્રવૃત્તિઓનું શ્રેણીબદ્ધ આયોજન કર્યું છે. બેન્કે આ સપ્તાહ દરમિયાન શૈક્ષણિક અને ગ્રાહક-કેન્દ્રિત પ્રવૃત્તિઓનું પણ આયોજન કર્યું છે, જેનાથી બેન્કના કર્મચારીઓ અને ગ્રાહકોને તેની સફળતા, ઈનોવેશન અને ટ્રાન્સફોર્મેશનની સફર સાથે જોડવામાં આવશે.
સ્પર્શ વીકનું આયોજન 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાં એક્સિસ બેન્કની 5000+ શાખાઓ અને રિટેલ એસેટ કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. આ સપ્તાહ દરમિયાન 15થી વધુ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેનું તમામ 95k+ Axis Bank કર્મચારીઓ માટે લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે, એક્સિસ બેન્કે સ્પર્શ વીકને તેના ત્રણ મુખ્ય સિદ્ધાંતો સાથે જોડ્યું છે: સાંભળો, પ્રતિક્રિયા આપો અને ઉજવણી કરો (લિસન, એક્ટ એન્ડ સેલિબ્રેટ). તે ગ્રાહકોની જરૂરિયાતો અને ચિંતાઓને વધુ સારી રીતે સમજવા વિવિધ ટચપૉઇન્ટ દ્વારા 'સાંભળવા' (Listening) પર ભાર મૂકે છે; ગ્રાહકોના પ્રતિસાદ અને પ્રશ્નો પર તરત જ ‘પ્રતિક્રિયા’ (Acting) આપે છે અને એક્સિસ બેન્ક તેના ગ્રાહકો સાથેના અમૂલ્ય જોડાણની ‘ઉજવણી’ (Celebrating) કરે છે.
સ્પર્શ વીક 2023ની પહેલ અંગે એક્સિસ બેન્કના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી સુબ્રતમોહંતીએ જણાવ્યું હતું કે, “એક્સિસ બેન્કમાં, અમે દિલ સે ઓપન છીએ અને અમે ગ્રાહકોને ઉચ્ચતમ સ્તરની સુવિધા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા ગ્રાહકોની માહિતી અને ફિડબેકને સાંભળી, પ્રતિક્રિયા આપી ઉજવણી કરવાનું જારી રાખ્યું છે. Sparsh આ ભાવનાને સમાવતી પહેલ છે, કે જે તેમના સપનાઓ અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં ભાગીદાર અને સમર્થક બનવાની અમારી નીતિને પરિપૂર્ણ કરે છે. અમે દાયકાઓથી તેમનો વિશ્વાસ મેળવ્યો છે, અને અમે તેમને એક અનેરો બેન્કિંગ અનુભવ આપવાનો પ્રયત્ન જારી રાખીશું.”
સ્પર્શ વીકનો જુસ્સો બેન્કના કર્મચારીઓને ગ્રાહક અનુભવ વધારવા માટે સશક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમની એક સપ્તાહ લાંબી સિરિઝ દ્વારા, એક્સિસ બેન્ક તેના ગ્રાહકોને સશક્ત બનાવવા, વિશ્વાસ વધારવા અને ગ્રાહક સંતોષને પ્રાથમિકતા આપવાના વચનને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.
બેન્ક 'માસ્ટરક્લાસ - ઇન્સ્પાયર સિરીઝ' જેવા રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેમાં સ્વિગી, સહિતના ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા ગ્રાહક કેન્દ્રિત મનોરંજકની પરિવર્તનશીલ કહાનીઓ રજૂ કરશે; 'કોલ લિસનિંગ સેશન્સ' બેન્કને ગ્રાહકની ચિંતાઓને ઓળખવામાં અને તેનું નિરાકરણ કરવામાં મદદ કરશે; 'કસ્ટમર પ્રોટેક્શન' છેતરપિંડી નિવારણ અને સુરક્ષા પગલાં વિશે જાગૃતિ ફેલાવશે અને 'ટાઇમલેસ સ્ટાર્સ' લાયક કર્મચારીઓને પ્રશંસાના ટોકન સાથે સન્માનિત કરી તેના ગ્રાહકો સાથે એક્સિસ બેન્કના જોડાણની ઉજવણી કરશે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.
બુધવારે BSE સેન્સેક્સ 984.23 પોઈન્ટના ઘટાડા સાથે 77,690.95 પોઈન્ટ પર બંધ થયો હતો. આ રીતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 324.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,559.05 પોઈન્ટ પર બંધ થયો હતો.