બજાજ આલિયાન્ઝ લાઇફે દુબઇમાં ઉપસ્થિતિ સ્થાપી
બજાજ આલિયાન્ઝ લાઇફે આ રિજનમાં તેની પ્રથમ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ શરૂ કરી, જેમાં તેના ગ્રાહકોને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે
અગ્રણી ખાનગી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પૈકીની એક બજાજ આલિયાન્ઝ લાઇફે દુબઇમાં તેની પ્રથમ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રદેશમાં ઉપસ્થિતિમાં વિસ્તરણ દુબઇ અને જીસીસી રિજન સ્થિત એનઆરઆઇ ગ્રાહકોને તેની કસ્ટમર ફર્સ્ટ પ્રોમિસ ડિલિવર કરવાની કંપનીની રણનીતિને અનુરૂપ છે.
કંપનીની રિપ્રેઝન્ટેટિવ ઓફિસ કોઇપણ ગ્રાહકને વોક-ઇન અને ગ્રાહક સેવાનો સરળ અનુભવ મેળવવા સક્ષમ કરશે. બજાજ આલિયાન્થની પ્રોટેક્શન, ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ અને રિટાયર્મેન્ટ જેવી પ્રોડક્ટ ધરાવતા ગ્રાહકો તેમના પ્રશ્નોનો ઝડપી, સરળ અને અનૂરૂળ નિરાકરણ મેળવશે તેમજ સંબંધિત તમામ અપડેટ્સ મેળવશે. જીસીસી રિજનમાં એનઆરઆઇ ગ્રાહકોના વિશાળ આધારને જોતાં કંપની ગ્રાહક નીતિના સંદર્ભમાં અવિરત સેવાઓ ઓફર કરવા ઉપર તેમજ ફંડ વેલ્યુ અને બીજા પ્રશ્નોના નિરાકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
કંપનીના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ વિશે પ્રતિક્રિયા આપતાં બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ તરૂણ ચુગે કહ્યું હતું કે, “જીસીસીમાં વિશાળ એનઆરઆઇ સમુદાય અમારા માટે નિર્ણાયક મહત્વ ધરાવે છે અને અમે અમારી નવી ઓફિસ દ્વારા ત્યાં ઉપસ્થિતિ સ્થાપિત કરતાં ખુશી અનુભવીએ છીએ. કંપની ગ્રાહકોને સરળ અનુભવ પ્રદાન કરવા તેમજ તેમના જીવનના લક્ષ્યો ટ્રેક ઉપર રહે તે સુનિશ્ચિત કરવા સજ્જ છે. અમારા કસ્ટમર ફર્સ્ટ અભિગમ સાથે અમે કુશળ ટીમ, આધુનિક ટેક્નોલોજી અને ઇનોવેશન દ્વારા અમારી સેવાઓનું વિસ્તરણ કરતાં આનંદ અનુભવીએ છીએ, જેથી અમારા અમારા એનઆરઆઇ ગ્રાહકો સાથેનું જોડાણ સંતોષકારક રહે તે સુનિશ્ચિત કરી શકાય. મને વિશ્વાસ છે કે અમે અમારા એનઆરઆઇ ગ્રાહકોની પસંદગીના લાઇફ ઇન્સ્યોરન્સ કંપની રહેવાનું સુનિશ્ચિત કરવા આ બાબતે સતત રોકાણ કરતાં રહીશું.”
દુબઇમાં રિપ્રેઝન્ટેટિવ ઓફિસનો પ્રારંભ બજાજ આલિયાન્ઝ લાઇફની વૃદ્ધિની રણનીતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને ગલ્ફ માર્કેટમાં તેના ગ્રાહકોને સારી સેવા પ્રદાન કરવાની કંપનીની કટીબદ્ધતા પ્રદર્શિત કરે છે.
બજાજ આલિયાન્ઝ લાઇફની નવી ઓફિસ અને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો વિશે વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો - www.bajajallianzlife.com
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.