છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતાની હત્યા, નક્સલવાદીઓએ કુહાડીથી હુમલો કર્યો
છત્તીસગઢમાં નક્સલવાદીઓએ ફરી એક બીજેપી નેતાની હત્યા કરી નાખી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપના એક નેતાની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. નક્સલીઓએ તેના પર કુહાડી વડે હુમલો કરીને તેનો જીવ લીધો હતો.
રાયપુરઃ છત્તીસગઢના બીજેપી નેતા રતન દુબેની શનિવારે નારાયણપુર જિલ્લામાં અજાણ્યા નક્સલવાદીઓએ હત્યા કરી નાખી હતી. આ ઘટના 7 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ત્રણ દિવસ પહેલા બની હતી. દુબે, જે નારાયણપુરમાં બીજેપીના જિલ્લા અધ્યક્ષ હતા, તેઓ કૌશલનાર ગામમાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે માર્યા ગયા. પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા નક્સલવાદીઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને દુબેની હત્યા કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ હત્યામાં સંડોવાયેલા લોકોને પકડવાના પ્રયાસો ચાલુ છે.
હત્યાની ઘટના પર શોક વ્યક્ત કરતા ભાજપના નેતા ઓમ માથુરે એક સંદેશમાં કહ્યું કે, સમગ્ર પાર્ટી નક્સલવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યની નિંદા કરે છે.
નારાયણપુરમાં બીજેપી નેતાની હત્યા પર બીજેપી ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે કહ્યું, "ભાજપ કાર્યકર્તાઓની ટાર્ગેટ કિલિંગ સતત થઈ રહી છે. થોડા દિવસ પહેલા મોહલા-માનપુરમાં થયું હતું અને આજે નારાયણપુરમાં થયું છે. રાજ્ય સરકાર રાજકીય કાર્યકરોને સુરક્ષા આપી શકતી નથી તે કમનસીબી છે. અમે ચૂંટણી પંચને કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા વિનંતી કરીશું..."
જણાવી દઈએ કે આ પહેલા 20 ઓક્ટોબરના રોજ મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લાના સરખેડા ગામમાં શંકાસ્પદ માઓવાદીઓએ બીજેપી કાર્યકર બિરજુ તારામની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
છત્તીસગઢમાં નારાયણપુર એ 20 વિધાનસભા બેઠકોમાંથી એક છે જ્યાં 7 નવેમ્બરે મતદાન થવાનું છે. તે જ સમયે, છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભા માટે બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે યોજાશે, જ્યારે મત ગણતરી 3 ડિસેમ્બરે થશે. અગાઉ ભાજપના એક નેતાની હત્યાએ સનસનાટી મચાવી છે અને નક્સલવાદીઓની આ ઘટનાએ પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.