જુલાઈમાં આ તારીખે લોન્ચ થશે બજાજની CNG બાઇક, જાણો કિંમત અને માઈલેજ
Bajaj CNG Bike Price and Mileage: ઓટો એક્સપર્ટ્સ અનુસાર, આ બાઇકની કિંમત 80 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની હશે. તેમાં નાની પેટ્રોલ ટાંકી સાથે 3 લીટરની CNG ટાંકી પણ હશે.
Bajaj CNG Bike Price and Mileage: લાંબી રાહ જોયા બાદ બજાજની CNG બાઈકની લોન્ચિંગ તારીખ આવી ગઈ છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બજાજ 5 જૂને પુણેમાં તેની CNG બાઇક લોન્ચ કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં પુણેમાં CNG બાઇકનું અનાવરણ કરવામાં આવશે. જો કે આ બાઇકનું નામ શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, કેટલાક અહેવાલો સૂચવે છે કે તેનું નામ 'બ્રુઝર' હોઈ શકે છે, જે તાજેતરમાં ચાકન સ્થિત બાઇક નિર્માતા દ્વારા ભારતમાં ટ્રેડમાર્ક કરવામાં આવ્યું હતું.
ઓટો એક્સપર્ટ્સ અનુસાર, આ બાઇકની કિંમત 80 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની હશે. તેમાં નાની પેટ્રોલ ટાંકી સાથે 3 લીટરની CNG ટાંકી પણ હશે. પેટ્રોલ એન્જિનની તુલનામાં, આ બાઇક ઇંધણની કિંમતમાં 50-65% ઘટાડો કરશે. બજાજ સીએનજી બાઇક સંભવતઃ ડબલ ક્રેડલ ફ્રેમ પર આધારિત હશે અને 'સ્લોપર એન્જિન' સાથે ફીટ થઈ શકે છે. જો કે આ એન્જીન વિશે હજુ સુધી ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમાં 110-150 સીસી એન્જીન ફીટ થવાની આશા છે. અમને આશા છે કે નવી CNG બાઇક 125 cc એન્જિનથી સજ્જ હશે જે પેટ્રોલ અને CNG બંને પર ચાલી શકે છે.
પેટ્રોલના ભાવ 100 રૂપિયાની ઉપર યથાવત છે. જેના કારણે ઓછી આવક ધરાવતા વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બજાજ સીએનજી બાઇક ઇંધણ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.
દેશની બે સૌથી મોટી કાર કંપનીઓ મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયાની હાલત આ દિવસોમાં ખૂબ જ ખરાબ છે. જ્યારથી ટાટા અને મહિન્દ્રાએ માર્કેટમાં પોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી મારુતિ અને હ્યુન્ડાઈ માટે મોટો પડકાર ઉભો થયો છે.
ઑસ્ટ્રિયન ટુ-વ્હીલર બ્રાન્ડ બ્રિક્સટન તેના મૉડલ Crossfire 500, Crossfire 500 X, Cromwell 1200 અને Cromwell 1200X સાથે ભારતમાં પ્રવેશી છે. આ બાઈક ભારતમાં રોયલ એનફીલ્ડ અને KTM જેવી બ્રાન્ડ સાથે સીધી સ્પર્ધા કરશે.
Toyota Camry Launching: અગાઉના વર્ઝનની જેમ, નવી ટોયોટા કેમરીને માત્ર ભારતમાં જ એસેમ્બલ કરી શકાય છે, જે મજબૂત હાઇબ્રિડ વર્ઝનમાં ખરીદી શકાય છે. આ કાર અનેક અપડેટ ફીચર્સ સાથે એન્ટ્રી કરશે.