બેન્ક ઓફ ઇન્ડિયાએ ટૂંકાગાળા અને મધ્મયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દર વધાર્યા
ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ ઇન્ડિયાએ તેની 180 દિવસથી એક વર્ષથી સુધીની ટૂંકાગાળાની અને મધ્યમગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે.
મુંબઈ : ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ ઇન્ડિયાએ તેની 180 દિવસથી એક વર્ષથી સુધીની ટૂંકાગાળાની અને મધ્યમગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. સુપર સિનિયર સિટિઝન માટે નોન-કૉલેબલ ડિપોઝિટ હેઠળ તેની 666 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક 8.10 ટકાનું સર્વોચ્ચ વ્યાજ આપવાનું ચાલું રાખ્યું છે.
બેંકે રૂ. 3 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ દરમાં વધારો કર્યો છે. હવે 180 દિવસથી એક વર્ષ સુધીની થાપણો પર 6.00 ટકા વ્યાજ આપે છે. વધુમાં, બેંકે રૂ. 3 કરોડથી વધુ રકમની પરંતુ રૂ. 10 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર 180 દિવસથી 210 દિવસની મુદતની થાપણો પર 6.50 ટકા અને 211 દિવસથી એક વર્ષથી ઓછા સમય માટેની થાપણો પર 6.75 વ્યાજ આપવાની જાહેરાત કરી છે.
રૂ. 3 કરોડથી ઓછી રકમની 6 મહિના અને તેથી વધુ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર અતિ વરિષ્ઠ નાગરિકોને 0.65 ટકા અને વરિષ્ઠ નાગરિકોની થાપણો પર 0.50 ટકા વધારાનું વ્યાજ મળે છે.
બેંકે તેના "666 ડેયઝ - ફિક્સ્ડ ડિપોઝિટ" ચાલુ રાખી છે, ગ્રાહકોને અને સામાન્ય લોકો માટે 7.30 ટકાનો શ્રેષ્ઠ વ્યાજ દર મળે છે, જ્યારે સુપર સિનિયર સિટિઝનને વાર્ષિક 7.95 ટકા અને સિનિયર સિટિઝનને વાર્ષિક 7.80 ટકા વ્યાજ મળશે. ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન અને અધૂરી મુદતે ઉપાડની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો બેંક ઓફ ઇન્ડિયામાં ફિક્સ્ડ ડિપોઝિટ ખોલવા માટે બેંક ઓફ ઇન્ડિયાની કોઈપણ શાખાની મુલાકાત લઈ શકે છે અથવા બીઓઆઇ ઓમ્ની નીઓ એપ / ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી શકે છે. સુધારેલા દરો પહેલી ઑગસ્ટ, 2024થી લાગુ થશે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.