બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેક આવ્યો, મુંબઈના લીલાવતીમાં દાખલ
ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત ઠીક છે.
મુંબઈ: બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેક આવ્યો, સાંજે 4.30 વાગ્યે મુંબઈના લીલાવતીમાં દાખલ કરવામાં આવ્યા. ડો.જલીલ પારકરની દેખરેખ હેઠળ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તેમની એન્જિયોપ્લાસ્ટી ડો. જલીલ પારકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી અને તેઓ હાલ આઈસીયુમાં દાખલ છે.
મળતી માહિતી મુજબ શાહનવાઝની હાલત હવે સારી હોવાનું કહેવાય છે. મંગળવારે સાંજે 4.30 કલાકે તેમને લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ECG ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ગત મહિને પણ તેમની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને એઈમ્સ, નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સના ડૉક્ટરોએ પછી તેમને વાયરલ ન્યુમોનિયા હોવાનું નિદાન કર્યું અને સારવાર બાદ આરામ કરવાની સલાહ આપી.
પ્રધાનમંત્રીએ સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી, ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
જો તમે વિદેશમાં ભણવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક તરફ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ તેમના વિઝા અને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીના દરવાજા ખુલ્લા કરી દીધા છે તો બીજી તરફ ન્યૂઝીલેન્ડે સ્ટડી વર્ક વિઝાના નિયમોમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે.