એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)થી રૂ. 600 કરોડ એકત્રિત કર્યા
ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે જાહેરાત કરી છે કે તેણે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)માંથી રૂ. 600 કરોડથી વધુ એકત્ર કર્યા છે.
મુંબઈ : ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે જાહેરાત કરી છે કે તેણે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)માંથી રૂ. 600 કરોડથી વધુ એકત્ર કર્યા છે. ફંડ 28મી નવેમ્બર 2023ના રોજ ખુલ્યું હતું અને 04મી ડિસેમ્બર 2023ના રોજ બંધ થયું હતું. ક્રિસિલ અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેટ ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરાયેલ, તે મધ્યમ વ્યાજ દરના જોખમ અને મધ્યમ ધિરાણ જોખમ સાથે ક્લોઝ એન્ડેડ ડેટ સ્કીમ છે. સચિન જૈન તેના ફંડ મેનેજર છે.
હાઇ-ક્વોલિટી મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ફેલાયેલ વર્તમાન યિલ્ડ કર્વ અને પ્રવર્તમાન માર્કેટ સેન્ટિમેન્ટ્સ ટૂંકા ગાળાના પાર્કિંગ સોલ્યુશન્સ શોધી રહેલા ફિક્સ્ડ ઇન્કમ રોકાણકારો માટે એક આદર્શ તક આપે છે.
ફિક્સ્ડ ટર્મ પ્લાન્સ (એફટીપી) ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે જેમ કે ટ્રેઝરી બિલ્સ (ટી-બિલ) કોમર્શિયલ પેપર્સ (સીપી), સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ (સીડી), સરકારી અને કોર્પોરેટ બોન્ડ્સ. ફંડ મેનેજર વિવિધ ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ (જે સ્કીમની મેચ્યોરિટી પર અથવા તે પહેલાં મેચ્યોર થાય છે) વચ્ચે શ્રેષ્ઠ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ પ્રાપ્ત કરવાના પ્રયાસ સાથે સ્કીમની એસેટ્સ ફાળવે છે. રોકાણકારોને સિક્યોરિટીઝની ગુણવત્તા અને સંકળાયેલા જોખમો અંગે માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવવા માટે, એફટીપી એવા ઇન્સ્ટ્રુમેન્સ જાહેર કરે છે જેમાં તેઓ ઇચ્છિત એલોકેશન ટેબ હેઠળ રોકાણ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ બી. ગોપકુમારે જણાવ્યું હતું કે, “ફંડને મળેલો મજબૂત પ્રતિસાદ ભારતીય મની માર્કેટ સ્પેસમાં હાલમાં ઉપલબ્ધ તકોને દર્શાવે છે. ફિક્સ્ડ મેચ્યોરિટી પ્રોડક્ટ્સનો ઉદ્દેશ્ય રોકાણકારોને સ્થિરતા પ્રદાન કરવાનો છે કારણ કે અમે ચોથા ત્રિમાસિક ગાળામાં આગળ વધીએ છીએ, જે ઘણીવાર ડેટ માર્કેટ માટે અસ્થિર સમયગાળો હોય છે. આગામી યુએસ ફેડ જાહેરાત, એડવાન્સ ટેક્સ સિઝન અને 2024 માટે યુનિયન બજેટ જેવી કેટલીક ઘટનાઓ આગામી 3 મહિનામાં દરોને અસ્થિર રાખે તેવી શક્યતા છે. અમે જે ઝડપે ફંડનું ભંડોળ ઊભું કર્યું છે તે અમારા રોકાણકારો અને ભાગીદારોનો અમારામાં રહેલો વિશ્વાસ અને ફિક્સ્ડ ઇન્કમ માર્કેટની સંભાવના દર્શાવે છે.”
For more information, please visit www.axismf.com
ડિસેમ્બરમાં શરૂ થયેલ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નવા વર્ષમાં પણ અટક્યો નથી. નવા વર્ષના પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે.
સોમવારે પણ ટાટા મોટર્સના શેરમાં 2.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 5 મહિનામાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1.65 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. એક સમયે કંપની વેલ્યુએશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઓટો કંપની બની ગઈ હતી.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સોમવારે અદાણી વિલ્મર લિમિટેડમાં તેના 44 ટકા હિસ્સામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની જાહેરાત કરી હતી. અદાણી બે તબક્કામાં બિઝનેસમાંથી બહાર થઈ જશે. આ ડીલથી અદાણી ગ્રુપને $2 બિલિયન મળવાની ધારણા છે.