બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો ₹6,560 કરોડનો આઇપીઓ 9 સપ્ટેમ્બર, 2024ના રોજ ખુલશે
બિડ/ઓફરનો સમયગાળો સોમવાર, 09 સપ્ટેમ્બર, 2024ના રોજ ખુલશે અને બુધવાર, 11 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, 06 સપ્ટેમ્બર, 2024 રહેશે.
અમદાવાદ : બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ના ઇક્વિટી શેર્સની પ્રારંભિક જાહેર ભરણાના સંદર્ભમાં બિડ/ઓફરનો સમયગાળો સોમવાર, 9 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થશે.
કુલ ઑફરનું કદ ₹ 6,560 કરોડ સુધીના ઇક્વિટી શેરની (દરેક ₹ 10 ફેસ વેલ્યુ) સંખ્યા છે, જેમાં ₹ 3,560 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર્સની ફાળવણીનો સમાવેશ થાય છે અને ₹3,000 કરોડ સુધીની સંખ્યામાં ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, 06 સપ્ટેમ્બર, 2024ના રોજ હશે અને બિડ/ઓફરની અંતિમ તારીખ બુધવાર, 11 સપ્ટેમ્બર, 2024 હશે.
ઑફરનો પ્રાઇસ બેન્ડ ₹66 થી ₹70 પ્રતિ ઇક્વિટી શેર છે.
ખરીદી ઓછામાં ઓછા 214 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 214 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
કર્મચારીઓ દ્વારા ખરીદી માટેનો અનામત હિસ્સો ₹200 કરોડ સુધીના ઇક્વિટી શેરનો રાખવામાં આવ્યો છે અને બજાજ ફાઇનાન્સ લિમિટેડ અને બજાજ ફિનસર્વ લિમિટેડના શેરધારકો માટેના અનામત હિસ્સામાં ₹500 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
કંપની ઓફરની ચોખ્ખી આવકનો ઉપયોગ આગળના ધિરાણ તરફ કંપનીની ભાવિ વ્યવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેની મૂડીના આધારને વધારવા માટે કરવા માંગે છે.
ઇક્વિટી શેરની ઓફર ફોર સેલમાં બજાજ ફાઇનાન્સ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા કુલ ₹3,000 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
આ ઇક્વિટી શેર પુણે ખાતે મહારાષ્ટ્રના રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (“ROC”) અને ત્યારબાદ સેબી અને સ્ટોક એક્સચેન્જીસમાં (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ) 30 ઓગસ્ટ, 2024ના રોજ ફાઇલ કરવામાં આવેલા કંપનીના “રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ”ની સાથે અને 2 સપ્ટેમ્બર, 2024 ના રોજના પરિશિષ્ટની સાથે વંચાણે લઈ ઓફર કરવામાં આવે છે.
Not for release or distribution outside India
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેરને BSE લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (“NSE” અને “BSE” સાથે મળીને “સ્ટૉક એક્સચેન્જીસ”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફર માટે એનએસઇને ડેઝિગ્નેટ કરવામાં આવ્યું છે.
દેશની અગ્રણી ઈલેક્ટ્રોનિક કંપની BPL ગ્રુપના સ્થાપક T. P. ગોપાલન નામ્બિયારનું ગુરુવારે નિધન થયું છે. ટીપી ગોપાલન નામ્બિયારના પરિવારજનોએ આ ખરાબ સમાચાર શેર કર્યા છે.
આજે BSE સેન્સેક્સ 553.12 પોઈન્ટ ઘટીને 79,389.06 પોઈન્ટ અને નિફ્ટી 50 135.50 પોઈન્ટ ઘટીને 24,205.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આપને જણાવી દઈએ કે બુધવારે પણ શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા અને આજે તેની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી.
દિવાળીના દિવસે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેમાં 24 કેરેટ સોનું હવે ₹81,000 પ્રતિ દસ ગ્રામને વટાવી ગયું છે. 24-કેરેટ સોનાનો વર્તમાન દર ₹81,170 છે,