વર્લ્ડકપની હાર બાદ બાબર આઝમનો મોટો નિર્ણય, અચાનક સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી
આ વર્ષે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આ દરમિયાન બાબર આઝમે તેના ચાહકોને પણ નિરાશ કર્યા હતા. સુકાની તરીકે બાબર આઝમ પણ આ ટૂર્નામેન્ટમાં સંપૂર્ણ ફ્લોપ જોવા મળ્યો હતો.
પાકિસ્તાનની ટીમને વનડે વર્લ્ડ કપમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં પણ ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકી નથી. બાબર આઝમની કપ્તાનીમાં ટીમ એક પણ મહત્વપૂર્ણ મેચમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી. આ વર્લ્ડ કપમાં બાબર આઝમ પણ ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. જે બાદ પાકિસ્તાન ટીમની સાથે બાબર આઝમની કેપ્ટનશીપ પણ સવાલોના ઘેરામાં આવી ગઈ હતી. વર્લ્ડ કપમાંથી ટીમની બહાર થયા બાદ બાબર આઝમે અચાનક એક મોટો નિર્ણય લીધો અને પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી.
ટીમના કેપ્ટન તરીકે અને વર્લ્ડ કપમાં ખેલાડી તરીકેના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે હવે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. બાબર આઝમને વર્ષ 2019માં પાકિસ્તાનનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 4 વર્ષ સુધી ટીમનું સુકાન સંભાળ્યા બાદ હવે તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. હકીકતમાં, આ 4 વર્ષમાં પાકિસ્તાનની ટીમ એક પણ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. ભારતમાં રમાઈ રહેલો ODI વર્લ્ડ કપ તેની ટીમ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછો ન હતો.
બાબર આઝમે તેની કેપ્ટનશીપ છોડતી વખતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે મને તે ક્ષણ સારી રીતે યાદ છે જ્યારે મને 2019માં પાકિસ્તાનની આગેવાની માટે PCB તરફથી ફોન આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં મેં મેદાન પર અને મેદાનની બહાર ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો છે, પરંતુ મેં મારા હૃદય અને જુસ્સાથી ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ અને સન્માન જાળવી રાખવાનું લક્ષ્ય રાખ્યું છે. વ્હાઇટ-બોલ ફોર્મેટમાં નંબર 1 સ્થાન પર પહોંચવું એ ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું, પરંતુ હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોના અતૂટ સમર્થન માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું.
આજે હું તમામ ફોર્મેટમાં પાકિસ્તાનના કેપ્ટન પદેથી રાજીનામું આપું છું. આ એક અઘરો નિર્ણય છે પરંતુ મને લાગે છે કે આ કોલ કરવાનો આ યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ. હું મારા અનુભવ અને સમર્પણ સાથે નવા કેપ્ટન અને ટીમને સપોર્ટ કરવા માટે અહીં છું. મને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.