બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સની નેટ ન્યૂ બિઝનેસ વેલ્યુ FY23માં 53 % વધીને રૂ. 950 કરોડ
FY2023 દરમિયાન IRNB (ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ) ધોરણે બીજા ક્રમની ઝડપથી વૃધ્ધિ પામતી જીવન વીમા
કંપની, અત્યાર સુધીનું સર્વોચ્ચ ગ્રોટ રિટન પ્રિમીયમ (GWP) રૂ. 19,462 કરોડ અને એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) રૂ. 90,584 કરોડ.,3 વર્ષનો IRNB CAGR 39% (ઉદ્યોગમાં સૌથી ઊંચો વૃધ્ધિ દર) અને નેટ ન્યૂ બિઝનેસ વેલ્યુ CAGR 61%
દેશની અગ્રણી પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરર બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે FY 2023માં
રૂ. 950 કરોડની ન્યૂ બિઝનેસ વેલ્યુ નોંધાવીને મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યો છે, જે લાઇફ ઇન્શ્યોરન્સ બિઝનેસમાં નફાકારકતાનો મહત્વનો માપદંડ છે. ત્રણ વર્ષનો 61 ટકા CAGR હાંસલ કર્યો છે, જે મજબૂત સાતત્યપૂર્ણ અને નફાકારક વૃધ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ (IRNB) માં સર્વોત્તમ 39% CAGR હાંસલ કર્યો છે, જે પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ સેગમેન્ટમાં તેની લીડરશીપ પોઝિશન પ્રતિપાદિત કરે છે. વધુમાં, બજાજ આલિયાન્ઝ લાઇફે મોટી ખાનગી વીમા કંપનીઓમાં પોલિસી (NOP)ની સંખ્યા માં સૌથી વધુ વૃધ્ધિ નોધાવીને સમકક્ષ કંપનીઓ કરતાં સારી કામગીરી કરી છે. ગ્રાહક પર મજબૂત ફોકસ સાથે બજાજ આલિયાન્ઝ લાઇફે FY23માં 2.82 કરોડ નવા ગ્રાહકો (રિટેલ પોલિસીધારક અને ગ્રૂપ પોલિસીના સભ્યો)ને સેવા પૂરી પાડી છે.
ગ્રાહક પ્રથમની આઇડિયોલોજી સાથે બજાજ આલિયાન્ઝ લાઇફે તેનાં હિતધારકોને વૈવિધ્યપૂર્ણ અનુભવ પૂરો પાડવા
ઇનોવેશન અને ટેકનોલોજી અપનાવી છે, જે તેની પ્રોડક્ટ્સ સ્યૂટમાં પ્રતિબિંબિત થાય છે, જે FY23માં એજન્ટ્સ
અને વ્યૂહાત્મક ભાગીદારી સહિતનાં વિતરણ નેટવર્ક દ્વારા નોંધપાત્ર રીતે વધી હતી.
કંપનીએ હાંસલ કરેલી વૃદ્ધિ અંગે ટિપ્પણી કરતા બજાજ આલિયાન્ઝ લાઇફના એમડી અને સીઇઓ તરુણ ચુગે
જણાવ્યું હતું કે, “બજાજ આલિયાન્ઝમાં અમારી પ્રતિબદ્ધતા અમારા ગ્રાહકોને પ્રાથમિકતા આપવા પર છે અને અમે જે પણ કરીએ તેમાં ગ્રાહકોને પ્રથમ રાખીએ છીએ. આ આઇડિયોલોજીને કારણે અમે FY23 માં મજબૂત કામ કરી શક્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમે આગામી સમયમાં પણ આ જ રીતે કામ કરતા રહીશું. અમારી સફળતાની યાત્રામાં ટીમ અને અમારા ભાગીદારોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને આ જ ઉત્સાહ અને ધગશથી તેમને તક પૂરી પાડવાનું ચાલુ રાખવાનો અમારો વિશેષાધિકાર રહેશે.”
બજાજ આલિયાન્ઝ લાઇફે મહત્વપૂણ સંગઠન ફેરફાર પણ કર્યા છે અને આજે તેનાં 20000થી વધુ કર્મચારીઓ છે. તેઓ લાઇફ ગોલ ઇનેબલર્સ તરીકે ઉત્તમ કામ કરી રહ્યા છે, જેને કારણે કંપનીની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) 31 માર્ચ, 2023નાં રોજ વધીને રૂ. 90,584 કરોડ થઈ છે, જે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં તેની મજબૂત નાણાકીય સ્થિતિ અને નિપુણતા પ્રદર્શિત કરે છે. આ જ રીતે, કંપની સમયસર ક્લેમ સેટલમેન્ટ કરવાનાં વચનમાં પણ મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી રહી છે. FY23માં કંપનીએ 99.04%નો આકર્ષક રિટેલ ક્લેમ્સ સેટલમેન્ટ રેશિયો નોંધાવ્યો હતો, જે તેનાં પોલિસીધારકોને કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર ડેથ ક્લેમ સેટલમેન્ટ સર્વિસિસ પૂરી પાડવાની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
બજાજ આલિયાન્ઝ લાઇફે 53%નો નોંધપાત્ર વૃધ્ધિ દર નોંધાવ્યો છે. FY22માં નેટ ન્યૂ બિઝનેસ વેલ્યુ રૂ. 621
કરોડથી વધીને FY 23માં રૂ. 950 કરોડ થઈ હતી.
આ અસાધારણ વૃધ્ધિ કંપનીનાં મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયોનું પ્રમાણ છે અને નફાકારકતા તથા શેરધારક મૂલ્ય
સર્જનનું સાચું પ્રતિબિંબ છે.
કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ 39% નો IRNB CAGR હાંસલ કર્યો છે.
FY23માં માં 41 % વૃદ્ધિ, FY22માં રૂ. 3,686 કરોડની સરખાણીમાં FY23માં રૂ. 5,214 કરોડ.
કંપનીએ ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ અને રીન્યુઅલ પ્રિમીયમમાં મજબૂત વૃધ્ધિનાં જોરે 21%ની વૃદ્ધિ સાથે રૂ.
19,462 કરોડની GWP નોંધાવી. 2001માં કંપનીની સ્થાપના થઈ ત્યારથી આ અત્યાર સુધીનું સૌથી વધુ ગ્રોસ
રિટન પ્રિમીયમ છે.
કંપની પાસે સઘન વિતરણ માળખું છે, જેમાં 511 શાખાઓ, 125900 એજન્ટો અને ઇન્સિટ્યૂશનલ પાર્ટનર્સ અને
તેમની શાખાઓનો સમાવેશ થાય છે. મજબૂત નેટવર્કને કારણે બજાજ આલિયાન્ઝ લાઇફ દેશભરમાં વ્યાપક ગ્રાહકો
સુધી પહોંચી શકે છે.
કંપનીનો સોલ્વન્સી રેશિયો 516%નાં આકર્ષક દરે હતો, જે તેની મજબૂત નાણાકીય સ્થિરતા અને તેની
જવાબદારીઓ પૂરી કરવાની ક્ષમતા પુરવાર કરે છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.