આયુષ્માન ભવ : યોજનાનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે આયુષ્માન ભવ:નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો.
આણંદ:ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે આયુષ્માન ભવ : નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાઈને સ્વાસ્થ્ય સુવિધા ક્ષેત્રમાં આયુષ્માન ભવ : કાર્યક્રમ થકી કીર્તિમાન બનશે જે પુરા વિશ્વમાં એક રેકોર્ડ બનશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધા મળશે. હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના માધ્યમથી અંત્યોદય સુધી સુપર સ્પેશિયાલિટી સર્વિસ પહોંચાડવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
આ વર્ચ્યુઅલ કર્યક્રમને આણંદ ટાઉનહોલ ખાતેથી આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર સહિતના મહાનુભાવોએ નિહાળ્યો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેનએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે સક્ષમ ના હોવાના કારણે ઘરના કોઈ સભ્યને ગંભીર પ્રકારની બીમારી આવી પડે તેવા સમયે જો આયુષ્માન કાર્ડ તમારી પાસે હશે તો રૂપિયા ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી શકે છે. સરકારની આ યોજના દ્વારા ધાત્રી માતાઓ, સગર્ભા મહિલાઓ અને કુપોષિત બાળકોને, છેવાડાના માનવીને શ્રેષ્ઠ આરોગ્યની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબધ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમના માધ્યમથી વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેના કારણે ગામે ગામ આ યોજનાની જાણકારીથી અને તેનો લાભ મેળવવાથી કોઈ વંચિત ન રહી જાય તે જોવા પણ તેમણે ખાસ અપીલ કરી હતી.
પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. બી. કાપડિયાએ સૌને આવકારી આયુષ્માન ભવ : યોજના વિશે સવિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા 30 વર્ષથી ઉપરના તમામનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને પાંચ વર્ષ સુધીના બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવશે. ઉપરાંત ગામે ગામ આયુષ્માન ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવશે. આરોગ્ય મેળા યોજવામાં આવશે તેનો લાભ મેળવી કોઈ પણ વ્યક્તિ કે જેમને આયુષ્માન કાર્ડ મળવા પાત્ર છે તે તેના લાભથી વંચિત ન રહી જાય તે જોવા પણ તેમણે વિનંતી કરી હતી.
કાર્યક્રમના અંતમાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયકે આભાર દર્શન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર અને મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ અને આભા આઈડી નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોષણ કીટ અને પ્રોટીન પાવડર આપવામાં આરોગ્ય વિભાગને સહકાર આપનાર નિવેદિતા ફાઉન્ડેશન, એલ.આઈ.સી.- આણંદ, સહજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ- ઝારોલા અને રોટરી ક્લબના પ્રતિનિધિઓને નિક્ષય મિત્રનું પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ડોક્ટર અને કર્મયોગીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.