બેંક ઓફ ઇન્ડિયાએ આકર્ષક ઓફર્સ સાથે તેના અપગ્રેડ કરાયેલા સેવિંગ્સ એકાઉન્ટ લોંચ કર્યાં
ભારતમાં જાહેરક્ષેત્રની મોટી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ પગારદાર કર્મચારીઓ, પરિવારો, વ્યક્તિઓ, યુવાનો વગેરેને આવરી લેતાં તમામ સેગમેન્ટ્સ માટે તેના સેવિંગ્સ એકાઉન્ટ્સને અપગ્રેડ કર્યાં છે.
મુંબઇ : ભારતમાં જાહેરક્ષેત્રની મોટી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ પગારદાર કર્મચારીઓ, પરિવારો, વ્યક્તિઓ, યુવાનો વગેરેને આવરી લેતાં તમામ સેગમેન્ટ્સ માટે તેના સેવિંગ્સ એકાઉન્ટ્સને અપગ્રેડ કર્યાં છે. અપગ્રેડેડ સેવિંગ્સ એકાઉન્ટ્સ હવે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ડેથ ઈન્સ્યોરન્સ કવર સાથે આવે છે જે રૂ. 150 લાખ સુધીનું હોય છે, રૂ. 100 લાખ સુધીના એર એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ, ગોલ્ડ એન્ડ ડાયમંડ એસબી એકાઉન્ટ હોલ્ડર માટે કન્સેશનલ તેમજ પ્લેટિનમ એસબી એકાઉન્ટ હોલ્ડર માટે વિનામૂલ્યે લોકર સુવિધા, ઇન્ટરનેશનલ ડેબિટ કમ એટીએમ કાર્ડ સાથે ગ્લોબલ એક્સેસ/એક્સેપ્ટન્સ, રિટેઇલ લોન ઉપર રાહત દરો, રિટેઇલ લોન ઉપર પ્રોસેસિંગ ચાર્જમાં માફી, ક્રેડિટ કાર્ડ્સના ફ્રી ઇન્સ્યોરન્સ, પીઓએસ ઉપર રૂ. 5 લાખ સુધીનું ઉચ્ચ યુસેઝ લિમિટ તથા વૈવિધ્યસભર એક્યુબી સાથે ક્રેડિટ કાર્ડ્સ ઉપર ફ્રી ઇશ્યૂઅન્સ સામેલ છે.
બેંકના એમડી અને સીઇઓ શ્રી રાજેશ કર્ણાટકે 09 ઓક્ટોબર, 2023ના રોજ આયોજિત ઝોનલ મેનેજર્સ કોન્ફરન્સમાં અપગ્રેડ કરેલા સેવિંગ્સ એકાઉન્ટ લોંચ કર્યાં હતાં તથા પ્રેસ અને મીડિયાને જાણકારી આપી હતી કે બેંક આ નવા અપગ્રેડ કરાયેલા સેવિંગ્સ એકાઉન્ટ્સ સાથે તેના સેવિંગ્સ કસ્ટમર્સ બેઝને વધારવા માટે સજ્જ છે, જે શ્રેષ્ઠ સુવિધાઓ, રાહતો અને વીમા કવચથી ભરપૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઓન-બોર્ડિંગ સેવિંગ્સ ગ્રાહકો માટે બેંકનું ઈ-પ્લેટફોર્મ સારું કામ કરી રહ્યું છે અને સેવિંગ્સ એકાઉન્ટ્સનું આ અપગ્રેડ સંભવિત ગ્રાહકોને આકર્ષિત કરશે જેના બદલામાં નવા ગ્રાહકોના ડિજિટલ ઓન-બોર્ડિંગમાં વધારો કરશે. બેંક તેના સ્વસ્થ સીએએસએ રેશિયો સાથે હવે સમાજના તમામ વર્ગોના ગ્રાહકોના વ્યાપક આધાર તરફ આગળ વધી રહી છે. અમને ખાતરી છે કે અપગ્રેડેડ સેવિંગ્સ એકાઉન્ટ જે હવે અમારા ગ્રાહકોની બચત, સુવિધા, રક્ષણ અને વીમાની જરૂરિયાતની સાથે સાથે વિવિધ રાહતોના રૂપમાં આકર્ષક સુવિધાઓની ખૂબ જ સારી રીતે કાળજી લે છે.
બેંક તેના ગ્રાહકો, સામાન્ય જનતાની બેંકિંગ અને નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવાના સતત પ્રયાસોના ભાગરૂપે પ્રોડક્ટ અને પ્રોસેસમાં સુધારાથી નવા સેવિંગ એકાઉન્ટ ગ્રાહકોને હાંસલ કરવાની ગતિને વેગ આપશે. આ સુવિધાઓ અમારા વર્તમાન તથા નવા ગ્રાહકોને ઓફર કરાયા છે, જે કોઇપણ પ્લેટફોર્મ ઉપરથી બેંકમાં ઓન-બોર્ડ થાય છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.