આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું
કંપનીના આઈપીઓમાં રૂ. 2,400 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે, જેનું મૂલ્ય રૂ. 5,000 મિલિયન સુધીનું છે.
આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.
કંપનીના આઈપીઓમાં રૂ. 2,400 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે, જેનું મૂલ્ય રૂ. 5,000 મિલિયન સુધીનું છે.
વેચાણ માટેની ઓફરમાં રાકેશ ચોપદાર દ્વારા રૂ. 1,700 મિલિયન સુધીના ઇક્વિટી શેર, પિરામલ સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ દ્વારા રૂ. 2,800 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ અને ડીએમઆઈ ફાઇનાન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 500 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
કંપની ઓફરમાંથી મળેલી ચોખ્ખી આવકનો કંપનીના મૂડી ખર્ચ, કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક રીતે પુન:ચુકવણી/પૂર્વ ચુકવણી તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
આઝાદ એન્જિનિયરીંગ એરોસ્પેસ અને ડિફેન્સ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ ઉદ્યોગોમાં, હાઈલી એન્જિનિયર્ડ, કોમ્પ્લેક્સ અને મિશન અને લાઇફ-ક્રિટિકલ કમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરતા ગ્લોબલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“ઓઈએમ”)ને સપ્લાય કરતા તેમના ક્વોલિફાઈડ પ્રોડક્ટ લાઈન્સના મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે. કંપની કોમ્પ્લેક્સ અને હાઈડી એન્જિનિયર્ડ પ્રિસિઝન ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરે છે જે મિશન અને લાઇફ-ક્રિટિકલ છે અને તેથી તેમના કેટલીક પ્રોડક્ટ્સમાં “ઝીરો પાર્ટ્સ પર મિલિયન” ખામીની જરૂર હોય છે.
આઝાદ એન્જિનિયરિંગ ચીન, યુરોપ, યુએસએ અને જાપાનના ઉત્પાદકો સાથે સ્પર્ધા કરે છે. તેમના ગ્રાહકોમાં એરોસ્પેસ અને ડિફેન્સ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ ઉદ્યોગોમાં ગ્લોબલ ઓઈએમ જેવા કે જનરલ ઈલેક્ટ્રિક, હનીવેલ ઈન્ટરનેશનલ ઈન્કોર્પોરેશન, મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સિમેન્સ એનર્જી, ઈટોન એરોસ્પેસ અને મેન એનર્જી સોલ્યુશન્સ એસઈ જેવા ગ્લોબલ ઓઈએમનો સમાવેશ થાય છે.
આઝાદ એન્જિનિયરિંગના કમ્પોનેન્ટ્સ તેની શરૂઆતથી યુએસએ, ચીન, યુરોપ, મધ્ય પૂર્વ અને જાપાન જેવા દેશોમાં સપ્લાય કરવામાં આવ્યા છે. આથી તેઓ ઓઈએમ માટે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મુખ્ય કડી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2020માં તેની આવક રૂ. 1,240.00 મિલિયનથી વધારીને નાણાંકીય વર્ષ 2023માં રૂ. 2,516.75 મિલિયન કરી છે (નાણાંકીય વર્ષ 2020 અને 2023 વચ્ચેના 27%નો સીએજીઆર) જેમાં નાણાંકીય વર્ષ 2023માં એડજસ્ટેડ એબિટા માર્જિન 31.61% છે. આઝાદ એન્જિનિયરિંગ સૌથી ઝડપથી વિકસતા ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે (નાણાંકીય વર્ષ 2020-2023 વચ્ચેના સમયગાળા માટે આવક વૃદ્ધિની દ્રષ્ટિએ) અને તેમના દ્વારા સેવા પૂરી પડાતા મુખ્ય ઉદ્યોગો માટેના મશીન કમ્પોનેન્ટ્સ માટેની મુખ્ય કંપનીઓમાં સૌથી વધુ એબિટા માર્જિન ધરાવે છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.