બેંક ઓફ ઇન્ડિયાનો પ્રથમ ક્વાર્ટરમાં નફો લગભગ ત્રણ ગણો વધીને રૂ. 1,551 કરોડ
બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટર માટેના તેના પરિણામો જાહેર કર્યાં છે, જેમાં ચોખ્ખો નફો 176 ટકા વધીને રૂ. 1,551 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 561 કરોડ હતો. આ સમયગાળામાં ઓપરેટિંગ પ્રોફિટ વાર્ષિક ધોરણે 72 ટકા વધીને રૂ. 3,752 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં રૂ. 2,183 કરોડ હતો.
બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટર માટેના તેના પરિણામો જાહેર કર્યાં છે, જેમાં ચોખ્ખો નફો 176 ટકા વધીને રૂ. 1,551 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 561 કરોડ હતો. આ સમયગાળામાં ઓપરેટિંગ પ્રોફિટ વાર્ષિક ધોરણે 72 ટકા વધીને રૂ. 3,752 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં રૂ. 2,183 કરોડ હતો.
એસેટ ક્વોલિટીમાં જીએનપીએ રેશિયો વાર્ષિક ધોરણે 263 બીપીએસ ઘટ્યો છે તથા નેટ એનપીએ વાર્ષિક ધોરણે 56 બીપીએસ ઘટ્યો છે. વાર્ષિક ધોરણે પ્રોવિઝન કવરેજ રેશિયો (પીસીઆર)માં 156 બીપીએસનું સુધારો થયો છે.વૈશ્વિક બિઝનેસ 12 લાખ કરોડના સ્તરને પાર કરી ગયો છે, જે 8.61 ટકાની વૃદ્ધિ સૂચવે છે. વાર્ષિક ધોરણે થાપણોમાં 8.71 ટકાનો વધારો થયો છે. વાર્ષિક ધોરણે ગ્રોડ એડવાન્સિસ 8.48 ટકા વધી છે.
નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (એનઆઇઆઇ) 45 ટકા વધીને રૂ. 5,915 કરોડ થઇ છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામા રૂ. 4,072 કરોડ હતી. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં નોન-ઇન્ટરેસ્ટ ઇન્કમ 27 ટકા વધીને રૂ. 1,462 કરોડ થઇ છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં રૂ. 1,152 કરોડ હતી.
ડોમેસ્ટિક ડિપોઝિટ વાર્ષિક ધોરણે 7.98 ટકા વધીને જૂન 2023માં રૂ. 5,89,517 કરોડ થઇ છે. જૂન 2023માં ડોમેસ્ટિક સીએએસએ 7.56 ટકા વધીને રૂ. 2,60,615 કરોડ થયો છે તથા સીએએસએ રેશિયો 44.52 ટકા છે.વાર્ષિક ધોરણે આરએએમ એડવાન્સિસ 11.75 ટકા વધીને રૂ. 2,39,954 કરોડ થઇ છે, જે જૂન 2023માં એડવાન્સિસના 55.39 ટકા છે.
30 જૂન, 2023 સુધીમાં બેંકનો કુલ મૂડી પર્યાપ્તતા રેશિયો (સીઆરએઆર) 15.60 ટકા રહ્યો છે, જે માર્ચ 2023માં 16.28 ટકા હતો. જૂન 2023માં સીઇટી-1 રેશિયો 13.02 ટકા રહ્યો છે, જે માર્ચ 2023માં 13.60 ટકા હતો.
બેંકે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્રોડક્ટ્સ જેમકે ડિપોઝિટ માટે એસબી એકાઉન્ટ્સ અને લોન સેગમેન્ટમાં મુદ્રા/કેસીસી/પર્સનલ લોન/પેન્શનર લોન વગેરે. ગ્રાહકો બ્રાન્ચની મુલાકાત લીધા વગર એસબી એકાઉન્ટ ખોલી શકે છે અને લોન પણ મેળવી શકે છે. આ વર્ષે બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં 20થી વધુ પ્રોડક્ટ્સ રજૂ કરાશે. બેંક વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં ડિજિટલ પ્રોડક્ટ્સ દ્વારા ઓછામાં ઓછા રૂ. 10,000 કરોડના બિઝનેસનું લક્ષ્ય રાખે છે.
30 જૂન, 2023 સુધીમાં બેંકની 5129 ડોમેસ્ટિક બ્રાન્ચ છે.
ગ્રામિણઃ 1852 (36 ટકા), અર્ધ-શહેરીઃ 1456 (28 ટકા), શહેરી 829 (16 ટકા) અને મેટ્રોઃ 992 (19 ટકા) છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.
બુધવારે BSE સેન્સેક્સ 984.23 પોઈન્ટના ઘટાડા સાથે 77,690.95 પોઈન્ટ પર બંધ થયો હતો. આ રીતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 324.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,559.05 પોઈન્ટ પર બંધ થયો હતો.