આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડનો આઈપીઓ 20 ડિસેમ્બર, 2023ના રોજ ખુલશે
આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડના રૂ. 2 પ્રત્યેકની ફેસ વેલ્યુ (“ઇક્વિટી શેર્સ”)ના ઇક્વિટી શેર દીઠ રૂ.499થી રૂ. 524 પ્રતિ ઇક્વિટી શેર પર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદ : આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડે (“કંપની”) બુધવાર, 20 ડિસેમ્બર,2023ના રોજ તેની ઇક્વિટી શેર્સના આઈપીઓ (“ઓફર”) ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો સમયગાળો બિડ/ઓફર ખોલવાની તારીખના એક દિવસ પહેલા છે એટલે કે મંગળવાર, ડિસેમ્બર 19, 2023. બિડ/ઓફરની અંતિમ તારીખ શુક્રવાર, 22 ડિસેમ્બરના રોજ હશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 499 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 524 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 28 ઇક્વિટી શેર અને ત્યાર બાદ 28 ઇક્વિટી શેરના ગુણાંક માટે કરી શકાય છે.આ ઓફરમાં રૂ. 2,400.00 મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના તેના જેટલા ઈક્વિટી શેરના નવા ઇશ્યૂનો અને રૂ. 5,000.00 મિલિયન સુધીના ઈક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે જેમાં રાકેશ ચોપદાર દ્વારા રૂ. 2,049.65 મિલિયન સુધીના, પિરામલ સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ દ્વારા રૂ. 2,608.51 મિલિયન સુધીના અને ડીએમઆઈ ફાઇનાન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 341.84 મિલિયન સુધી (સામૂહિક રીતે, “સેલિંગ શેરહોલ્ડર”) (આ ઇક્વિટી વેચાણકર્તા શેરધારકો દ્વારા ઓફર કરવામાં આવે છે, “ઓફર કરેલ શેર્સ”)નો સમાવેશ થાય છે.
કંપની ઓફરમાંથી મળેલી ચોખ્ખી આવકનો કંપનીના મૂડી ખર્ચ, પુન:ચુકવણી/પૂર્વ ચૂકવણી, કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ની શરતોમાં કરવામાં આવી રહી છે, જે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચવામાં
આવેલા સુધારા (“SCRR”) મુજબ છે. આ ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(1) અનુસાર અને બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના મહત્તમ 50% લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. (“QIBs” અને આવો ભાગ, “QIB ભાગ”).
અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી ભાગના 60% સુધી ફાળવી શકે છે, જેમાંથી ઓછામાં ઓછો એક તૃત્યાંશ ભાગ માત્ર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઈન્વેસ્ટર ફાળવણી કિંમત અથવા તેનાથી ઉપરની માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધીન રહેશે.
એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં, બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. વધુમાં, નેટ ક્યુઆઈબી ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, અને બાકીનો ચોખ્ખો ક્યુઆઈબી ભાગ મ્યુચ્યુઅલ ફંડ સહિત એંકર ઇન્વેસ્ટર્સ સિવાયના અન્ય તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થતી માન્ય બિડ્સને આધીન રહેશે. વધુમાં, નેટ ઓફરનો લઘુતમ 15% હિસ્સો બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જેમ કે: (એ) બિન-સંસ્થાકીય રોકાણકારોને ઉપલબ્ધ ભાગનો એક તૃતીયાંશ ભાગ રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ.1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે અને (બી) બિન- સંસ્થાકીય રોકાણકારો માટે ઉપલબ્ધ ભાગનો બે તૃતીયાંશ ભાગ રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે, જો કે અનસબ્સ્ક્રાઇબ કરેલ ભાગ બંનેમાંથી કોઈ એકમાં બિન-સંસ્થાકીય રોકાણકારોની અન્ય પેટા-શ્રેણીમાંના અરજદારોને આવી પેટા-શ્રેણીઓ ફાળવવામાં આવી શકે છે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. વધુમાં, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”) ને ફાળવણી માટે નેટ ઓફરનો લઘુતમ 35% હિસ્સો ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધીન રહેશે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.