ભારત ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન લિમિટેડને ગ્રેટ પ્લેસ ટુ વર્ક દ્વારા BFSI માં શ્રેષ્ઠ 25 કાર્યસ્થળોમાં માન્યતા અપાઇ
સતત છઠ્ઠા વર્ષે આ ઓળખ મેળવવી કાર્યસ્થળમાં વિશિષ્ટતા અને મૌલિકતાની સંસ્કૃતિ સ્થાપિત કરવાની BFILની નિરંતર પ્રતિબદ્ધતા દર્શાવે છે
મુંબઈ : ઇન્ડસઇન્ડ બેંકની 100 ટકા માલીકીની પેટા કંપની ભારત ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન લિમિટેડ (બીએફઆઇએલ)ને ગ્રેટ પ્લેસ ટુ વર્ક દ્વારા બીએફએસઆઇ (બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ)માં ભારતના શ્રેષ્ઠ 25 ટોચના કાર્યસ્થળમાં માન્યતા અપાઇ છે. સતત છઠ્ઠા વર્ષે આ ઓળખ મેળવવી કાર્યસ્થળમાં વિશિષ્ટતા અને મૌલિકતાની સંસ્કૃતિ સ્થાપિત કરવાની બીએફઆઇએલની નિરંતર પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બીએફઆઇએલની સિદ્ધિ કાર્યસ્થળ ઉપર એવાં વાતાવરણની રચના કરવા પ્રત્યે તેની કટીબદ્ધતા દર્શાવે છે કે જે કર્મચારી સાથે જોડાણ, સંતુષ્ટિ અને વિકાસને પ્રોત્સાહિત કરે છે. પ્રેરણા, સહયોગ, પારદર્શિતા, કારકિર્દીના વિકાસની તકો, નિષ્પક્ષતા, ફન એટ વર્ક સંસ્કૃતિ, આદર અને પ્રશંસા જેવાં ઘણાં પ્રભાવશાળી ગુણો પ્રદર્શિત કરવા બદલ કંપનીની પ્રશંસા કરાઇ છે. 150થી વધુ દેશોમાં 100 મિલિયનથી વધુ કંપનીઓ પોતાના કાર્યસ્થળની સંસ્કૃતિના મૂલ્યાંકન, તુલના અને સુધાર માટે દર વર્ષે ગ્રેટ પ્લેસ ટુ વર્ક સાથે સહયોગ કરે છે. ઉચ્ચ-વિશ્વાસ, ઉચ્ચ-પ્રદર્શનની સંસ્કૃતિની રચના ઉપર કેન્દ્રિત એક સંપૂર્ણ મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થયાં બાદ બીએફઆઇએલને બીએફએસઆઇ ક્ષેત્રમાં ભારતના સર્વક્ષેષ્ઠ કાર્યસ્થળ તરીકે સન્માનિત કરાયું છે. આ એવોર્ડ ઉચ્ચ- વિશ્વાસ, ઉચ્ચ-પ્રદર્શનની સંસ્કૃતિને સ્થાપિત કરવા માટે તેમજ માનવ ક્ષમતાને મહત્તમ કરતાં કાર્યસ્થળની રચના માટે બીએફઆઇએલના પ્રયાસોને માન્યતા આપે છે.
આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં બીએફઆઇએલના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન જે. શ્રીધરને કહ્યું હતું કે, “ગ્રેટ પ્લેસ ટુ વર્ક દ્વારા બીએફએસઆઇ સેક્ટરમાં ટોચના કાર્યસ્થળ પૈકીના એક તરીકેની ઓળખ મેળવતા અમે ગર્વ કરીએ છીએ. કાર્યસ્થળે નવીનતા, વૃદ્ધિ અને સહયોગને પ્રોત્સાહિત કરતાં સકારાત્મક માહોલને બળ આપવાની અમારી કટીબદ્ધતાને પરિણામે અમે આ પ્રતિષ્ઠિત સ્વિકૃતિ પ્રાપ્ત કરી છે. અમારું માનવું છે કે અમારા કર્મચારીઓ સાથે જોડાણ અને સંતોષ અમારી સફળતા માટે મહત્વપૂર્ણ છે તેમજ અમે તેમને પ્રોફેશ્નલ અને વ્યક્તિગત રીતે વિકાસ માટે જરૂરી તકો અને સ્રોતો પ્રદાન કરવાને પ્રાથમિકતા આપતા રહીશું. અમે આ પ્રકારના પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં સામેલ થતાં સન્માનિત અનુભવીએ છીએ તથા બીએફઆઇએલ ખાતે ઉત્કૃષ્ટતા અને નવીનતાની સંસ્કૃતિની રચના કરવાનું જાળવી રાખવા તત્પર છીએ.”
બીએફઆઇએલના ચીફ પીપલ ઓફિસર શ્રીનિવાસ રેડ્ડી વુડુમુલાએ કહ્યું હતું કે, “ગ્રેટ પ્લેસ ટુ વર્ક દ્વારા બીએફએસઆઇ સેક્ટરમાં ટોચના એમ્પલોયર પૈકીના એક તરીકેની માન્યતા મેળવતા અમે આદર અનુભવીએ છીએ. આ માન્યતા બીએફઆઇએલમાં ઉચ્ચ પ્રદર્શન અને મિત્રતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના અમારા કર્મચારીઓ અને મેનેજર્સની સખત મહેનત અને સમર્પણનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. અમે ગ્રામિણ ભારતમાં નાણાકીય સમાવેશીકરણ લાવવાની સાથે-સાથે ગ્રામિણ યુવાનોને તેમની આકાંક્ષાઓને આગળ ધપાવવા માટે સમાવેશી કાર્યસ્થળની રચના કરવા ઉપર પણ ગર્વ છે. આ માન્યતા અમારી કાર્યક્ષમ લીડરશીપ અને મજબૂત ઉત્તરાધિકાર પ્લાનિંગ કામગીરીને માન્ય કરે છે.”
ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્ડિયા દ્વારા બીએફએસઆઇ સેક્ટરમાં ભારતના શ્રેષ્ઠ કાર્યસ્થળ તરીકેની માન્યતા પ્રાપ્ત કરતાં બીએફઆઇએલ ઇન્ડસ્ટ્રીની બીજી કંપનીઓ માટે ધોરણો સ્થાપિત કરે છે તેમજ પોતાના કર્મચારીઓને કાર્યસ્થળ ઉપર ઉત્કૃષ્ટ માહોલ પ્રદાન કરવાની તેની કટીબદ્ધતા દર્શાવે છે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.