બેંક ઓફ બરોડાએ બચત અને ચાલુ ખાતાઓ માટે બીઓબી (બોબ) પરિવાર ખાતું પ્રસ્તુત કર્યું
ભારતની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડા (બેંક)એ બચત અને ચાલુ ખાતાધારકો માટે બીઓબી (બોબ) પરિવાર ખાતું પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે.
મુંબઈ : ભારતની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડા (બેંક)એ બચત અને ચાલુ ખાતાધારકો માટે બીઓબી (બોબ) પરિવાર ખાતું પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. બેંકના “બીઓબી (બોબ) કે સંગ ત્યોહાર કી ઉમંગ” તહેવાર અભિયાનના ભાગરૂપે શરૂ થયેલું ‘માય ફેમિલી, માય બેંક’ સેગમેન્ટ એક જ પરિવારના સભ્યોના તમામ બેંક ખાતાઓને વન ફેમિલી કે એક પરિવાર અંતર્ગત ગ્રૂપ કરી શકાય છે. જ્યારે દરેક ખાતાનું સંચાલન મુખ્ય ખાતાધારક સ્વતંત્ર રીતે કરશે, ત્યારે ત્રિમાસિક સરેરાશ બેલેન્સ (ક્યુએબી)ની જાળવણી ગ્રૂપ/પરિવારના સ્તરે થાય છે, જે દરેક અલગ ખાતામાં ક્યુએબી જાળવવાની જરૂરિયાત દૂર કરે છે.
આ પ્રસંગે બેંક ઓફ બરોડાના રિટેલ લાયાબિલિટીઝ અને એનઆરઆઈ બિઝનેસના ચીફ જનરલ મેનેજર શ્રી રવિન્દ્ર સિંઘ નેગીએ કહ્યું હતું કે, “અમને અમારા બચત અને ચાલુ ખાતાધારકો માટે બીઓબી (બોબ) પરિવાર ખાતા પ્રસ્તુત કરવાની ખુશી છે. સિંગલ ફેમિલી કે સંલગ્ન કંપનીઓના વ્યક્તિગત ખાતાઓને ગ્રૂપ કરીને અમારાં ગ્રાહકોને શ્રેષ્ઠ ફાયદાઓ સાથે વધારે લાભ મળશે, જે સામાન્ય રીતે ઊંચું બેલેન્સ જાળવતા ખાતાઓને જ મળે છે.
બીઓબી (બોબ) પરિવાર સેગમેન્ટમાં પરિવારના તમામ વ્યક્તિગત સભ્યોને કુલ બેલેન્સ એકસાથે જાળવવાનો લાભ મળશે. અહીં દરેક ખાતા માટે અલગથી ત્રિમાસિક સરેરાશ સંતુલન જાળવવાની જરૂર નથી એટલે સંપૂર્ણ બેંકિંગ અનુભવ વધશે. 115 વર્ષના ઇતિહાસ ધરાવતી બેંક સાથે અમે અમારી સાથે એક જ ફેમિલી બેંકમાંથી પેઢીઓને સેવા આપીએ છીએ અને ‘માય ફેમિલી, માય બેંક’ વિભાવના બેંક ઓફ બરોડા સાથે તેમનો સંબંધ વધારે મજબૂત અને ગાઢ કરશે.”
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.