આયુષ્માન ખુરાનાના હાથ લાગી સૌરવ ગાંગુલીની બાયોપિક
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલીની બાયોપિકમાં જોવા મળવાનો છે
Sourav Ganguly Biopic: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સૌરવ ગાંગુલીની બાયોપિકને લઈને દિવસેને એક યા બીજા અહેવાલો સામે આવી રહ્યા છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના સૌરવ ગાંગુલીની બાયોપિકમાં જોવા મળવાનો છે. રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સે તેને આ માટે કાસ્ટ કર્યો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રણબીર કપૂર સૌરવ ગાંગુલીની બાયોપિકમાં જોવા મળવાનો છે. જોકે રણબીરે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેને આ અંગે કોઈ જાણકારી નથી.
પીપિંગમૂનના અહેવાલ મુજબ લવ ફિલ્મ્સ સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવવા માટે તૈયાર છે. આ માટે મેકર્સ એક્ટર આયુષ્માન ખુરાના સાથે સતત વાતચીત કરી રહ્યા છે. એક સૂત્રએ તેના વિશે જણાવ્યું કે, મેકર્સ છેલ્લા ઘણા મહિનાઓથી આયુષ્માનના સંપર્કમાં છે.
આ અંગે અત્યાર સુધી ઘણી વખત ચર્ચા થઈ છે. મેકર્સનું માનવું છે કે આયુષ્માન ખુરાના સૌરવ ગાંગુલીનું પાત્ર સારી રીતે ભજવશે. સૌરવ ગાંગુલીએ પણ આ બાયોપિક માટે આયુષ્માનની કાસ્ટિંગને મંજૂરી આપી દીધી છે. દાદા ટૂંક સમયમાં આયુષ્માનને મળવાના છે. ખબર છે કે શૂટિંગ પહેલા આયુષ્માને પહેલા ક્રિકેટની ટ્રેનિંગ લેવી પડશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મને ઐશ્વર્યા રજનીકાંત ડિરેક્ટ કરવા જઈ રહી છે.
હર્ષવર્ધન રાણેના પગમાં ઈજા અને જિરાફ પ્રત્યેના પ્રેમની રમૂજી વાર્તા વાયરલ થઈ રહી છે. જાણો સનમ તેરી કસમ સ્ટારની ફિલ્મ દીવાનિયતના સમાચાર.
ભારતમાં PVR જેવા મલ્ટિપ્લેક્સ લાવનાર અને જોકર અને મેટ્રિક્સ જેવી મહાન ફિલ્મોનું નિર્માણ કરનારી કંપની વિલેજ રોડ શોએ યુએસ કોર્ટમાં પોતાને નાદાર જાહેર કરી દીધી છે. કંપની કહે છે કે તેનું વોર્નર બ્રધર્સ ડિસ્કવરી ઇન્ક. ત્યારથી તે લાંબી કાનૂની લડાઈમાં સામેલ છે, જેના કારણે તે નાદારીની આરે છે.
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ૮૨ વર્ષની ઉંમરે પણ ફિલ્મો અને ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં સક્રિય છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરે છે. બિગ બીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેના પર તેમની કર જવાબદારી ૧૨૦ કરોડ રૂપિયા છે.