બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 745 કરોડના આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું
સ્ટીલ વાયર ઉત્પાદક બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જેનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2023માં અનુક્રમે 72,176 એમટીપીએ અને 206,466 એમટીપીએ રહ્યું છે તથા અનુક્રમે 20 ટકા અને અંદાજે 4 ટકા બજાર હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ), તેણે 18 જાન્યુઆરી, 2024ના રોજ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે બજાર નિયામક સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે.
સૌથી મોટી સ્ટેનલેસ સ્ટીલ વાયર ઉત્પાદક કંપની તથા વોલ્યુમની દ્રષ્ટિએ ભારતમાં બીજા ક્રમની સૌથી મોટા સ્ટીલ વાયર ઉત્પાદક બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જેનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2023માં અનુક્રમે 72,176 એમટીપીએ અને 206,466 એમટીપીએ રહ્યું છે તથા અનુક્રમે 20 ટકા અને અંદાજે 4 ટકા બજાર હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ), તેણે 18 જાન્યુઆરી, 2024ના રોજ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે બજાર નિયામક સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે.
આ ઓફરમાં પ્રતિ શેર રૂ. 5ની મૂળ કિંમત ધરાવતા અને કુલ રૂ. 7,450 મિલિયન (રૂ. 745 કરોડ)ના મૂલ્યનો ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. કંપની આઇપીઓમાંથી ઊભાં કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપની અને તેની પેટા કંપની દ્વારા પ્રાપ્ત કરાયેલા કેટલાં ઋણના રિપેમેન્ટ અથવા પ્રીપેમેન્ટ અથવા કેટલાંક હિસ્સાની ચૂકવણી માટે કરવાની તેમજ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.
બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના વર્ષ 1985માં કરાઇ હતી અને ત્યારથી કંપનીએ સ્ટીલ વાયર ઇન્ડસ્ટ્રીમાં સતત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ડિલિવર કરીને વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે. 38 વર્ષના વારસા સાથે કંપની તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઉપર ગર્વ કરે છે તેમજ ઓટોમોટિવ, જનરલ એન્જિનિયરીંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાર્ડવેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ટ્રાન્સમીશન, એગ્રીકલ્ચર અને ઓટો રિપ્લેસમેન્ટ જેવાં વિવિધ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
કંપની તેની ચાર ઉત્પાદ સુવિધાઓ (1) સુવિધા I: બી-35, રાજેન્દ્ર નગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મોહન નગર, ગાઝિયાબાદ; (2) સુવિધા II: બી-3 લોની ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગાઝિયાબાદ; (3) સુવિધા III:બી-5 અને બી-6 લોની ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગાઝિયાબાદ અને (4) સુવિધા IV: 43KM, માઇલસ્ટોન, દિલ્હી-રોહતક રોડ, અસૌધા, બહાદુરગઢ, ઝજ્જર, હરિયાણામાં હળવા સ્ટીલ, હાઇ કાર્બન અને સ્ટેનલેસ સ્ટીલ વાયરની 259,000 એમટીપીએ ક્ષમતા સ્થાપિત કરી છે. કંપની દાદરી ખાતે ભારતમાં સૌથી મોટી સિંગલ લોકેશન સ્ટીલ વાયર ઉત્પાદન સુવિધા સ્થાપી રહી છે, જે એશિયામાં સૌથી મોટાં પૈકીની પણ એક છે.
કંપની બ્રાન્ડ ‘બંસલ’ હેઠળ તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે, જે શરૂઆતથી જ માર્કેટમાં વિશ્વસનીય બ્રાન્ડ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. તે મુખ્યત્વે ત્રણ સેગમેન્ટ – હાઇ કાર્બન સ્ટીલ વાયર, માઇલ્ડ સ્ટીલ વાયર (લો કાર્બન સ્ટીલ વાયર) અને સ્ટેનલેસ સ્ટીલ વાયરમાં કાર્યરત છે તથા કંપની દાદરીમાં આગામી પ્લાન્ટ દ્વારા સ્પેશિયાલિટી વાયર્સના નવા સેગમેન્ટને પણ ઉમેરશે, જે કંપનીને આગામી નાણાકીય વર્ષમાં તેની બજાર ઉપસ્થિતિ વિકસાવવા અને વિસ્તારવામાં મદદ કરશે.
બંસલ વાયર વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ઉપસ્થિતિ ધરાવે છે તથા 50થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ, ઇટલી, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તુર્કી, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને વિયેતનામને આવરી લેતાં 14 વૈશ્વિક પ્રતિનિધિ ધરાવે છે.
એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.