આર્ટસ કોલેજ મોડાસામાં બ્યુટીકેર અને ચોકલેટ મેકિંગ વર્કશોપનું અયોજન કરાયું
આર્ટસ કૉલેજ મોડાસામાં બ્યુટી કેર વર્કશોપમાં તમારા મોટા દિવસ માટે તમારું શ્રેષ્ઠ દેખાવ કેવી રીતે કરવું અથવા ફક્ત તમારી સૌંદર્ય કૌશલ્યમાં સુધારો કેવી રીતે કરવો તે જાણો.
પ્રતિનિધિ દ્વારા: આર્ટસ કોલેજ મોડાસામાં વુમન ડેવલપમેન્ટ સેલના ઉપક્રમે ઓલ ગુજરાત વુમન્સ ઓર્ગેનાઈઝેશન શક્તિમંચ અમદાવાદ દ્વારા 6 દિવસનો બ્યુટી કેર અને ચોકલેટ મેકિંગ વર્કશોપ નો શુભારંભ કરવામાં આવ્યો. આજે પ્રથમ દિવસે બ્રાઇડલ મેકઅપ, ફેશ ટ્રીટમેન્ટ,હેર ટ્રીટમેન્ટ ની ખૂબ જ સુંદર માહિતી કૌશિકભાઇ ઠક્કર અને સુષ્માબેન પાટીલ દ્વારા પ્રેક્ટીકલ થી આપવામાં આવી.
મંડળના ઉપપ્રમુખ શ્રી અને આર્ટસ કોલેજના પ્રભારીમંત્રી મહેન્દ્રભાઇ શાહ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આચાર્યશ્રી ડૉ. દીપકભાઈ જોષી એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનુ આયોજન પ્રા. પુષ્પાબેન ગરાસિયા, ડૉ. મંજુલાબેન સોલંકી, કોકીલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નૌકાદળના સહયોગી ઓપરેશનમાં, ગુજરાતના પોરબંદરના દરિયાકિનારે ડ્રગનો એક મોટો પર્દાફાશ થયો હતો.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કૌભાંડને લઈને વ્યાપક આક્રોશ વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોતાનું પહેલું નિવેદન જાહેર કર્યું છે.
અમદાવાદની જાણીતી ખ્યાતી હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીને કારણે ગાંધીનગરના શેરથા ગામના એક દર્દીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલ સામે જાહેરમાં આક્રોશ ફરી વળ્યો છે