ભારતપે એ ટ્રિલિયન લોન્સમાં 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો
ફિનટેકમાં ભારતની અગ્રણી ભારતપે ગ્રુપે આજે જાહેરાત કરી છે કે તેણે મુંબઈની જાણીતી એનબીએફસી (નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની) ટ્રિલિયન લોનમાં તેનો બહુમતી હિસ્સો ખરીદ્યો છે
ફિનટેકમાં ભારતની અગ્રણી ભારતપે ગ્રુપે આજે જાહેરાત કરી છે કે તેણે મુંબઈની જાણીતી NBFC (નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની) ટ્રિલિયન લોનમાં તેનો બહુમતી હિસ્સો ખરીદ્યો છે. આ સોદો એપ્રિલ મહિનામાં પૂર્ણ થયો હતો. આ હસ્તાંતરણ દેશના લાખો વ્યવસાયો અને ગ્રાહકો માટે ક્રેડિટ ગેપને સંબોધવામાં મોખરે રહેવા માટે ભારતપે ગ્રુપના વિઝનને અનુરૂપ છે. ભારતપે એ જણાવ્યું હતું કે કે રવિન્દ્ર પાંડે, નલિન નેગી અને સબ્યસાચી સેનાપતિને ટ્રિલિયન લોનના બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
ટ્રિલિયન લોન બોર્ડની દેખરેખ હેઠળ તેની પોતાની ટીમ સાથે સ્વતંત્ર એકમ તરીકે કામ કરશે. તે અન્ય ફિનટેક કંપનીઓ અને અન્ય કંપનીઓ સાથેની ભાગીદારીનું અન્વેષણ કરશે જેથી વિવિધ વ્યવસાયો અને ઉપભોક્તાઓ માટે ક્રેડિટ ઉપલબ્ધ કરાવી શકાય. એનબીએફસીને તેની લોન બુકમાં વધારો કરવા સક્ષમ બનાવવા માટે ભારતપેએ ટ્રિલિયન લોન્સમાં નોંધપાત્ર પ્રમાણમાં રોકાણ પણ કર્યું છે.
ટ્રિલિયન લોન્સ એ ઝડપથી વિકસતી એનબીએફસી છે જે એસએમઈને સુરક્ષિત અને અસુરક્ષિત લોનની શ્રેણી ઓફર કરે છે, જેમાં નાના બિઝનેસ લોન તેમજ વર્કિંગ કેપિટલ લોનનો સમાવેશ થાય છે. વધુમાં, કંપની ગ્રાહકો માટે ઓટો, ગોલ્ડ અને એજ્યુકેશન લોન જેવી પ્રોડક્ટ્સની રેન્જ પણ ઓફર કરે છે. આ હસ્તાંતરણ અંગે ટિપ્પણી કરતાં, ભારતપેના સ્થાપક અને સીઓઓ શાશ્વત નકરાણીએ જણાવ્યું હતું કે, “અમે 2019માં અમારું મર્ચન્ટ લેન્ડિંગ વર્ટિકલ લોન્ચ કર્યું હતું અને છેલ્લા ત્રણથી વધુ વર્ષો દરમિયાન તેમાં ઝડપથી વધારો થયો છે. આજે, અમે અમારા વેપારી ભાગીદારોને દર મહિને રૂ. 500 કરોડથી વધુની લોનની સુવિધા આપીએ છીએ. અમારા વેપારી ભાગીદારોને ધિરાણની એક્સેસ પ્રદાન કરવી એ અમારા બિઝનેસ મોડલની ચાવી છે અને આ સંપાદન અમારા વિકાસને આગળ વધારશે અને નફાકારકતા તરફની અમારી સફરને વેગ આપશે.
ટ્રિલિયન લોનમાં કન્ટ્રોલિંગ હિસ્સો મેળવવો એ ભારતપે ગ્રૂપના મોટા ઉદ્દેશ્યને અનુરૂપ છે અને અમને અન્ડરસર્વ્ડ અને બેંક વગરના વ્યવસાયોના વિશાળ સમૂહ તેમજ ગ્રાહકોને મૂડીની એક્સેસની સુવિધા આપવા સક્ષમ બનાવશે. ટ્રિલિયન લોન સ્વતંત્ર રીતે કામ કરશે અને તે ટેકનોલોજી આધારિત એનબીએફસી હશે. તે અન્ય ફિનટેક અને સ્ટાર્ટઅપ્સ સાથે ભાગીદારીકરવા માટે ખુલ્લું રહેશે, જેથી તેમના ગ્રાહકોને ઝડપી અને વ્યવસ્થિત અનુભવ પ્રદાન કરી શકાય. ભારતપે એનબીએફસી અને નાણાંકીય સંસ્થાઓ સાથેની તેની વર્તમાન ભાગીદારીને મહત્ત્વ આપે છે અને આ સંપાદનથી આ સંબંધો પર કોઈ અસર થશે નહીં.”
શાશ્વતે ઉમેર્યું હતું કે, “ભારતપે પ્રોડક્ટ અને ટેક્નોલોજી ક્ષમતાઓ લાવશે જે ટ્રિલિયન લોનને નવા અને અનન્ય ડિજિટલ ધિરાણ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે વધુ સશક્ત બનાવશે જે બિઝનેસ માલિકો અને ગ્રાહકોના વિવિધ સમૂહને સેવાઓ પૂરી પાડશે. હું માનું છું કે ટ્રિલિયન લોન માટે વધુ વૃદ્ધિ અને 380 બિલિયન અમેરિકી ડોલર એમએસએમઈ ક્રેડિટ ગેપને પહોંચી વળવા તેમજ વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતા દેશમાં વિવિધ ગ્રાહક ધિરાણની માંગને પહોંચી વળવાની વિશાળ તક છે. હું ભારતપે પરિવારમાં ટ્રિલિયન લોન ટીમનું સ્વાગત કરવા માંગુ છું.
રવીન્દ્ર પાંડે ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં અનુભવી છે. એક વરિષ્ઠ બેંકર તરીકે તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે 37 વર્ષની લાંબી કારકિર્દી પછી તાજેતરમાં નિવૃત્ત થયા હતા. શ્રી પાંડેએ ઘણી મોટી અને અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થાઓના બોર્ડમાં સેવા આપી છે. તેઓ યસ બેંક, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ), એનપીસીઆઈ ઈન્ટરનેશનલ, એનપીસીઆઈ ભારત બિલપે લિમિટેડ, એસબીઆઈ પેમેન્ટ્સ અને સી-એજ ટેક્નોલોજીસ લિમિટેડના બોર્ડના ડિરેક્ટર હતા. વધુમાં, તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બોર્ડ અને અન્ય બોર્ડ લેવલ કમિટિઓના કાયમી આમંત્રિત હતા. નલિન નેગી ભારતપે ના સીએફઓ અને વચગાળાના સીઈઓ છે. સબ્યસાચી સેનાપતિ હાલમાં ભારતપેમાં લીડરશિપ ટીમનો એક ભાગ છે અને તેમની બેંકિંગ વર્ટિકલનું નેતૃત્વ કરે છે.
ભારતીય વેપારીઓ માટે નાણાંકીય સમાવેશને વાસ્તવિકતા બનાવવા માટે 2018માં ભારતપેની સ્થાપના કરવામાં આવી હતી. 2018 માં, ભારતપે એ ભારતનો પ્રથમ યુપીઆઈ ઇન્ટરઓપરેબલ QR કોડ લોન્ચ કર્યો, જે પ્રથમ ઝીરો MDR પેમેન્ટ એક્સેપ્ટન્સ સર્વિસ છે. 2020 માં, કોવિડ પછી, ભારતપે એ કાર્ડ સ્વીકૃતિ ટર્મિનલ - BharatSwipe પણ શરૂ કર્યું. હાલમાં 400+ શહેરોમાં 1 કરોડ વેપારીઓને સેવા આપી રહેલી કંપની યુપીઆઈ ઓફલાઇન વ્યવહારોમાં અગ્રેસર છે, દર મહિને 30 કરોડ+ યુપીઆઈ વ્યવહારો પ્રોસેસ કરે છે (ચુકવણીઓમાં 24 બિલિયન અમેરિકી ડોલરથી વધુનું વાર્ષિક ટ્રાન્ઝેક્શન પ્રોસેસ્ડ મૂલ્ય). કંપનીએ પહેલેથી જ કુલ રૂ. 8000 કરોડની લોનના વિતરણની સુવિધા આપી છે. ભારતપે નો POS બિઝનેસ તેની મશીનો પર વાર્ષિક 3.5 બિલિયન અમેરિકી ડોલરથી વધુની ચૂકવણીની પ્રોસેસ કરે છે.
ભારતપે એ આજ સુધી ઇક્વિટીમાં 583 મિલિયન અમેરિકી ડોલરથી વધુ એકત્ર કર્યા છે. કંપનીના અગ્રણી રોકાણકારોની યાદીમાં ટાઇગર ગ્લોબલ, ડ્રેગનિયર ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ, સ્ટેડફાસ્ટ કેપિટલ, કોટ્યુ મેનેજમેન્ટ, રિબિટ કેપિટલ, ઇનસાઇટ પાર્ટનર્સ, સ્ટેડવ્યૂ કેપિટલ, બીનેક્સ્ટ, એમ્પ્લો અને સિક્વોયા કેપિટલનો સમાવેશ થાય છે. જૂન 2021 માં, કંપનીએ 100 મિલિયનથી વધુ સભ્યો સાથે દેશની સૌથી મોટી મલ્ટિ-બ્રાન્ડ લોયલ્ટી પ્રોગ્રામ કંપની, PAYBACK India ના સંપાદનની જાહેરાત કરી. ઓક્ટોબર 2021માં, સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (સેન્ટ્રમ) અને ભારતપેના કન્સોર્ટિયમને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા સ્મોલ ફાઇનાન્સ બેંક (એસએફબી) લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
ભારતપે ઓક્ટોબર 2021માં પોસ્ટપેના લોન્ચ સાથે બાય નાઉ પે લેટર (BNPL) સેગમેન્ટમાં પણ પ્રવેશ્યું છે. પોસ્ટપે 8 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ અને વાર્ષિક રૂ. 5000 કરોડનું ટીપીવી ધરાવે છે. તાજેતરમાં, ભારતપે ગ્રુપને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
HDFC બેંક મુદતના આધારે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર સામાન્ય લોકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા સુધી વ્યાજ ચૂકવશે. ચાલો તમને એ પણ જણાવીએ કે HDFC બેંકે કયા પ્રકારની જાહેરાત કરી છે.
ONGC Recruitment 2025: ONGC માં જીઓફિઝિસ્ટ અને AEE ની ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જેના માટે ઉમેદવારો ONGC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર્સ તથા કેબલ ઉત્પાદક આરઆર કાબેલ અમદાવાદમાં તેની કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2024ના વિજેતાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.