બંધન બેંકે સિનિયર સિટિઝન માટે ઇન્સપાયર લોંચ કર્યું
બંધન બેંકે સિનિયર સિટિઝન માટે વિશેષરૂપે તૈયાર કરાયેલા ‘ઇન્સપાયર’ નામનો પ્રોગ્રામ લોંચ કર્યો છે. બેંકના સિનિયર સિટિઝન ગ્રાહકો માટે ‘ઇન્સપાયર’ પહેલેથી અસ્તિત્વમાં રહેલા લાભો જેમકે પ્રેફરેન્શિયલ વ્યાજદરો, પ્રાયોરિટી બેંકિંગ સર્વિસિસ અને ઘર આંગણે બેંકિંગ સુવિધા ઓફર કરે છે.
કોલકત્તા : બંધન બેંકે સિનિયર સિટિઝન માટે વિશેષરૂપે તૈયાર કરાયેલા ‘ઇન્સપાયર’ નામનો પ્રોગ્રામ લોંચ કર્યો છે. બેંકના સિનિયર સિટિઝન ગ્રાહકો માટે ‘ઇન્સપાયર’ પહેલેથી અસ્તિત્વમાં રહેલા લાભો જેમકે પ્રેફરેન્શિયલ વ્યાજદરો, પ્રાયોરિટી બેંકિંગ સર્વિસિસ અને ઘર આંગણે બેંકિંગ સુવિધા ઓફર કરે છે.
‘ઇન્સપાયર’ પ્રોગ્રામ દવાઓની ખરીદી, ડાયગ્નોસ્ટિક સર્વિસિસ અને તબીબી સારવાર ઉપર વિશેષ ડિસ્કાઉન્ટ જેવાં લાઇફ કેર લાભો પણ પ્રદાન કરે છે. પાર્ટનર હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ડોક્ટર કન્સલ્ટેશન, મેડિકલ ચેક-અપ અન ડેન્ટલ કેર ઉપર પણ છૂટ આપવામાં આવે છએ. બેંક સિનિયર સિટિઝન ગ્રાહકોના બેંકિંગ અનુભવને વધુ સરળ બનાવવા માટે ફોન બેંકિંગ ઓફિસર સાથે ડાયરેક્ટ એક્સેસ જેવી વધારાની સુવિધા પણ ઉમેરવાની યોજના ધરાવે છે.
બંધન બેંકે સિનિયર સિટિઝન માટે વ્યક્તિગત સેવા સુનિશ્ચિત કરવા માટે લાંબા સમયથી બ્રાન્ચમાં સમર્પિત સિનિયર સિટિઝન ડેસ્ક ધરાવે છે. મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, એસએમએસ બેંકિંગ અને મિસ્ડ કોલ બેંકિંગ દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાંથી બેંકિંગ સેવાઓનો લાભ લેવા ઇચ્છતા સિનિયર સિટિઝન ગ્રાહકોને વિશેષરૂપે પ્રશિક્ષિત એક્ઝિક્યુટિવ્સને સોંપવામાં આવે છે.
બંધન બેંકના બ્રાન્ચ બેંકિંગના વડા સુજોય રોયે કહ્યું હતું કે, “બંધન બેંક ખાતે અમે દરેક વયજૂથના ગ્રાહકોની નાણાકીય સ્વતંત્રતાના મહત્વ અને જરૂરિયાતને ઓળખીએ છીએ. મને એ જણાવતા આનંદ થાય છે કે બંધન બેંકે લાભોનો એક વિશાળ સમૂહને કાળજીપૂર્વક રજૂ કર્યો છે, જે વિશેષ કરીને સિનિયર સિટિઝન માટે તૈયાર કરાયા છે. અમને બેંકની કામગીરીના આઠ વર્ષમાં સિનિયર સિટિઝનનો વિશ્વાસ હાંસલ કર્યો છે અને આ પ્રોગ્રામ તેમના માટે અમારા આદરનું પ્રતિક છે.”
બંધન બેંક ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર સિનિયર સિટિઝનને આકર્ષક વ્યાજદરો ઓફર કરી રહ્યું છે. સિનિયર સિટિઝન 500 દિવસની મુદ્દત માટે એફડી ઉપર 8.35 ટકા સુધીનો વ્યાજદર મેળવી શકે છે. ટેક્સ સેવર એફડી ઉપર સિનિયર સિટિઝન વાર્ષિક 7.5 ટકા વ્યાજદરનો લાભ લઇ શકે છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.