બંધન બેંકે આઠ વર્ષ પૂર્ણ કર્યાં, લદ્દાખના લેહમાં બ્રાન્ચ શરૂ કરી
એક ભવ્ય કાર્યક્રમમાં આજે બંધન બેંકે તેની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બેંકે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં બ્રાન્ચ ખોલીને તેની અદ્ભુત સફરના આઠ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. બેંકે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પણ વધુ એક બ્રાન્ચ ખોલી છે.
એક ભવ્ય કાર્યક્રમમાં આજે બંધન બેંકે તેની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બેંકે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં બ્રાન્ચ ખોલીને તેની અદ્ભુત સફરના આઠ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. બેંકે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પણ વધુ એક બ્રાન્ચ ખોલી છે. એચડીએફસી બેંકના ડાયરેક્ટર કેકી મિસ્ત્રી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં તથા વર્ષગાંઠ નિમિત્તે પ્રવચન આપ્યું હતું. તેમણે “ભારતમાં અર્થતંત્ર, હાઉસિંગ અને કોર્પોરેટ ગવર્નન્સના પરિપ્રેક્ષ્ય” ઉપર વાત કરી હતી.
આ પ્રસંગે પ્રતિક્રિયા આપતાં મિસ્ત્રીએ કહ્યું હતું કે, “હું બંધન બેંકના સ્થાપના દિવસનો હિસ્સો બનતાં ખુશી અનુભવું છું તથા વર્ષગાંઠ નિમિત્તે સંબોધન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બંધન બેંકની સફરને નજીકથી જોઇ હોવાથી હેતુ-આધારિત બેંકિંગ, યોગ્ય ગ્રાહકો સુધી પહોંચવું તથા ગ્રાહકોના જીવનમાં અર્થસભર પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા
વિશે મને સ્પષ્ટ જાણકારી છે. હું ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવું છું.”
આ પ્રસંગે બેંકે મ્યુઝિકલ લોગો દ્વારા તેની સોનિક ઓળખ પણ લોંચ કરી હતી. દેશભરમાં પ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર અમિત ત્રિવેદી દ્વારા કમ્પોઝ કરાયેલો મ્યુઝિકલ લોગો બંધન બેંકના મૂલ્યોને પ્રદર્શિત કરવા વિકસિત કરાયો છે. બંધન બેંકના સ્થાપક, એમડી અને સીઇઓ ચંદ્ર શેખર ઘોષે કહ્યું હતુ કે, “બંધન બેંકની આઠ વર્ષની સફર ખૂબજ અદ્ભુત રહી છે. અમારી લેહ બ્રાન્ચના પ્રારંભ સાથે અમે વધુ એક કેન્દ્રશાસિત પ્રદેશમાં અમારી ઉપસ્થિતિ સ્થાપી છે અને અમારી ઉપસ્થિતિ વિસ્તારી છે. અમે દેશભરમાં ગ્રાહકો સુધી પહોંચવા અમારી ઉપસ્થિતિને સતત વિસ્તારતા રહીશું. હું તમામ હીતધારકો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારામાં વિશ્વાસ મૂક્યો અને સહયોગ કર્યો તથા આ અદ્ભુત સફરનો હિસ્સો બનીને અમારામાં વિશ્વાસ મૂક્યો.”
લેહ અને શ્રીનગરમાં નવી બ્રાન્ચના લોંચ સાથે બંધન બેંક હવે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35માં હાજરી ધરાવે છે તથા દેશભરમાં 6100થી વધુ બેંકિંગ આઉટલેટ્સના મજબૂત નેટવર્ક દ્વારા 3 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે.
ડિસેમ્બરમાં શરૂ થયેલ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નવા વર્ષમાં પણ અટક્યો નથી. નવા વર્ષના પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે.
સોમવારે પણ ટાટા મોટર્સના શેરમાં 2.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 5 મહિનામાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1.65 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. એક સમયે કંપની વેલ્યુએશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઓટો કંપની બની ગઈ હતી.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સોમવારે અદાણી વિલ્મર લિમિટેડમાં તેના 44 ટકા હિસ્સામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની જાહેરાત કરી હતી. અદાણી બે તબક્કામાં બિઝનેસમાંથી બહાર થઈ જશે. આ ડીલથી અદાણી ગ્રુપને $2 બિલિયન મળવાની ધારણા છે.