બીપીસીએલે ભારતના 77મા સ્વતંત્રતા દિવસ પર "સાઈલન્ટ વોઈસીસ" પહેલ શરૂ કરી
ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે (“બીપીસીએલ”) Youth4Jobs સાથે હાથ મિલાવીને "સાઈલન્ટ વોઈસીસ" પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાવિષ્ટતા અને વિવિધતાને ટેકો આપીને સામાજિક-આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી મુખ્ય પ્રવાહના વર્કફોર્સમાં દિવ્યાંગ યુવાનો માટે સમાન તકો પૂરી પાડી શકાય.
ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે (“બીપીસીએલ”) Youth4Jobs સાથે હાથ મિલાવીને "સાઈલન્ટ વોઈસીસ" પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાવિષ્ટતા અને વિવિધતાને ટેકો આપીને સામાજિક-આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી મુખ્ય પ્રવાહના વર્કફોર્સમાં દિવ્યાંગ યુવાનો માટે સમાન તકો પૂરી પાડી શકાય.
આશા અને સમૃદ્ધિને પ્રજ્વલિત કરવાના વિઝન સાથે, સાઈલેન્ટ વોઈસનો ઉદ્દેશ્ય સાંભળવાની અને બોલવાની અસમર્થતા ધરાવતા 250થી વધુ દિવ્યાંગ યુવાનોને દેશભરમાં 90 બીપીસીએલ ફ્યુઅલ સ્ટેશન પર કામ કરવાની તક આપવાનો છે. દિલ્હી, મુંબઈ, નવી મુંબઈ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ, ગુડગાંવ, નોઈડા અને કોલકાતા જેવા ઘોંઘાટવાળા શહેરોમાં આ પ્રતિભાશાળી વ્યક્તિઓ ઈંધણનો અનુભવ સુનિશ્ચિત કરીને ગ્રાહક સેવા પૂરી પાડવા માટે સંકેતો અને હાવભાવનો ઉપયોગ કરશે.
બીપીસીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જી. કૃષ્ણકુમારની હાજરીમાં મુંબઈના ઘાટકોપરમાં પોલીસ ફ્યુઅલ સ્ટેશન ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણકુમાર સાથે શ્રી સુખમલ કુમાર જૈન, ડિરેક્ટર (માર્કેટિંગ), શ્રી વેત્સા રામકૃષ્ણ ગુપ્તા, ડિરેક્ટર (ફાઇનાન્સ), શ્રી રાજ કુમાર દુબે, ડિરેક્ટર (એચઆર), અને શ્રી સંજય ખન્ના, ડિરેક્ટર (રિફાઇનરીઝ) તથા શ્રી સંતોષ કુમાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈન્ચાર્જ (રિટેલ) જોડાયા હતા. બીપીસીએલના વરિષ્ઠ અધિકારીઓ, Youth4Jobs અને ડીલર સમુદાયના સભ્યોની આદરણીય હાજરી સાથે ઇવેન્ટ વધુ ભવ્ય બની હતી.
સાઈલન્ટ વોઈસીસ દરેક વ્યક્તિની ક્ષમતાને ઓળખે છે, આદર આપે છે અને તેનું જતન કરે છે. બીપીસીએલ વ્યક્તિગત સમસ્યાઓને ધ્યાનમાં લીધા વિના તમામની વણઉપયોગી ક્ષમતાઓમાં નિશ્ચિતપણે માને છે. સર્વસમાવેશકતા અને વિવિધતાને અપનાવવાથી કાર્યસ્થળોને નવા જોમ અને જુસ્સા સાથે વધુ સારા ભવિષ્યને પ્રોત્સાહન મળે છે.
આ પહેલના મહત્વને સમજાવતાં શ્રી જી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, "બીપીસીએલ વિવિધતાને પ્રોત્સાહન આપવાનું અને સામાજિક આર્થિક સમાવેશ લાવવાનું ચાલુ રાખે છે. #SilentVoices દ્વારા, અમે આ હોંશિયાર યુવાનોના મૂલ્યની કદર કરવાની આશા રાખીએ છીએ, જેઓ પણ રાષ્ટ્રનિર્માણના ચક્રમાં એક અભિન્ન ભાગ છે."
બીપીસીએલ ખાતેના ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી સુખમલ કુમાર જૈને આ પહેલ અંગે પોતાનું વિઝન રજૂ કરતાં જણાવ્યું હતું કે, "સમાવેશકતાને પ્રોત્સાહન આપતી વખતે આ પહેલ, આ યુવાનોને તેઓ લાયક છે તેવી તકો પૂરી પાડીને ઘણી શક્યતાઓ ઉજાગર કરે છે. આ વાઇબ્રન્ટ ડેમોગ્રાફિકને સશક્ત બનાવવાથી ન કેવળ આપણા સમુદાયો પણ આપણું રાષ્ટ્ર પણ વધુ સશક્ત બનશે. ચાલો, આપણે સાથે મળીને આગળ આવીએ અને આપણા પ્રભાવના તમામ ક્ષેત્રમાં આ ઉમદા હેતુને વેગ આપીએ."
તાજેતરમાં, બીપીસીએલ અને Youth4Jobs એ સમજૂતી પત્ર દ્વારા તેમની ભાગીદારીને ઔપચારિક બનાવી છે. ખાસ દિવ્યાંગ યુવાનોને સશક્ત બનાવવા અને તેમના આર્થિક સમાવેશને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક આદરણીય સંસ્થા Youth4Jobs સાચી સમાનતાની ઊજવણીના સહિયારા ધ્યેયને સાકાર કરવા બીપીસીએલ સાથે નજીકથી સહયોગ કરવા તૈયાર છે.
જેમ જેમ સાઈલન્ટ વોઈસ સક્રિય રીતે આગળ વધી રહી છે, તેમ તેમ ધારણા અને પૂર્વગ્રહોના અવરોધોને તોડીને, આ અવિશ્વસનીય તકો યુવાનોને સશક્ત બનાવશે, તેમને અપ્રતિમ સમાનતા, સશક્તિકરણ અને ગૌરવ પ્રદાન કરશે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.
ભારતમાં વાઇન નિકાસ કરતા મુખ્ય દેશોમાં યુએસ (US$ 75 મિલિયન), યુએઈ (US$ 54 મિલિયન), સિંગાપોર (US$ 28 મિલિયન) અને ઇટાલી (US$ 23 મિલિયન)નો સમાવેશ થાય છે.