બજાજ ફિનસર્વ મહારાષ્ટ્રમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે
મુંધવા, પુણે ખાતેનું બજાજ ફિનસર્વનું કેમ્પસ, દેશમાં સૌથી મોટા નાણાંકીય સેવાઓ રોકાણોમાંનું એક હશે,બજાજ ફિનસર્વ કેમ્પસ 40,000 નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે અને તે પુણેને નાણાંકીય સેવા કેન્દ્ર તરીકે વિકસાવવાનું ચાલુ રાખશે.
ભારતના અગ્રણી અને સૌથી વધુ વૈવિધ્યસભર નાણાંકીય સેવા જૂથોમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડે આજે પુણેમાં રૂ. 5000 કરોડનો પ્રોજેક્ટ વિકસાવવા
માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જે દેશમાં સૌથી મોટા નાણાંકીય સેવાના રોકાણોમાંનું એક છે. મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને બજાજ ફિનસર્વના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજની હાજરીમાં મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ સચિવ હર્ષદીપ કાંબલે અને બજાજ ફિનસર્વના મુખ્ય નાણાંકીય અધિકારી એસ શ્રીનિવાસન દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, “બજાજ ફિનસર્વ મહારાષ્ટ્ર રાજ્યમાં જે રોકાણ કરી રહ્યું છે તેનું અમે સ્વાગત કરીએ છીએ.
અમને મહારાષ્ટ્ર સાથેના બજાજ જૂથના જોડાણ પર ગર્વ છે અને અમે આ પ્રોજેક્ટના વિકાસ માટે જરૂરી તમામ સહયોગ પ્રદાન કરીશું.” બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે પર્યાવરણના ભોગે વૃદ્ધિ ન થવી જોઈએ. આમ, અમારા ESG ફોકસને અનુરૂપ, પ્રોજેક્ટનું આયોજન ટકાઉ વિકાસ તરીકે કરવામાં આવ્યું છે જે ગ્રીન સોલ્યુશન્સ અને નેટ-ઝીરો અભિગમ સાથેના પ્રમાણપત્રોના ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરે છે. અમારા જૂથને સતત સમર્થન આપવા બદલ અમે મહારાષ્ટ્ર સરકારનો આભાર માનીએ છીએ. પુણે બજાજ ફિનસર્વની વૃદ્ધિ યાત્રાનો નોંધપાત્ર ભાગ છે અને રહેશે.
બજાજ ફિનસર્વ કેમ્પસનું પુણેમાં એક પ્રતીકાત્મક સીમાચિહ્ન તરીકે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બજાજ ફિનસર્વની વિશ્વકક્ષાની વર્કસ્પેસ હશે. આ પ્રોજેક્ટ 40,000 નોકરીઓનું સર્જન કરશે અને પુણેને નાણાંકીય કેન્દ્ર તરીકે વિકસાવવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા છે. પ્રોજેક્ટ પર કામ વર્ષ 2023માં શરૂ થશે અને તે અત્યાધુનિક કનેક્ટિવિટી અને વ્યવસાય માટે સુવિધાઓની કલ્પના કરે છે. વિકાસની સામાજિક અને આર્થિક બંને રીતે સકારાત્મક અસર પડશે, કારણ કે તે પુણે અને તેની આસપાસ તેમજ વૈશ્વિક સ્તરે ભાગીદારો, વિક્રેતાઓ, સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટરો માટે નવી નોકરીઓ અને વ્યવસાયની તકો ઊભી કરશે.
બજાજ ફિનસર્વના ગ્રૂપ એકમોમાં બજાજ ફાઇનાન્સ, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સિયલ
સિક્યોરિટીઝ, બજાજ વેન્ચર્સ, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ, બજાજ ફિનસર્વ હેલ્થ અને બજાજ ફિનસર્વ માર્કેટ્સનો સમાવેશ થાય છે. પુણેમાં મુખ્યમથક ધરાવતું, બજાજ ફિનસર્વ ગ્રૂપ સમગ્ર ભારતમાં 4,500થી વધુ સ્થાનો દ્વારા 100 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે અને તેના સામાજિક પ્રભાવ કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં 2 મિલિયન લોકોના જીવનમાં પરિવર્તનો લાવ્યું છે.
તેનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો વ્યક્તિની નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવામાં અને સેવિંગ્સ પ્રોડક્ટ્સ, કન્ઝ્યુમર અને કોમર્શિયલ લોન, મોર્ગેજ, ઓટો ફાઇનાન્સિંગ, સિક્યોરિટીઝ
બ્રોકરેજ સર્વિસીઝ, જનરલ અને લાઈફ ઈન્શ્યોરન્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સ જેવા સોલ્યુશન્સ દ્વારા નાણાંકીય સ્થિતિસ્થાપકતા બનાવવામાં મદદ કરે છે. બજાજ ફિનસર્વ ગ્રુપ સમગ્ર ભારતમાં લગભગ 70,000 લોકોને રોજગારી આપે છે, જેમાંથી નોંધપાત્ર સંખ્યા તેના મુખ્ય મથકમાં આવેલી છે.
શ્રી રાહુલ બજાજ દ્વારા 16 વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલ, બજાજ ફિનસર્વ પુણેના સામાજિક- આર્થિક વિકાસમાં સક્રિય સહભાગી છે અને ગ્રાહક ધિરાણ, ડિજિટલ ધિરાણમાં નવીનતા દ્વારા
ભારતના નાણાંકીય સેવા ઉદ્યોગમાં યોગદાન આપે છે, જ્યારે ભારતની વસ્તીના તે વર્ગો માટે નાણાંકીય સમાવેશને સક્ષમ બનાવે છે જેઓ અત્યાર સુધી ઔપચારિક ધિરાણ મેળવી શકતા ન
હતા. બજાજ ફિનસર્વના સામાજિક પ્રભાવ કાર્યક્રમો જીવન-પરિવર્તનકારી રહ્યા છે અને તેનો હેતુ સમુદાયોની સૌથી જટિલ સમસ્યાઓને ઉકેલવાનો છે. અત્યાર સુધીમાં, બજાજ ફિનસર્વ દિવ્યાંગો
(PwD) માટે આરોગ્ય, શિક્ષણ, સંરક્ષણ, કૌશલ્ય અને સમાવેશના ક્ષેત્રોમાં 20 લાખથી વધુ જીવનમાં પરિવર્તનો લાવી છે. તેના કાર્યક્રમો ખાસ કરીને બાળકો અને યુવાનો માટે સમાન અને સમાવેશી તકો ચલાવવા પર કેન્દ્રિત છે; આવી પહેલની નોંધપાત્ર સંખ્યા પુણેમાં હાથ ધરાઈ છે અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ફેલાયેલી છે.
બજાજ ફિનસર્વ એ 100 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના વર્ધામાં જન્મેલા મોટા બજાજ જૂથનો એક ભાગ છે, જે તેના સ્થાપક અને દેશના સ્વાતંત્ર્યસેનાની રહેલા શ્રી જમનાલાલ બજાજ અને શ્રી કમલનારાયણ બજાજના પગલે આગળ ચાલતાં ભારત અને મહારાષ્ટ્ર રાજ્યના વિકાસ માટે તેની પ્રતિબદ્ધતામાં અડગ રહી છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.