કોડીનાર તાલુકામાં આયુષ્યમાન કાર્ડ તથા રેશન કાર્ડ ઈકેવાયસી કેમ્પ યોજાયો
આયુષ્યમાન કાર્ડ દરેક કોમ્પ્યુટર સેન્ટર પર નીકળતુ હોય બાકી રેહતા તમામ લોકોએ વેહલી તકે કઢાવી લેવા ખાસ વિનંતી છે.
કોડીનાર તાલુકામાં કોડીનાર નગરપાલીકા તથા તાલુકા હેલ્થ ઓફીસ કોડીનાર નાં સંયુક્ત ઉપક્રમે બે દિવસીય કેમ્પ યોજાયો. માન. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન વાંજા સાહેબ તથા કોડીનાર નગર પાલિકા પૂર્વપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી નાં પ્રયાસોથી કોડીનાર તાલુકાની લોકમાંગણી અને જનતાની સેવા માટેના આ કેમ્પમાં કુલ ૨૬૫૩ જેટલાં લાભાર્થીઓએ આ કેમ્પ નો લાભ લીધેલ. જેમાં pmjay કાર્ડ - ૪૭૮, રેશન કાર્ડ kyc - ૬૧, આધાર કાર્ડ અપડેટ - ૧૩૩ લાભાર્થીઓને સ્થળ પર જ કાર્ડ કાઢી સેવા આપવામાં આવેલ.
સમગ્ર કેમ્પ ને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફીસ કોડીનાર તથા આરોગ્ય કર્મચારીઓએ ભારે જહેમત ઊઠાવી હતી લોકોએ પણ આ કેમ્પ ની સેવા ને બિરદાવી હતી. આયુષ્યમાન કાર્ડ દરેક કોમ્પ્યુટર સેન્ટર પર નીકળતુ હોય બાકી રેહતા તમામ લોકોએ વેહલી તકે કઢાવી લેવા ખાસ વિનંતી છે.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."