દેડિયાપાડાના બાબદા-વાડવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર આવકાર
વંચિતો સુધી જાગૃતિ સંદેશો પહોંચવાની પહેલ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, દેડિયાપાડાના બાબદા-વાડવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર આવકાર કર્યો.
રાજપીપલા: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ૧૫ મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા દેડીયાપાડાના ઊંડાણના ગામડા સુધી ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડી રહી છે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં બાબદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ દ્વારા ઉષ્માભેર આવકાર કર્યો હતો. આ વેળાએ મિશન મંગલમ શાખાના વડાશ્રી કૌશિકભાઈ કાથડે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ મિશન મંગલમ્ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે મુખ્યત્વે ગરીબ રેખા હેઠળ જીવતા પરિવારોના સભ્યોને કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવાના એક મહત્વકાક્ષી હેતુ સાથે મિશન મંગલમ્ શરૂઆત કરવામાં આવી છે જે અંગે સમજણ પુરૂ પાડ્યુ હતુ, જ્યારે વિસ્તરણ અધિકારીશ્રી હરજીભાઈ સોલંકીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી પ્રોત્સાહિત સહાય યોજનાની વિગતવાર માહિતી
આપી હતી, આરોગ્ય વિભાગમાંથી ડૉ. સુશ્રી સોનલબેને પ્રધાનમંત્રી આરોગ્ય યોજના 'PMJAY MA' યોજના અંતર્ગત કુટુંબ દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની મળતી વિના મૂલ્યે આરોગ્ય કવચ, ટી. બી. નિદાન અંગે સમજણ પુરી પાડી હતી. તેમજ મુખ્ય સેવિકા સુશ્રી નિકિતા ગામીતે આંગણવાડી ભરતીમાં અરજી કરવા અંગે મહિલાઓને માહિતી પુરી પાડી હતી.
આ સંકલ્પ યાત્રા દરમિયાન આઇ. ડી.એસ. યોજના અંતર્ગત આંગણવાડી બહેનો દ્વારા લાભાર્થી બહેનોને (ટેક હોમ રેશન) માંથી બનતી બાળશકિત, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ વાનગીઓની કીટ વિતરણ કરાઈ હતી. સાથે ગામમાં નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા ગામના સરપંચશ્રી રોબિન્સન વસાવાને અભિલેખા પત્ર અર્પણ કર્યું હતું.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.