BIMTECHએ ઉદ્યોગની વધતી માગને પૂર્ણ કરવા વ્યાપક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ કોર્સ રજૂ કર્યો
વૈશ્વિક બજારોમાં એઆઇ-પ્રશિક્ષિત પ્રોફેશ્નલ્સની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. અગ્રણી ભારતીય આઇટી કંપનીઓએ પણ તાજેતરમાં એઆઇ સાથે સંકળાયેલી નોકરીઓ માટે 4 લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડસ્ટ્રીની આ જરૂરિયાતને ધ્યાનમાં લેતાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (BIMTECH) એ "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં બે વર્ષનો ફુલ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ [PGDM]" શરૂ કર્યો છે.
નવી દિલ્હી : વૈશ્વિક બજારોમાં એઆઇ-પ્રશિક્ષિત પ્રોફેશ્નલ્સની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. અગ્રણી ભારતીય આઇટી કંપનીઓએ પણ તાજેતરમાં એઆઇ સાથે સંકળાયેલી નોકરીઓ માટે 4 લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડસ્ટ્રીની આ જરૂરિયાતને ધ્યાનમાં લેતાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (BIMTECH) એ "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં બે વર્ષનો ફુલ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ [PGDM]" શરૂ કર્યો છે. આ પ્રોગ્રામનો હેતુ વિવિધ ડોમેન્સમાં મેનેજમેન્ટ વિષયો સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ ટેક્નોલોજીનું સંકલન પૂરું પાડવાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે જોડાણને પ્રોત્સાહિત કરવાનો તથા ટેક્નિકલ કુશળતા, એનાલિટિકલ ક્ષમતાઓ ધરાવતા તથા કાર્યક્ષમ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા મેનેજમેન્ટ પ્રોફેશનલ્સના જૂથની સ્થાપના કરવાનો છે.
આ 24 મહિનાનો પ્રોગ્રામ છે. જે વિદ્યાર્થીઓ પીજીડીએમ સફળતાપૂર્વક પૂર્ણ કરશે તેઓ ફાઇનાન્સ, એજ્યુકેશન, ઓટોમોટિવ, રિટેઇલ, એન્ટરટેઇનમેન્ટ, સાયબર સિક્યુરિટી અને ટકાઉ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક એઆઇ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવા માટે લાયક બનશે તેમજ એઆઇનો ઉપયોગ કરીને ફાઇનાન્સિયલ પોર્ટફોલિયોનું સંચાલન, સ્માર્ટ લોજિસ્ટિક્સ સિસ્ટમને વિકસાવવી અને ગોઠવવી અને ઈ-કોમર્સ વગેરે માટે રેકમન્ડર સિસ્ટમ્સ વિકસાવી શકશે. એઆઇને 75 ટકા કંપનીઓ દ્વારા અપનાવવામાં આવે તેવી ધારણા છે તેમજ તેના સ્તરમાં વધારો થવાનો અંદાજ છે, જ્યાં 50 ટકા સંસ્થાઓ રોજગાર વૃદ્ધિમાં તેની અપેક્ષા રાખે છે.
BIMTECHના ડાયરેક્ટર ડો. હરિવંશ ચતુર્વેદીએ કહ્યું હતું કે, “ભારતમાં એઆઇ અને ડેટા સાયન્સ પ્રોફેશ્નલ્સની માગ વર્ષ 2024 સુધીમાં 1 મિલિયનને પાર કરી જવાનો અંદાજ છે તથા હાલમાં આ પ્રોફેશ્નલની માગ અને સપ્લાયમાં 51 ટકાનું અંતર છે. નિષ્ણાંતોના અંદાજ મૂજબ વર્ષ 2030 સુધીમાં મુખ્યત્વે એઆઇ આધારિત ડેટા સાયન્સ અને મેથેમેટિકલ સાયન્સ સંબંધિત નોકરીની માગમાં 31.4 ટકાનો વધારો થશે.”
BIMTECHના ડીન-એકેડેમિક્સ, પ્રો. એસ.એસ. દુબેએ કહ્યું હતું કે, “એઆઈ અને ડીએસને મેનેજમેન્ટ શિક્ષણ સાથે એકીકૃત કરીને વિદ્યાર્થીઓ બહુવિધ કુશળતા મેળવશે, જે પરંપરાગત સીમાઓને પાર કરે છે. આ ડોમેન્સનું ફ્યુઝન શીખનારાઓને જટિલ ડેટા પેટર્ન સમજવા, નવીન વ્યૂહરચનાઓને આગળ ધપાવવી તથા માહિતી આધારિત ડેટા આધારિત નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે. આ ફ્યુઝન એ ઝડપથી વિકસતા લેન્ડસ્કેપમાં આગળ રહેવા માટે મહત્વપૂર્ણ છે, જે ભવિષ્યમાં બિઝનેસ વર્લ્ડની જટિલતાઓમાંથી આગળ વધવા વ્યક્તિઓને સક્ષમ કરશે.”
આ પ્રોગ્રામનું ધ્યાન વાસ્તવિક-વિશ્વના વ્યવસાયિક પડકારોને ઉકેલવા માટે એઆઇ સંચાલિત વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવામાં નિપૂણ એવા સ્વપ્નદ્રષ્ટા નેતાઓનું નિર્માણ કરવાનું છે. આ પ્રોગ્રામનો વ્યાપક અભિગમ અનુભવ સાથે સૈદ્ધાંતિક ફાઉન્ડેશનને એકીકૃત કરીને ગ્રેજ્યુએટ્સને ગતિશીલ એઆઇ લેન્ડસ્કેપમાં આગળ વધવા માટે જરૂરી કુશળતા પ્રદાન કરવાની ખાતરી આપે છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.